Site icon News Continuous Bureau | Mumbai

સલમાન ખાન મીરાબાઈ ચાનુ સાથેના ફોટોને લઈને એક વાર ફરી થયો ટ્રોલ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 12 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Channel

ગુરુવાર

ટોક્યો ઑલિમ્પિકમાં ભારતને પહેલો સિલ્વર મેડલ અપાવનાર વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનુએ હાલમાં જ સલમાન ખાન સાથે મુલાકાત કરી હતી. સલમાન ખાને મીરાબાઈ ચાનુ સાથેની એક  મુલાકાતનો ફોટો તેના સોશિયલ મીડિયા ઍકાઉન્ટ પર શૅર કર્યો. ફોટો શૅર કર્યા બાદ તરત જ સલમાન ખાન ટ્રોલ થવા લાગ્યો. શૅર કરેલા એ ફોટામાં લોકોએ કંઈક એવું જોયું જેનો સલમાન ખાન સાથે જૂનો સંબંધ છે.

નાટકનો સેટ ચોરાયો; નાટ્યલેખકે લગાવ્યો શ્રેયસ તલપડે પર આરોપ

શૅર કરેલા ફોટામાં સલમાન ખાનની સાથે મીરાબાઈ હસતી નજર આવી રહી છે. સલમાને આ ફોટાને શૅર કરીને કૅપ્શનમાં લખ્યું કે સિલ્વર મેડલ વિજેતા મીરાબાઈ ચાનુ તમને ખૂબ શુભકામનાઓ… તમારી સાથેની મુલાકાત સારી રહી… શુભકામનાઓ.શૅર કરેલા ફોટામાં સલમાન ખાનના ગળામાં એક મણિપુરી સ્કાર્ફ જોવા મળી રહ્યો છે. એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે હોઈ શકે કે મીરાબાઈ ચાનુએ તેને આ સ્કાર્ફ ગિફ્ટમાં આપ્યો હોય! સ્કાર્ફ ઉપર કાળા હરણનો ફોટો જોવા મળી રહ્યો છે. બસ, પછી તો લોકોએ સલમાનના સ્કાર્ફ પર હરણનો ફોટો જોયો કે તરત જ તેના ઉપર કમેન્ટનો વરસાદ કરી તેને ટ્રૉલ કરવા લાગ્યા.

Ramanand Sagar Grandson On Ranbir Kapoor Ramayan ‘રણબીર કપૂર રામ નહીં, કૃષ્ણ માટે વધુ યોગ્ય’ નિતેશ તિવારીની ‘રામાયણ’ પર રામાનંદ સાગરના પૌત્રે ફરી ઉઠાવ્યા સવાલ
Hanuman Ansh And Mirzapur Box Office Collection ‘હનુમાન અંશ’ની કમાણીમાં ફરી ઉછાળો ‘મિર્ઝાપુર’ પણ ૨૦૦ કરોડ ક્લબમાં સામેલ, જાણો કલેક્શન
Katrina Kaif Post Pregnancy Changes બોડી શેમિંગ વચ્ચે કેટરિના કૈફે કરી વાત પ્રેગ્નન્સી પછી ત્વચામાં આવેલા ફેરફારો અને સ્કિનકેર રૂટિન અંગે કર્યો ખુલાસો
Vicky Kaushal Buys iPhone 18 Pro Max એપલ સ્ટોર પહોંચ્યા વિક્કી કૌશલ ખરીદ્યો iPhone 18 Pro Max સ્પેશિયલ એડિશન, ફેન્સ સાથે લીધી સેલ્ફી
Exit mobile version