Site icon

સલમાન ખાનને જન્મદિવસે મળી કરોડોની ગિફ્ટ, કેટરીના, જેકલીન સહિત આ હસ્તીઓએ આપી લાખો ની ભેટ; વાંચો પુરી લિસ્ટ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 30 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

ગુરુવાર

 

બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાને 27 ડિસેમ્બરે પોતાનો 56મો જન્મદિવસ ઉજવ્યો. અભિનેતાનો જન્મદિવસ તેના પનવેલ ફાર્મહાઉસમાં ઉજવવામાં આવ્યો હતો, જેમાં બોલિવૂડની ઘણી હસ્તીઓએ હાજરી આપી હતી. ભાઈજાનના જન્મદિવસ પર તેને તેના મિત્રો અને પરિવાર તરફથી ઘણી મોંઘી ભેટ મળી હતી. એક મીડિયા હાઉસે  પોતાના અહેવાલમાં સલમાન ખાનને તેના જન્મદિવસ પર મળેલી ભેટ વિશે માહિતી આપી છે.

રિપોર્ટ્સનું માનીએ તો ભાઈજાનના જન્મદિવસ પર તેની ખાસ મિત્ર કેટરીના કૈફે તેને ગિફ્ટમાં સોનાનું બ્રેસલેટ આપ્યું છે. આ બ્રેસલેટની કિંમત 2-3 લાખ રૂપિયા જણાવવામાં આવી રહી છે.અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિઝે સલમાનને ચોપાર્ડ બ્રાન્ડની ઘડિયાળ ભેટમાં આપી છે. જેની કિંમત 10 થી 12 લાખ જણાવવામાં આવી રહી છે.અભિનેતા સંજય દત્તે સલ્લુભાઈને તેમના જન્મદિવસ પર હીરાનું બ્રેસલેટ ભેટમાં આપ્યું છે. તેની કિંમત 7-8 લાખ રૂપિયા જણાવવામાં આવી રહી છે. સલમાનના સૌથી નાના ભાઈ સોહેલે તેને BMW S 1000 RR ગિફ્ટ કરી છે, જેની કિંમત લગભગ 23-25 ​​લાખ છે. 

અરબાઝ ખાને તેને Audi RS Q8 ભેટ આપી, જેની કિંમત 2-3 કરોડ છે.બોલિવૂડ એક્ટર અનિલ કપૂરે સલમાનને લેધર જેકેટ ગિફ્ટ કર્યું હતું, જેની કિંમત 27-29 લાખ રૂપિયા છે. અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ તેના બેસ્ટ ફ્રેન્ડને સોના અને હીરાનું બ્રેસલેટ આપ્યું હતું, જેની કિંમત 16-17 લાખ હોવાનું કહેવાય છે. સલમાનના પિતા સલીમે તેમના પ્રિય પુત્રને જુહુમાં એક એપાર્ટમેન્ટ ગિફ્ટ કર્યું છે. તેની કિંમત પણ કરોડોમાં છે.સલમાન ખાનની પ્રિય અને લાડલી  બહેન અર્પિતા ખાને તેને રોલેક્સની ઘડિયાળ ભેટમાં આપી છે, જેની કિંમત 15-17 લાખ રૂપિયા છે. તેમજ, તેના જીજા આયુષે તેને સોનાની ચેન ભેટમાં આપી છે. જેની કિંમત 73,000-75,000 હજાર રૂપિયા છે.

'બચપન કા પ્યાર' ફેમ સહદેવ નો ગંભીર માર્ગ અકસ્માત થયો. જાણો હાલ કેવી છે તેની તબીયત.

તમને જણાવી દઈએ કે જન્મદિવસના એક દિવસ પહેલા સલમાનને સાપે ડંખ માર્યો હતો. જોકે, સદનસીબે તે સાપ ઝેરી નહોતો. હોસ્પિટલમાં થોડા કલાકો વિતાવ્યા બાદ સલમાન સ્વસ્થ થયો અને ઘરે પરત ફર્યો.

Kamini Kaushal passes away: બોલિવૂડના દિગ્ગજ અભિનેત્રી કામિની કૌશલનું 98 વર્ષની વયે નિધન.
De De Pyaar De 2 Review: તમે પણ વિકેન્ડ માં દે દે પ્યાર દે ર જોવા નું વિચારી રહ્યા છો તો ટિકિટ બુક કરાવતા પહેલા વાંચી લો ફિલ્મ નો રીવ્યુ
Dharmendra ICU Video Leak: ધર્મેન્દ્રનો ICU વીડિયો વાયરલ કરનાર હોસ્પિટલ સ્ટાફની ધરપકડ, પ્રાઇવસી ભંગ બદલ પોલીસની કાર્યવાહી
Jaya Bachchan: ફરી પાપારાઝી પર ગુસ્સે થઇ જયા બચ્ચન, ફોટો લેવા ને લઈને કહી આવી વાત
Exit mobile version