Site icon

રણબીર-આલિયા ડેસ્ટિનેશન વેડિંગ નહીં પરંતુ આ જગ્યા એ કરશે લગ્ન, નિભાવશે ઘર ની પરંપરા; જાણો વિગત

News Continuous Bureau | Mumbai

આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્ન હાલના દિવસોમાં ચર્ચામાં છે. સમાચાર અનુસાર, આ કપલ આ મહિનાના બીજા સપ્તાહમાં લગ્નના બંધનમાં બંધાશે. જો કે, લગ્નને લઈને હજુ સુધી કપૂર અને ભટ્ટ પરિવાર તરફથી કોઈ સત્તાવાર નિવેદન બહાર આવ્યું નથી. પહેલા એવા સમાચાર હતા કે બંને ડેસ્ટિનેશન વેડિંગ કરશે, પરંતુ લેટેસ્ટ રિપોર્ટ્સનું માનીએ તો આ લગ્ન આરકે હાઉસમાં થશે, તેની તૈયારીઓનું કામ જોરશોરથી ચાલી રહ્યું છે. સામે આવી રહેલા સમાચાર મુજબ રણબીર આરકે હાઉસમાં આલિયા સાથે પોતાના ઘરની પરંપરાને આગળ વધારશે. વાસ્તવમાં, ઋષિ કપૂર અને નીતુ કપૂરે 20 જાન્યુઆરી 1980ના રોજ આરકે હાઉસમાં જ સાત ફેરા લીધા હતા. 

Join Our WhatsApp Community

કપૂર પરિવાર એપ્રિલના અંતમાં રણબીર અને આલિયાના લગ્ન કરવા માંગતો હતો, પરંતુ આલિયા ભટ્ટનો પરિવાર જલ્દીથી જલ્દી લગ્ન કરવા માંગે છે કારણ કે અભિનેત્રીના દાદા નરેન્દ્રનાથ રાઝદાનની તબિયત ખૂબ જ ખરાબ છે. રિપોર્ટ અનુસાર, કપલના નજીકના લોકો દ્વારા કહેવામાં આવ્યું છે કે બંને એપ્રિલના બીજા સપ્તાહમાં લગ્ન કરશે. જો કે લગ્નની તારીખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.તમને જણાવી દઈએ કે રણબીર કપૂર તેના દાદા દાદી એટલે કે રાજ કપૂર અને કૃષ્ણા રાજ કપૂરની ખૂબ જ નજીક હતો. તે ચેમ્બુરના આરકે હાઉસમાં રહે છે. અને આ જ કારણ છે કે રણબીરે પણ આ ઘરમાં લગ્ન કરવાનો નિર્ણય લીધો છે. સમાચાર મુજબ લગ્નમાં 450 મહેમાનો હાજરી આપશે. આટલું જ નહીં, આ લગ્નની પ્લાનિંગ સ્કવોડ વેડિંગ પ્લાનર્સને સોંપવામાં આવી છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે કપૂર પરિવારે તેમના તમામ મહેમાનોને લગ્નમાં સામેલ થવા માટે અન્ય કામોથી મુક્ત રહેવા માટે પણ કહ્યું છે.

આ સમાચાર પણ વાંચો :વનરાજ ના જીવન માં, અનુપમા-કાવ્યા પહેલા પણ હતી બીજી ગર્લફ્રેન્ડ, ‘અનુપમા – નમસ્તે અમેરિકા’ દ્વારા ખુલશે ઘણા રહસ્યો; જાણો વિગત

હાલમાં જ નીતુ સિંહ એક રિયાલિટી શોના શૂટિંગના સ્થળે જોવા મળી હતી. આ દરમિયાન મીડિયા ફોટોગ્રાફર્સે તેમને પૂછ્યું કે વહુ ક્યારે ઘરે આવી રહી છે. આ અંગે નીતુએ મજાકિયા અંદાજમાં જવાબ આપ્યો હતો. તેણીએ ફક્ત તેના બંને હાથ ઉભા કર્યા અને હસવા લાગી. તેમનો ઈશારો હતો કે ભગવાન ઈચ્છશે ત્યારે જ બધું થશે.બંને ના વર્ક ફ્રન્ટ ની વાત કરીએ તો, તાજેતરમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટે તેમની આગામી ફિલ્મ બ્રહ્માસ્ત્રનું શૂટિંગ પૂર્ણ કર્યું છે. તે છેલ્લા 5 વર્ષથી આ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હતા. આ ફિલ્મના નિર્દેશક અયાન મુખર્જી છે. આ સિવાય આલિયા રોકી ઔર રાનીકી  લવસ્ટોરીમાં જોવા મળશે. આ સાથે જ રણબીર શમશેરા અને એનિમલમાં જોવા મળશે.

Katrina Kaif and Vicky Kaushal: કેટરીના કૈફ અને વિક્કી કૌશલ બન્યા માતા-પિતા, હોસ્પિટલ એ આપ્યું માતા અને દીકરા નું સ્વાસ્થ્ય અપડેટ
Somy Ali on Salman khan: સોમી અલી એ સલમાન ખાન પર ફરી લગાવ્યો ગંભીર આરોપ, વિડીયો શેર કરી કહી આવી વાત
Shraddha Kapoor: શ્રદ્ધા કપૂર બની ‘જૂડી હોપ્સ’નો અવાજ,બોલિવૂડની ‘ક્યૂટ ગર્લ’ નું ડિઝની વર્લ્ડમાં ધમાકેદાર ડેબ્યુ!
Shahrukh khan King: શાહરૂખ ખાનની ‘કિંગ’માં હશે 15 દિગ્ગજ અભિનેતાઓ! જાણો કોણ કોણ જોડાશે?
Exit mobile version