Site icon

સલમાન અને શાહરુખ ખાન એક સાથે મચાવશે ધૂમ , ‘ટાઈગર 3’માં આ ભૂમિકા ભજવશે કિંગ ખાન ;જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 24 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

શુક્રવાર

બોલિવૂડના 'કિંગ ખાન ' થી પ્રખ્યાત અભિનેતા શાહરૂખ ખાનને ઓનસ્ક્રીન જોવા માટે ચાહકો આતુર છે. શાહરૂખ ઘણા સમયથી સ્ક્રીન પર જોવા મળ્યો નથી, જોકે તેણે બે ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કરી દીધું છે.એક તરફ ફેન્સ શાહરૂખને જોવા માટે ઉત્સુક છે, આવી સ્થિતિમાં જ્યારે તેની સાથે બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન જોવા મળશે તો આ ઉત્તેજના વધુ વધી જશે. શાહરૂખ ખાન પણ સલમાન ખાનની ટાઈગર 3માં જોવા મળશે અને શાહરૂખે ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધું છે. તેમજ, એક અપડેટ એ પણ સામે આવ્યું છે કે શાહરૂખ ફિલ્મમાં શું ભૂમિકા ભજવશે.

શાહરૂખ ખાનને સલમાન ખાન સાથે જોવા માટે ચાહકો હંમેશા ઉત્સાહિત હોય છે. બંને લાંબા સમય પછી સ્ક્રીન પર સાથે જોવા મળશે. ટાઈગર 3 ફિલ્મમાં શાહરૂખ ખાનના કેમિયોને લઈને ફેન્સ પહેલાથી જ ઉત્સાહિત છે અને હવે મીડિયા રિપોર્ટ્સ અનુસાર શાહરૂખનું પાત્ર પણ સામે આવી ગયું છે. મળતી માહિતી મુજબ, શાહરૂખ ફિલ્મ ટાઈગર 3માં RAW ઓફિસરની ભૂમિકા ભજવશે.

મીડિયા ના રિપોર્ટ અનુસાર, શાહરૂખ ટાઈગર 3 માટે મુંબઈમાં 12 દિવસ સુધી શૂટિંગ કરશે. અને  તે પઠાણના શૂટિંગ માટે વિદેશ જશે. પઠાણમાં શાહરૂખ સાથે દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમ જોવા મળશે. તમને જણાવી દઈએ કે શાહરૂખ ખાન છેલ્લે વર્ષ 2018માં રિલીઝ થયેલી ફિલ્મ ઝીરોમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મ બાદથી શાહરૂખ કોઈ ફિલ્મમાં જોવા મળ્યો નથી.જો કે મીડિયા રિપોર્ટ્સ અનુસાર શાહરૂખ ખાને બે ફિલ્મો સાઈન કરી છે. આમાંથી એક ફિલ્મ યશ રાજ બેનરની પઠાણ છે અને બીજી ડિરેક્ટર એટલીની ફિલ્મ છે.

લાંબા સમય પછી શાહરૂખ ખાન ફરી સેટ પર પહોંચ્યો. આ ફિલ્મ નું શરુ કર્યું શુટીંગ; જાણો વિગત

ટાઇગર 3માં સલમાનની સાથે કેટરિના કૈફ અને ઇમરાન હાશ્મી પણ જોવા મળશે. નોંધપાત્ર રીતે, પઠાણ અને ટાઇગર 3 વચ્ચે જોડાણ હશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે શાહરૂખ પઠાણમાં RAW એજન્ટ તરીકે જોવા મળશે અને ટાઇગર 3માં એક કેમિયો કરશે અને સલમાનની મદદ કરશે. જ્યારે પઠાણમાં, સલમાન ટાઈગર તરીકે મદદ કરવા આગળ આવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે યશ રાજ ફિલ્મ્સ એજન્ટોની શ્રેણીને જોડવા માંગે છે, જેમાં આગળ જતાં રિતિક રોશનની વૉરનો પણ સમાવેશ કરવામાં  આવશે.

Gustaakh Ishq Trailer: ટ્રેલર આઉટ! ‘ગુસ્તાખ ઇશ્ક’માં વિજય વર્મા અને ફાતિમાની કેમેસ્ટ્રી જોઈને ફેન્સ થયા ખુશ, શાયરી થઈ વાયરલ
Jolly LLB 3: ડબલ ધમાકો, એક નહીં બે ઓટિટિ પ્લેટફોર્મ પર રિલીઝ થશે જોલી એલએલબી 3, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો અક્ષય ની ફિલ્મ
Anupamaa New entry: અનુપમા પર નવો ખતરો! હવે ગૌતમ નહીં, આ ‘નવા વિલન’ થી સિરિયલમાં વધશે ઘમાસાણ!
120 Bahadur: જાણો કેમ! ‘120 બહાદુર’ ફિલ્મને રાજસ્થાનમાં ટેક્સ ફ્રી કરવાની માંગ થઈ, વિધાન સભ્યએ શું દલીલ આપી?
Exit mobile version