303
Join Our WhatsApp Community
ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો,
મુંબઈ
05 ફ્રેબ્રુઆરી 2021
જાણીતા અભિનેતા સંજય દત્તે પોતાની પત્ની માન્યતાને સો કરોડ રૂપિયાના ચાર ફ્લેટ ગિફ્ટ કર્યા. આ ફ્લેટ પાલી હિલમાં ઇમ્પિરીયલ હાઇટ્સ બિલ્ડિંગમાં છે. આ ચાર ફ્લેટની સાથે કુલ ૧૭ ગાડીઓનું પાર્કિંગ પણ મળ્યું છે. નોંધવાલાયક વાત એ છે કે આ બિલ્ડિંગમાં અનેક સેલિબ્રિટીઓ રહે છે.
જોકે ચોંકાવનારી વાત એ છે કે સંજય દત્તે આપેલી આ ગિફ્ટ ને તેની પત્નીએ લેવાની ના પાડી દીધી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર માન્યતા દત્ત આ ફ્લેટ પોતાના નામે નથી કરવા ઈચ્છતી.

આમ સેલિબ્રિટી પતિ-પત્નીના પ્રેમનો અનોખો કિસ્સો સામે આવ્યો છે.
You Might Be Interested In
