Site icon

‘સેમ બહાદુર’ માં થઇ દંગલ ગર્લ્સની એન્ટ્રી, ફાતિમા સના શેખ અને સાન્યા મલ્હોત્રા ભજવશે આ ભૂમિકા; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 14 ડિસેમ્બર 2021      

Join Our WhatsApp Community

મંગળવાર

વિકી કૌશલની નવી ફિલ્મ 'સેમમ બહાદુર 'ની કાસ્ટ ફાઈનલ થઈ ગઈ છે. તેમાં વિકી કૌશલ સાથે ફાતિમા સના શેખ અને સાન્યા મલ્હોત્રા જોવા મળશે. સાન્યા વિક્કીની પત્ની બનશે. આ ફિલ્મ ભારતના મહાન યુદ્ધ નાયકોમાંના એક બહાદુર સેમ માણેકશાના જીવન અને સમય પર આધારિત છે. માણેકશા ની લશ્કરી કારકિર્દી ચાર દાયકાઓ અને પાંચ યુદ્ધો સુધી ફેલાયેલી હતી. તેઓ ફિલ્ડ માર્શલના હોદ્દા પર બઢતી મેળવનાર પ્રથમ ભારતીય સૈન્ય અધિકારી હતા અને 1971ના ભારત-પાક યુદ્ધમાં ભારતીય સેનાની નિર્ણાયક જીત આર્મીના વડા તરીકે તેમની કમાન્ડ હેઠળ હતી. રસપ્રદ વાત એ છે કે આ વર્ષે 1971ના યુદ્ધના 50 વર્ષ પણ પૂરા થયા.

વિકી કૌશલ અને કેટરિના કૈફે કંગના રનૌતને મોકલી લગ્નની ભેટ, અભિનેત્રીનો ફોટો શેર કરી ને કહી આ વાત ; જાણો વિગત

નાયકના પાત્રને વિકી કૌશલ દ્વારા જીવંત કરવામાં આવશે, ત્યારે સાન્યા મલ્હોત્રા તેની પત્ની સિલ્લુની ભૂમિકામાં જોવા મળશે જે માણેકશાની આધારસ્તંભ અને શક્તિ છે. અને ફાતિમા સના શેખ દેશની પ્રથમ મહિલા વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના રોલમાં જોવા મળશે.'સેમ બહાદુર' માં સાન્યા મલ્હોત્રા અને ફાતિમા સના શેખના સમાવેશથી મેઘના ખૂબ જ ખુશ છે. તેમણે કહ્યું, “મારી પાસે ઉજવણી કરવા માટે ઘણું બધું છે… 1971ના યુદ્ધમાં આપણી સેનાની ઐતિહાસિક જીતના 50 વર્ષ પૂરા કરવાનો ગર્વ છે.અને સાન્યા મલ્હોત્રા અને ફાતિમા સના શેખ 'સેમ બહાદુર 'ની ટીમ સાથે જોડાયા તે ખૂબ જ રોમાંચક છે. ફિલ્મમાં તે બંને ભૂમિકાઓ માટે ખૂબ જ સંવેદનશીલતા, ગૌરવ અને સંયમની જરૂર છે અને હું આ પાત્રોને જીવંત કરતી મહિલાઓ સાથે કામ કરવા માટે ઉત્સુક છું." આ ફિલ્મ માટે વિકી કૌશલે ઘણી મહેનત કરી છે. ફિલ્મમાંથી તેનો લુક પણ જાહેર થયા બાદ ઘણો વાયરલ થયો હતો. હાલ  ફિલ્મ 'સેમ બહાદુર' ની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી નથી.

Anupamaa Twist: અનુપમા’ સીરિયલમાં મોટો ખુલાસો, ગૌતમ ના ખરાબ ઈરાદાઓ સામે લાવશે અનુપમા
Bigg Boss 19: બિગ બોસ 19 ના મંચ પર પહોંચી દે દે પ્યાર દે 2 ની કાસ્ટ, શો માં લાવશે મસ્તી અને ટાસ્ક
The Bengal Files OTT release: થિયેટર બાદ હવે ઓટિટિ પર રિલીઝ માટે તૈયાર છે ધ બંગાલ ફાઇલ્સ, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો વિવેક અગ્નિહોત્રી ની ફિલ્મ
KSBKBT 2 Spoiler: ‘કયુંકી સાસ ભી કભી બહુ થી 2’માં આવશે મોટો ટ્વીસ્ટ, શું ખરેખર મિહિર ની સામે ખુલશે રણવિજય ની પોલ?
Exit mobile version