Site icon

પ્રિયંકા ચોપરાએ 100 કરોડ ની આ ફિલ્મ કરવાની પાડી ના!! શું નવજાત પુત્રી છે કારણ? જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,25 જાન્યુઆરી 2022          

Join Our WhatsApp Community

મંગળવાર

બોલિવૂડથી હોલિવૂડ સુધીની સફર કરનાર પ્રિયંકા ચોપરા અને તેના પતિ નિક જોનાસે સોશિયલ મીડિયા દ્વારા માહિતી આપી હતી કે તેઓએ સરોગસી દ્વારા તેમના પ્રથમ બાળકનું સ્વાગત કર્યું છે. આટલું જ નહીં, ઘણા આંતરરાષ્ટ્રીય અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે દંપતીએ લગભગ 12 અઠવાડિયા પહેલા એક બાળકી નું સ્વાગત કર્યું છે.પ્રિયંકા અને નિકના ફેન્સ હજુ પણ બંનેને માતા-પિતા બનવા બદલ સોશિયલ મીડિયા પર અભિનંદન આપી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સમાં એ વાત પણ સામે આવી છે કે પ્રિયંકાના માતા બનવાથી તેના કામ પર અસર પડી શકે છે. આવી સ્થિતિમાં, અભિનેત્રી તેના આગામી પ્રોજેક્ટ્સમાંથી પોતાનો હાથ પાછો ખેંચી શકે છે.

અનુપમા ફેમ સમરે તેની લવ લાઈફ વિશે કર્યા રસપ્રદ ખુલાસા! કરી ચુક્યો છે ઉર્ફી જાવેદને ડેટ; જાણો વિગત

મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે 'જી લે ઝરા'ના મેકર્સ આ સમયે ચોક્કસપણે ચિંતિત છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પ્રિયંકાએ નિર્માતા ફરહાન અખ્તર અને રિતેશ સિધવાનીને તેના સ્થાને અન્ય અભિનેત્રીને સાઇન કરવાનો વિકલ્પ આપ્યો છે.તમને જણાવી દઈએ કે, પ્રિયંકાને 'જી લે ઝારા' માં કેટરિના કૈફ અને આલિયા ભટ્ટ સાથે રોડ-ટ્રિપ/હોલિડે ફિલ્મ માટે કાસ્ટ કરવામાં આવી હતી. એક ન્યૂઝ પોર્ટલ ના એક સૂત્રએ જણાવ્યું કે માતા બન્યા બાદ પ્રિયંકા ચોપરા પોતાનો બધો સમય  તેના નવજાત બાળક ને આપવા માંગે છે. આવી સ્થિતિમાં 'જી લે ઝરા'ના નિર્માતાઓ પાસે પ્રિયંકાને બદલે અન્ય અભિનેત્રીને કાસ્ટ કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.

આવનારા સમયમાં એ જોવાનું રસપ્રદ રહેશે કે મેકર્સ પ્રિયંકાની જગ્યાએ કઈ હિરોઈનને સાઈન કરે છે. પ્રિયંકા ચોપરા છેલ્લે ફરહાન અખ્તરની ધ સ્કાય ઈઝ પિંકમાં જોવા મળી હતી.

Rajkummar Rao Father: રાજકુમાર રાવ અને પત્રલેખા બન્યા પેરેન્ટ્સ, ચોથી વર્ષગાંઠ પર મળી સૌથી મોટી ભેટ!
Karan Kundrra and Tejasswi Prakash: શું ખરેખર આવતા વર્ષે લગ્ન ના બંધન માં બંધાશે તેજસ્વી પ્રકાશ અને કરણ કુન્દ્રા? અભિનેત્રી એ કર્યો ખુલાસો!
Shah Rukh Khan King: શાહરુખ ખાનનો ફિલ્મ ‘કિંગ’નો નવો લુક વાયરલ, ફેન્સ થયા દીવાના
Karisma Kapoor: કરીશ્મા કપૂરની દીકરી સમૈરાએ કોર્ટમાં કેમ કહ્યું – ‘ટ્યુશન ફી બાકી’? જાણો ૩૦,૦૦૦ કરોડના વિવાદની વિગતો
Exit mobile version