Site icon

બોલિવૂડ મેગાસ્ટાર અમિતાભ બચ્ચનના અવાજમાં થયું ફિલ્મ ‘રાધે શ્યામ’નું બીજું ટ્રેલર રિલીઝ, હવે આ દિવસે જોવા મળશે સિનેમાઘરોમાં; જાણો વિગત, જુઓ ટ્રેલર

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 03 માર્ચ 2022           

Join Our WhatsApp Community

ગુરુવાર

સાઉથ સિનેમાના સુપરસ્ટાર એક્ટર પ્રભાસની ફેમસ ફિલ્મ 'રાધે શ્યામ'નું બીજું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મનું પહેલું ટ્રેલર ગયા વર્ષે ડિસેમ્બરમાં રિલીઝ થયું હતું, જેને દર્શકોએ ખૂબ પસંદ કર્યું હતું. હવે આ ફિલ્મનું બીજું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ખાસ વાત એ છે કે ફિલ્મના નવા ટ્રેલરમાં મેગાસ્ટાર અમિતાભ બચ્ચનનો અવાજ પણ સંભળાઈ રહ્યો છે.'રાધે શ્યામ'માં પ્રભાસ જ્યોતિષની ભૂમિકા ભજવી રહ્યો છે. ફિલ્મના બીજા ટ્રેલરની શરૂઆત પ્રભાસના શાનદાર ડાયલોગ્સથી થાય છે. ફિલ્મમાં તે જગપતિ બાબુનો હાથ જોઈને તેના મૃત્યુની આગાહી કરતો બતાવવામાં આવ્યો છે.આ પછી ફિલ્મ સાથે જોડાયેલા અન્ય પાત્રો અને દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ટ્રેલરમાં પ્રભાસ અને અભિનેત્રી પૂજા હેગડેની જોડીને ખૂબ જ સુંદર રીતે રજૂ કરવામાં આવી છે.

 

ટ્રેલરના અંતમાં અમિતાભ બચ્ચનના અવાજમાં ફિલ્મનો ડાયલોગ સંભળાય છે. જેમાં અભિનેતા કહે છે, 'યે કહાની એક જંગ હૈ, પ્યાર ઔર કિસ્મત કી'. 'રાધે શ્યામ'નું આ ટ્રેલર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે.પ્રભાસ અને પૂજા હેગડેના ફેન્સને આ ટ્રેલર ખૂબ જ પસંદ આવી રહ્યું છે. આ સાથે જ  ફિલ્મની નવી રિલીઝ ડેટની પણ જાહેરાત કરવામાં આવી છે. આ ફિલ્મ હવે 11 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થશે. અગાઉ 'રાધે શ્યામ' 14 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થવાની હતી, પરંતુ કોરોના ના વધતા જતા કેસોને ધ્યાન માં રાખી ને આ ફિલ્મની રિલીઝ ડેટ મોકૂફ રાખવામાં આવી હતી. આ બીજી વખત છે જ્યારે ફિલ્મની રિલીઝને બે વાર આગળ ધપાવવામાં આવી છે. શરૂઆતમાં આ ફિલ્મ ગયા વર્ષે જુલાઈમાં રિલીઝ થવાની હતી. પરંતુ હવે આ ફિલ્મ આ મહિનાની 11 તારીખે રિલીઝ થશે.

શું ફિલ્મ ઇન્ડસ્ટ્રી ના મોસ્ટ એલિજિબલ બેચલર સલમાન ખાને બોલિવૂડ અભિનેત્રી સોનાક્ષી સિંહા સાથે કરી લીધા ગુપચુપ લગ્ન? જાણો શું છે આ ફોટા પાછળ ની હકીકત

તમને જણાવી દઈએ કે ભૂષણ કુમાર, વંશી અને પ્રમોદ દ્વારા નિર્મિત 'રાધે શ્યામ' હિન્દી, તમિલ, તેલુગુ અને મલયાલમ ભાષાઓમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં ભાગ્યશ્રી, મુરલી શર્મા, સચિન ખેડેકર, પ્રિયદર્શી, સાશા છેત્રી, કુણાલ રોય કપૂર અને સત્યન પણ છે. પ્રભાસ ફિલ્મમાં વિક્રમાદિત્યની ભૂમિકા ભજવી રહ્યો છે, જે પ્રેમમાં બિલકુલ માનતો નથી, તે માત્ર છોકરીઓ સાથે ફ્લર્ટ કરે છે. આવી સ્થિતિમાં, તે પૂજાને મળે છે, જે પોતાને જુલિયટ તરીકે વર્ણવે છે. ત્યારબાદ પ્રભાસ પૂજાના પ્રેમમાં પડે છે.

Sanjay Kapur Property Dispute: સંજય કપૂરની ત્રીજી પત્ની પ્રિયા સચદેવે સુપ્રીમ કોર્ટમાં કરી અરજી; કરિશ્મા કપૂરના છૂટાછેડાના દસ્તાવેજોની માંગણી પાછળનું શું છે કારણ?
Border 2 Trailer: બોર્ડર 2’ નું ટ્રેલર રિલીઝ: સની દેઓલના દમદાર ડાયલોગ્સે જીત્યા દિલ, દેશભક્તિના રંગમાં રંગાયા ફેન્સ
Dhurandhar AI Reimagined: બોલીવુડના ‘ધુરંધર’ સ્ટાર્સના AI અવતાર! અમિતાભ અને વિનોદ ખન્નાનો નવો લુક જોઈને સોશિયલ મીડિયા પર ખળભળાટ
Hrithik Roshan: ખરાબ મૂડને કહો બાય-બાય! ગ્રીક ગોડ હૃતિક રોશને જણાવ્યો મનને ખુશ રાખવાનો સૌથી સરળ રસ્તો, પોસ્ટ થઇ વાયરલ
Exit mobile version