Site icon

બાળક ના આગમન પહેલા રણબીર કપૂરે ટીવી ની આદર્શ માતા અનુપમા પાસેથી લીધી આ ખાસ તાલીમ-જુઓ આ વાયરલ વિડીયો

News Continuous Bureau | Mumbai

બોલિવૂડના પાવર કપલ તરીકે જાણીતા આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે (Alia Bhatt- Ranbir kapoor)હાલમાં જ  તેમના માતા પિતા (parent)બનવાના સમાચાર આપ્યા  હતા.  તાજેતર માં  રણબીર કપૂર સ્ટાર પરિવાર શો સાથે સ્ટાર રવિવારમાં (star ravivar)જોવા મળ્યો હતો. તેણે અનુપમાની રૂપાલી ગાંગુલી પાસેથી પેરેન્ટિંગ ટિપ્સ(parenting tips) લીધી. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં રણબીરની સ્ટાઈલ ફેન્સને પસંદ આવી રહી છે.એક ફેન પેજએ એક વીડિયો શેર કર્યો છે જેમાં રૂપાલી ગાંગુલી (Rupali Ganguli)અને રણબીર કપૂર સ્ટેજ પર જોઈ શકાય છે. આ વીડિયોમાં રણબીર કપૂર કહેતો જોવા મળી રહ્યો છે કે, શું તમે મને દુનિયાના શ્રેષ્ઠ પિતા (best father)બનવા માટે થોડી મદદ કરશો, મને મદદ કરો હું શું કરી શકું? તો રૂપાલી રણબીરના ખોળામાં એક ઢીંગલી આપી રહી છે અને કહી રહી છે કે તેને આવા ખોળામાં લઈ લો અને કાળજી લો. રણબીર ઢીંગલીને બોલાવતો જોવા મળે છે. તે ઢીંગલીનું ડાયપર બદલતો જોવા મળે છે.

Join Our WhatsApp Community

આ વીડિયોને શેર કરતા કેપ્શનમાં લખ્યું કે, તે ખૂબ જ ક્યૂટ છે. મેમ રણબીરને શીખવી રહી છે કે બાળકને કેવી રીતે હેન્ડલ કરવું. આ રવિવાર ધમાકેદાર થવાનો છે. સુપર ઉત્સાહિત. ફેન્સ આ વીડિયો પર જોરદાર કોમેન્ટ (comments)કરી રહ્યા છે.તમને જણાવી દઈએ કે રણબીર અને આલિયાએ અયાન મુખર્જીની ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં(Brahmastra) સાથે કામ કર્યા બાદ 2017માં ડેટિંગ કરવાનું શરૂ કર્યું હતું. લગભગ 5 વર્ષ સુધી ડેટિંગ કર્યા પછી, આ કપલે એપ્રિલ 2022 માં લગ્ન(marriage) કર્યા. જૂનમાં આલિયાએ સોશિયલ મીડિયા પર પ્રેગ્નન્સીની(pregnancy news) જાહેરાત કરી હતી. આલિયા અને રણબીર બંને આજકાલ પોતપોતાના પ્રોજેક્ટ પૂરા કરવામાં વ્યસ્ત છે.

આ સમાચાર પણ વાંચો : શું બીટ્ટુ લેશે ટપ્પુનું સ્થાન -તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં થઇ નવા કલાકાર ની એન્ટ્રી-જાણો શો ના અપડેટ વિશે

તમને જણાવી દઈએ કે આ દિવસોમાં રણબીર તેની આગામી ફિલ્મ ‘શમશેરા’નું પ્રમોશન (Shamshera promotion)કરી રહ્યો છે. ફિલ્મમાં રણબીર કપૂર, સંજય દત્ત અને વાણી કપૂર મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ‘શમશેરા’ 22 જુલાઈ 2022ના રોજ હિન્દી, તમિલ અને તેલુગુમાં રિલીઝ થશે. આ સિવાય રણબીર ‘બ્રહ્માસ્ત્ર’માં જોવા મળશે. જેમાં તે અને આલિયા પહેલીવાર સાથે જોવા મળશે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, નાગાર્જુન અને મૌની રોય પણ છે.

 

Dharmendra Health Update: ‘હું નબળી પડી શકતી નથી!’ ધર્મેન્દ્રની તબિયત પર હેમા માલિનીનું ભાવુક નિવેદન, બાળકોને લઈને કહી આ મોટી વાત
Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2: કયુંકી માં એ જ જૂની સ્ટોરી લાઈન જોઈને બોર થઇ ગયા દર્શકો!હવે શું થશે ટીઆરપી નું?
120 Bahadur: ફિલ્મ ‘120 બહાદુર’ના મેકર્સે લોન્ચ કરી ડાક ટિકિટ, ફરહાન અખ્તરે રક્ષા મંત્રી રાજનાથ સિંહ સાથે મુલાકાત કરી
Rashmika and Vijay: ‘ધ ગર્લફ્રેન્ડ’ના સફળતા કાર્યક્રમમાં રશ્મિકા સાથે વિજય દેવરકોન્ડા એ કર્યું એવું કામ કે, વીડિયો થયો વાયરલ
Exit mobile version