ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૩ જુલાઈ ૨૦૨૧
શનિવાર
બૉલિવુડ ઍક્ટર રણવીર સિંહ ટૂંક સમયમાં નાની સ્ક્રિન પર જોવા મળશે. ઍક્ટર વિઝ્યુઅલ બેસ્ડ ક્વિઝ શો, 'ધ બિગ પિક્ચર'માં હોસ્ટ તરીકે જોવા મળશે. આગામી જનરેશન ક્વિઝ શો 'ધ બિગ પિક્ચર' પહેલી પ્રૉપર્ટી છે, જે નૉલેજ અને વિઝ્યુઅલ મેમરીનું મિશ્રણ છે. આ રસપ્રદ કન્ટેન્ટ રણવીર સિંહની સાથે ભારતમાં ગેમ શોના સિદ્ધાંતને નવા અંદાજમાં પ્રસ્તુત કરશે અને દર્શકોને લાખો રૂપિયા જીતવાની તક પણ મળશે.
આ જાણીતો ઍક્ટર અને DJ સપડાયા છેતરપિંડીમાં, EDનું તેડું આવ્યું; જાણો વિગત
'ધ બિગ પિક્ચર'માં ગ્રાન્ડ પ્રાઇઝ મની જીતવા માટે કન્ટેસ્ટન્ટ્સને ત્રણ લાઇફલાઇનની મદદથી બાર વિઝ્યુઅલ બેસ્ડ પ્રશ્નોના જવાબ આપવા પડશે. શોનું ફોર્મેટ દર્શકોને ઘરેબેઠાં રમવા અને મોટી પ્રાઇઝ જીતવાની તક આપશે. શો વિશે વાત કરતાં રણવીર સિંહ જણાવે છે કે કલાકાર તરીકે મારી સફરમાં પ્રયોગ કરવા અને શોધ કરવાની મારી ભૂખ હંમેશાં રહે છે. ભારતીય સિનેમાએ મને બધું આપ્યું છે, તે એક અભિનેતા તરીકે આગળ વધવા અને પોતાની સ્કિલ્સનું પ્રદર્શન કરવાનું એક મંચ રહ્યું છે અને ભારતીયોએ મને ઘણો સ્નેહ આપ્યો છે.