News Continuous Bureau | Mumbai
બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનો વિવાદો સાથે જૂનો સંબંધ છે. ઘણીવાર તેમના જીવનમાં કેટલીક પરેશાનીઓ દસ્તક દેતી રહે છે. હવે ફરી ‘ભાઈજાન’ કાયદાકીય મુશ્કેલીમાં ફસાયેલો જોવા મળ્યો છે. તાજેતરમાં જ મુંબઈની સ્થાનિક અદાલતે સલમાન અને તેના બોડીગાર્ડ નવાઝ શેખ સામે સમન્સ જારી કર્યું છે.
તમને જણાવી દઈએ કે આ વિવાદ 2019નો છે. વાત એવી છે કે, 2019માં પત્રકાર અશોક પાંડેએ સલમાન અને તેના બોડીગાર્ડ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતી વખતે જણાવ્યું હતું કે તે તેના કેમેરામેન સાથે ક્યાંક જઈ રહ્યો હતો, ત્યારે સલમાન ખાન રસ્તા પર સાઈકલ ચલાવતો હતો.આ પછી, તેણે અભિનેતાના અંગરક્ષકોની પરવાનગી લીધા પછી તેનો વીડિયો રેકોર્ડ કરવાનું શરૂ કર્યું, પરંતુ બાદમાં સલમાને તેનો વિરોધ કર્યો.પત્રકારની ફરિયાદ મુજબ, બાદમાં સલમાન ખાનના બોડીગાર્ડે તેના પર હાથ ઉપાડ્યો હતો. તેમનું કહેવું છે કે અભિનેતાએ તેની સાથે મારપીટ કરી અને તેનો ફોન પણ છીનવી લીધો. બાદમાં તેણે પત્રકારને ધમકી પણ આપી હતી. ત્યારબાદ પત્રકારે સલમાન અને તેના બોડીગાર્ડ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. મીડિયા અહેવાલો અનુસાર, સલમાન પર ભારતીય દંડ સંહિતાની કલમ 504 (શાંતિ ભંગને ઉશ્કેરવાના હેતુથી ઈરાદાપૂર્વક અપમાન) અને 506 (ગુનાહિત ધમકી) હેઠળ આરોપ મૂકવામાં આવ્યો છે. હવે કોર્ટે સુપરસ્ટારને સમન્સ જારી કર્યા છે. આ મામલે આગામી સુનાવણી 5 એપ્રિલે થશે.હવે આ મામલામાં કોર્ટનું કહેવું છે કે એકવાર આના પર પ્રક્રિયા જારી થઈ જાય તો આરોપીઓએ કોર્ટમાં હાજર થવું પડશે.
આ સમાચાર પણ વાંચો : ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ માં આ કારણે દયાબેન પાછા નથી ફરી રહ્યા, જેઠાલાલે કહી આવી વાત; જાણો વિગત
સલમાનના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે ટૂંક સમયમાં 'ટાઈગર 3'માં જોવા મળવાનો છે. આ પછી તે 'કિક 2' અને 'કભી ઈદ કભી દિવાલી'માં પણ જોવા મળશે. આ સિવાય તે શાહરૂખ ખાનની ફિલ્મ 'પઠાણ'માં કેમિયો કરતો જોવા મળશે.આ ઉપરાંત તે સાઉથ સુપરસ્ટાર ચિરંજીવી સાથે મોસ્ટ અવેટેડ ફિલ્મ 'ગોડ ફાધર'માં પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.