Site icon

સાઉથ બાદ બોલિવૂડમાં પણ પોતાનો જાદુ ચલાવવા તૈયાર છે સામંથા- આ અભિનેતાની સાથે જમાવશે જોડી

News Continuous Bureau | Mumbai 

'ધ ફેમિલી મેન 2'માં તેના અભિનયથી બધાને પ્રભાવિત કર્યા પછી, સામંથા રૂથ પ્રભુ બોલીવુડમાં(Samantha bollywood debut) પદાર્પણ કરવા માટે તૈયાર છે. મળતી માહિતી મુજબ, સમંથા ટૂંક સમયમાં આયુષ્માન ખુરાના (Ayushmann khurrana)સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેણે બોલિવૂડમાં ડેબ્યૂ કરવા માટે આ ફિલ્મ પણ સાઈન કરી છે.

Join Our WhatsApp Community

નવા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આ ફિલ્મનું નિર્માણ દિનેશ વિજનના પ્રોડક્શન હાઉસ(Dinesh Vijan production house) દ્વારા કરવામાં આવશે. એવું કહેવાય છે કે પેપરવર્ક પૂર્ણ થઈ ગયું છે અને હાલમાં શૂટિંગ શેડ્યૂલ અને તારીખો નક્કી કરવામાં આવી રહી છે. રિપોર્ટ અનુસાર, મેકર્સે અત્યારે બધું છુપાવી રાખ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મનું શૂટિંગ આ વર્ષના અંત સુધીમાં ફ્લોર પર જઈ શકે છે અને તે 2023ના અંત સુધીમાં રિલીઝ થશે.રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે સામંથાએ તેની બીજી હિન્દી ફિલ્મ પણ સાઈન કરી છે. આ એક પૌરાણિક ફિલ્મ હશે, જેનું શૂટિંગ વર્ષ 2023માં શરૂ થઈ શકે છે. જો ફિલ્મ કોરિડોરમાં ચાલી રહેલી ચર્ચાઓ પર વિશ્વાસ કરવામાં આવે તો એવું કહેવામાં આવી રહ્યું છે કે તે કરણ જોહરની (Karan Johar)આગામી ફિલ્મ માટે અક્ષય કુમાર(Akshay Kumar) સાથે જોવા મળી શકે છે. બંને જલ્દી જ કરણના ચેટ શોમાં સાથે જોવા મળશે.

આ સમાચાર પણ વાંચો : વનરાજે બધાની સામે અધિક ને મારી થપ્પડ-પાખી એ કરી તેના પિતા સાથે બદતમીઝી- હવે અનુપમા કેવી રીતે કરશે નવી મુશ્કેલીઓનો સામનો-જુઓ સિરિયલ નો પ્રોમો

સામંથા દક્ષિણ ફિલ્મ ઉદ્યોગનું જાણીતું નામ છે. તેણે પોતાના ફિલ્મી કરિયરમાં ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે. હાલમાં જ ‘પુષ્પા’ ફિલ્મમાં તેનું ગીત 'ઓઓ અંતવા' (Oo Antava)ઘણું હિટ સાબિત થયું હતું. તેણે આ ગીતમાં પોતાના સિઝલિંગ પર્ફોર્મન્સથી ઈન્ટરનેટ (internet)પર ધૂમ મચાવી હતી. અભિનેત્રી ટૂંક સમયમાં વિજય દેવેરકોંડા સાથે ‘કુશી’ ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મ આ વર્ષે 23 ડિસેમ્બરે રિલીઝ થવાની છે. આ ફિલ્મનું નિર્દેશન શિવા નિર્વાને કર્યું છે.

Gustaakh Ishq Trailer: ટ્રેલર આઉટ! ‘ગુસ્તાખ ઇશ્ક’માં વિજય વર્મા અને ફાતિમાની કેમેસ્ટ્રી જોઈને ફેન્સ થયા ખુશ, શાયરી થઈ વાયરલ
Jolly LLB 3: ડબલ ધમાકો, એક નહીં બે ઓટિટિ પ્લેટફોર્મ પર રિલીઝ થશે જોલી એલએલબી 3, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો અક્ષય ની ફિલ્મ
Anupamaa New entry: અનુપમા પર નવો ખતરો! હવે ગૌતમ નહીં, આ ‘નવા વિલન’ થી સિરિયલમાં વધશે ઘમાસાણ!
120 Bahadur: જાણો કેમ! ‘120 બહાદુર’ ફિલ્મને રાજસ્થાનમાં ટેક્સ ફ્રી કરવાની માંગ થઈ, વિધાન સભ્યએ શું દલીલ આપી?
Exit mobile version