Site icon

ફિલ્મ ઈન્ડસ્ટ્રી ને લાગ્યુ કોરોનાગ્રહણ, ‘જર્સી’ પછી આ મેગા બજેટ ફિલ્મ ની રિલીઝ ડેટ થઈ પોસ્ટપોન , મેકર્સ ને થયું કરોડોનું નુકસાન; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 3 જાન્યુઆરી 2022

Join Our WhatsApp Community

સોમવાર

 

મેગા બજેટ ફિલ્મ 'RRR'ની રિલીઝ ડેટ આગળ વધારી દેવામાં આવી છે. 7 જાન્યુઆરીએ, એસએસ રાજામૌલીની ફિલ્મ થિયેટરોમાં રિલીઝ થવા જઈ રહી હતી. પરંતુ કોરોનાના વધતા જતા પ્રકોપને કારણે તેને હાલમાં રિલીઝ કરવામાં આવશે નહીં. જોકે, નવી રિલીઝ ડેટ હજુ જાહેર કરવામાં આવી નથી. આ પહેલા પણ આ ફિલ્મની રિલીઝ ડેટ ઘણી વખત આગળ ધપાવવામાં આવી છે. મલ્ટીસ્ટારર ફિલ્મ હિન્દી, તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડમાં રિલીઝ થશે.

તમને જણાવી દઈએ કે કોરોનાને કારણે ફિલ્મ પહેલાથી જ લગભગ દોઢ વર્ષ મોડી રિલીઝ થઈ રહી હતી. ફિલ્મના દિગ્દર્શક રાજામૌલી તેમજ જુનિયર એનટીઆર અને રામ ચરણ આલિયા ભટ્ટ અને અજય દેવગણ લગભગ 2 મહિનાથી પ્રમોશનમાં વ્યસ્ત છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફિલ્મના પ્રમોશનમાં અત્યાર સુધી લગભગ 40 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. જો આ ફિલ્મ નિર્ધારિત સમયમાં થિયેટરોમાં નહીં આવે તો મેકર્સને કરોડોનું નુકસાન થશે.વાસ્તવ માં , કોરોનાની ત્રીજી લહેરે  દસ્તક આપી છે. મુંબઈ સહિત દેશના વિવિધ ભાગોમાં કોરોનાના કેસ વધવા લાગ્યા છે. દિલ્હીમાં જ્યાં યલો એલર્ટ જારી કરીને સિનેમા હોલ બંધ કરી દેવામાં આવ્યા છે. તે જ સમયે, મુંબઈમાં સિનેમા હોલ રાત્રે 8 વાગ્યા પછી બંધ રહેશે. ઘણા શહેરોમાં કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યો છે. આંધ્રપ્રદેશમાં 180 થી વધુ થિયેટર બંધ કરવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં જો ફિલ્મ રીલિઝ થશે તો મોટું નુકસાન થશે.

શાહિદ કપૂરની આ અભિનેત્રી થઈ કોવિડ નો શિકાર, પોસ્ટ શેર કરીને આપી જાણકારી ; જાણો વિગત

તેનું જીવતું જાગતું ઉદાહરણ '83' છે. એક શાનદાર ફિલ્મ હોવા છતાં તે સારો દેખાવ કરી શકી નથી. RRRના નિર્માતાઓએ તેના કલેક્શનને ધ્યાનમાં રાખીને રિલીઝ ડેટ મુલતવી રાખવાનો નિર્ણય કર્યો. આ ફિલ્મને ફરી એકવાર જોવા માટે ચાહકોએ થોડી રાહ જોવી પડશે. તમને જણાવી દઈએ કે શાહિદ કપૂરની જર્સી 31 ડિસેમ્બરે રિલીઝ થવાની હતી. પરંતુ આ પણ મુલતવી રાખવામાં આવી છે.

Rajkummar Rao Father: રાજકુમાર રાવ અને પત્રલેખા બન્યા પેરેન્ટ્સ, ચોથી વર્ષગાંઠ પર મળી સૌથી મોટી ભેટ!
Karan Kundrra and Tejasswi Prakash: શું ખરેખર આવતા વર્ષે લગ્ન ના બંધન માં બંધાશે તેજસ્વી પ્રકાશ અને કરણ કુન્દ્રા? અભિનેત્રી એ કર્યો ખુલાસો!
Shah Rukh Khan King: શાહરુખ ખાનનો ફિલ્મ ‘કિંગ’નો નવો લુક વાયરલ, ફેન્સ થયા દીવાના
Karisma Kapoor: કરીશ્મા કપૂરની દીકરી સમૈરાએ કોર્ટમાં કેમ કહ્યું – ‘ટ્યુશન ફી બાકી’? જાણો ૩૦,૦૦૦ કરોડના વિવાદની વિગતો
Exit mobile version