Site icon

રાજકુમાર રાવે છેતરપિંડી સામે આપી ચેતવણી, અભિનેતાના નામે આટલા કરોડનો ફ્રોડ કરવાની બનાવી યોજના! જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 6 જાન્યુઆરી 2022

Join Our WhatsApp Community

ગુરુવાર

આ દિવસોમાં ઈન્ટરનેટ બેન્કિંગનો ટ્રેન્ડ જેટલો સામાન્ય બની રહ્યો છે તેટલો જ સાયબર ક્રાઈમ પણ વધી રહ્યો છે. દરરોજ આપણને બધાને વોટ્સએપ, મોબાઈલ મેસેજ અને ઈમેઈલ પર દરેક પ્રકારની લલચામણી ઓફરો આપવામાં આવે છે, કોઈ તેના પર ક્લિક કરતાની સાથે જ તેનું એકાઉન્ટ હેંગ થઈ જાય છે અને આ દરમિયાન ઠગ  પોતાનું કામ કરી જાય છે.તેથી, બેંકો અને અન્ય સંસ્થાઓ આવા ઠગથી સાવધ રહેવાની અપીલ કરતી રહે છે. ઘણા લોકો સાયબર ફ્રોડનો શિકાર બન્યા છે, આવી સ્થિતિમાં ગુંડાઓએ બોલિવૂડ એક્ટર રાજકુમાર રાવને પણ બક્ષ્યો નથી . અભિનેતા ના  નામ પર કરોડોની માંગણી કરી હતી.

રાજકુમાર રાવના નામે ઠગ લોકોએ નકલી ઈમેલ આઈડી બનાવીને લોકો પાસેથી 3 કરોડ રૂપિયા પડાવવાનો પ્લાન બનાવ્યો છે. અભિનેતાએ નકલી ઈમેલની કોપી શેર કરી છે, જેમાં અભિનેતાના નામ પર ફિલ્મ કરાર માટે 3 કરોડ 10 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી છે.જ્યારે અભિનેતાને સમયસર આ છેતરપિંડી વિશે ખબર પડી, ત્યારે તેણે તેના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી, સાવચેત રહેવાની ચેતવણી આપી. રાજકુમાર રાવે લખ્યું, 'ફેક, મહેરબાની કરીને આવા લોકોથી સાવધાન રહો. હું સૌમ્યા નામની કોઈ વ્યક્તિને ઓળખતો નથી. આ લોકો નકલી ઈમેલ આઈડી અને મેનેજરનો ઉપયોગ કરીને લોકોને મૂર્ખ બનાવી રહ્યા છે.

રાજકુમારે મેઈલનો સ્ક્રીનશોટ શેર કર્યો, જેમાં લખ્યું હતું, 'હાય અર્જુન, તારી અને મારી મેનેજર સૌમ્યા સાથેની છેલ્લી વાતચીત મુજબ, હું કહેવા માંગુ છું કે હું શ્રી સંતોષ મસ્કી દ્વારા લખાયેલી 'હનીમૂન પેકેજ' નામની ફિલ્મ કરવા તૈયાર છું..અને દિગ્દર્શક પણ શ્રી સંતોષ મસ્કી છે. હું અત્યારે મુંબઈમાં નથી, તેથી હું મેઈલ પર જ મારી સંમતિ મોકલી રહ્યો છું. જ્યારે હું મુંબઈ પહોંચીશ ત્યારે હસ્તાક્ષર કરવાની પ્રક્રિયા અને સ્ક્રિપ્ટ, મેઇલ કરેલા કરારની હાર્ડ કોપી ઉપલબ્ધ થશે.આગળ લખ્યું છે કે, 'આ કરાર ત્યારે જ ધ્યાનમાં લેવામાં આવશે જ્યારે મારા બેંક ખાતામાં 3 કરોડ 10 લાખ (કુલ ફીના 50%) જમા થશે અથવા મારી  મેનેજર સૌમ્યાએ કહ્યું છે કે તમે મને 10 લાખ રોકડા અને 3 કરોડ રૂપિયા ચેક આપશો. હું 6ઠ્ઠી જાન્યુઆરીએ હૈદરાબાદમાં રામોજી ફિલ્મ સિટીમાં વર્ણન માટે છું. તમે, દિગ્દર્શક અને નિર્માતા બધાને મેઇલ સાથે આમંત્રિત કર્યા છે.સાદર રાજકુમાર રાવ'.

કરણ જોહર તેની કારકિર્દીની સૌથી મોટી એક્શન ફિલ્મનું કરશે નિર્દેશન, આ સુપરસ્ટાર ભજવી શકે છે મુખ્ય ભૂમિકા; જાણો વિગત

એવું નથી કે રાજકુમાર રાવ બોલિવૂડના પહેલા એવા સેલિબ્રિટી છે જેમના નામે ઠગની રમત રમવાની યોજના છે. આ પહેલા સદીના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન, બોલિવૂડ અભિનેત્રી સ્વરા ભાસ્કર, શ્રુતિ હસન, અમીષા પટેલ, ફરાહ ખાન, ઉર્મિલા માતોંડકરના સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક કરવામાં આવ્યા છે.

Hansika Motwani: હંસિકા મોટવાણી અને તેની માતા ની મુશ્કેલી વધી, અભિનેત્રી ની પૂર્વ ભાભી એ બંને પર લગાવ્યા આવા ગંભીર આરોપ
Taarak Mehta Ka Ooltah Chashmah : ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’એ પૂર્ણ કર્યા 4500 એપિસોડ, વિવાદો વચ્ચે પણ શો ની યાત્રા યથાવત
Aryan Khan: ‘બેડસ ઓફ બોલીવૂડ’ સિરીઝ થી આર્યન ખાને ડાયરેકશન ની સાથે સાથે આ ક્ષેત્ર માં પણ કર્યું ડેબ્યુ
Two Much Teaser : ‘કોફી વિથ કરણ’ ને ટક્કર આપવા આવી રહ્યો છે ‘ટૂ મચ વિથ કાજોલ એન્ડ ટ્વિંકલ’, શો નું ધમાકેદાર ટીઝર થયું રિલીઝ
Exit mobile version