Site icon

‘KGF 2’ જોઈને રણવીર સિંહે આપી તેની પ્રતિક્રિયા, રોકી ભાઈ ના વખાણમાં કહી આ વાત

News Continuous Bureau | Mumbai

બોલિવૂડ એક્ટર રણવીર સિંહ (Ranveer singh)આ દિવસોમાં પોતાની આગામી ફિલ્મોને લઈને ચર્ચામાં છે. અભિનેતાની ઘણી ફિલ્મો રિલીઝ થવાની તૈયારીમાં છે, જેમાં 'જયેશભાઈ જોરદાર'નો (Jayeshbhai jordar)સમાવેશ થાય છે. રણવીર આ દિવસોમાં પોતાની ફિલ્મનું જોરદાર પ્રમોશન (film promotion)કરી રહ્યો છે. આવી સ્થિતિમાં, અભિનેતાએ તાજેતરમાં એક ઇન્ટરવ્યુ (interview)આપ્યો હતો, જેમાં તેણે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહેલી ફિલ્મ 'KGF ચેપ્ટર 2' (KGF-2)પર તેની પ્રતિક્રિયા આપી હતી. અભિનેતાએ કહ્યું કે તે ફિલ્મ જોયા પછી તેના હોશ ઉડી ગયા. 

Join Our WhatsApp Community

તાજેતર માં જ રણવીર સિંહે એક ઈન્ટરવ્યુ આપ્યો હતો, જેમાં તેણે કહ્યું હતું કે 'KGF ચેપ્ટર 2' 9KGF-2)જોયા બાદ તે અભિનેતા યશથી (Yash) ખૂબ જ પ્રભાવિત થયો છે. રણવીરે કહ્યું, 'જ્યારે મેં 'KGF 2' જોયું તો હું ચોંકી ગયો. રોકિંગ સ્ટાર યશ,(rockstar Yash) વાહ. આખી ફિલ્મમાં મને એવું હતું કે ' તેને મારો યશ, તેને મારી નાખો.' મને ખરેખર આ પ્રકારનું સિનેમા ગમે છે. આ મારો પહેલો પ્રેમ છે.' આની આગળ રણવીર સિંહે કહ્યું, 'મગધીરા હોય કે કેજીએફ, હું રાત્રે પથારીમાં એકલો આવી ફિલ્મો જોઉં છું અને અંતે તાળીઓ વગાડું છું. દર્શકો સાથે ન જોવા છતાં પણ હું ફિલ્મ માટે હોટિંગ અને ચીયર કરી રહ્યો છું. આ પ્રકારના સિનેમા માટે મારો પ્રેમ આવો જ  છે.’ તમને જણાવી દઈએ કે,   'KGF ચેપ્ટર 2'એ (KGF-2) વિશ્વભરમાં 1000 કરોડનો આંકડો પાર કરી લીધો છે અને હવે આ ફિલ્મ 1000 કરોડનો કમાણી કરનાર ચોથી ભારતીય ફિલ્મ (Indian film) બની ગઈ છે.

આ સમાચાર પણ વાંચો: અનુપમા-અનુજ ની સંગીત સેરેમની બાદ વાર્તા માં આવશે મોટો ટ્વિસ્ટ, ટ્વિટર પર #StopRuiningAnupama થઇ રહ્યું છે ટ્રેન્ડ; જાણો શું છે કારણ

રણવીર સિંહ ની ફિલ્મ 'જયેશભાઈ જોરદાર' (Jayeshbhai Jordar) 13 મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. ફિલ્મની વાર્તા સ્ત્રી ભૃણ હત્યા જેવા સામાજિક મુદ્દાને ધ્યાનમાં રાખીને લખવામાં આવી છે. આ ફિલ્મમાં રણવીર સિંહ (Ranveer Singh)તેની અજાત બાળકીને બચાવતો જોવા મળશે. ફિલ્મમાં રણવીર સિંહ જયેશભાઈનું પાત્ર ભજવી રહ્યો છે અને બોમન ઈરાની અભિનેતાના પિતાનું પાત્ર ભજવી રહ્યો છે. અભિનેત્રી શાલિની પાંડે આ ફિલ્મ દ્વારા બોલિવૂડમાં ડેબ્યુ (Bollywood debut) કરવા જઈ રહી છે.

O’Romeo Legal Trouble: શાહિદ કપૂરની ‘ઓ રોમિયો’ ફસાઈ કાયદાકીય ગૂંચમાં! હુસૈન ઉસ્તરાની પુત્રીએ ફટકારી નોટિસ, જાણો સમગ્ર મામલો
K3G Trivia: ‘બોલે ચૂડિયા’ ગીત માટે કરન જોહરે કેમ બજેટની મર્યાદાઓ તોડી નાખી? જાણો આ આઇકોનિક ગીત પાછળ થયેલા કરોડોના ખર્ચની કહાની
Samantha Ruth Prabhu on Haq: યામી ગૌતમની ફિલ્મ ‘હક’ જોઈને સામંથા રુથ પ્રભુ થઈ આફરીન: સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને કર્યા મન ભરીને વખાણ
Toxic Scene Controversy: ‘ટોક્સિક’ વિવાદમાં ફસાયા રોકી ભાઈ: યશનો જૂનો વીડિયો વાયરલ થતા લોકોએ કહ્યું- “પૈસા માટે બદલાઈ ગયા”, જાણો શું છે સમગ્ર મામલો.
Exit mobile version