Site icon

રાકેશ બાપટ સાથેના બ્રેકઅપ પર શમિતા શેટ્ટીએ તોડ્યું મૌન, જણાવ્યું તેમના સંબંધ નું સત્ય

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Community

'બિગ બોસ ઓટીટી' શમિતા શેટ્ટી અને રાકેશ બાપટની જોડીએ ઘણા લોકોના દિલ જીતી લીધા અને શો પછી તેમનો સંબંધ  વધુ મજબૂત બન્યો. રાકેશ અને શમિતા તેમના સંબંધ ને લઈ ને એકદમ સ્પષ્ટ છે.બિગ બોસ પછી પણ શિલ્પા શેટ્ટીની બહેન શમિતા શેટ્ટી અને રાકેશ બાપટ બંને સાથે ફરતા અને લંચ-ડિનરમાં જતા અને એન્જોય કરતા જોવા મળ્યા હતા. પરંતુ હવે કેટલાક મીડિયા રિપોર્ટ્સ સામે આવ્યા છે જેમાં કહેવામાં આવ્યું છે કે શમિતા શેટ્ટી અને રાકેશ બાપટે પોતાના રસ્તા એકબીજાથી અલગ કરી લીધા છે. બંનેના  બ્રેકઅપના સમાચાર સામે આવી રહ્યા છે.રાકેશ અને શમિતાના બ્રેકઅપના સમાચાર સાંભળીને આ કપલના ફેન્સ ખૂબ જ નિરાશ થઈ ગયા હતા. આ દરમિયાન રાકેશ અને શમિતા બંનેએ આ અફવા પર પોતાનું મૌન તોડ્યું છે.

વાસ્તવમાં, એક ન્યૂઝ પોર્ટલ ના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે બંને કલાકારો એકબીજાથી અલગ થઈ ગયા છે. સમાચારમાં કહેવામાં આવ્યું હતું કે 'બંને વચ્ચે બધુ બરાબર નથી ચાલી રહ્યું, પરસ્પર સંઘર્ષને કારણે શમિતા અને રાકેશે અલગ થવાનો નિર્ણય લીધો છે.'આ બ્રેકઅપના સમાચાર વાંચીને શમિતા શેટ્ટી અને રાકેશ બાપટ બંનેએ પ્રતિક્રિયા આપી છે. બંનેએ તેમની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર આર્ટિકલની તસવીર પોસ્ટ કરીને રિપોર્ટનું ખંડન કર્યું અને કહ્યું, 'અમે તમને વિનંતી કરીએ છીએ કે અમારા સંબંધોને લગતી કોઈપણ પ્રકારની અફવાઓ પર વિશ્વાસ ન કરો. આમાં કોઈ સત્ય નથી. બધા માટે પ્રેમ અને પ્રકાશ.’ 

આ સમાચાર પણ વાંચો : મુકેશ ખન્નાએ ‘શક્તિમાન’ ને ગણાવ્યો 'માર્વેલ'ના સુપરહીરો કરતા પણ શક્તિશાળી, આપ્યું આ પાછળ નું કારણ; જાણો વિગત

તમને જણાવી દઈએ કે શમિતા શેટ્ટી અને રાકેશ બાપટનો પ્રેમ 'બિગ બોસ ઓટીટી'માં પણ જોવા મળ્યો હતો. આ પછી રાકેશ બાપટ શમિતા શેટ્ટીને સપોર્ટ કરવા 'બિગ બોસ 15'ના ઘરમાં પહોંચ્યા હતા. જોકે, નાદુરસ્ત તબિયતના કારણે રાકેશ બાપટ 'બિગ બોસ 15'ના ઘરમાં વધુ સમય સુધી રહી શક્યો ના હતો. શમિતા શેટ્ટી અને રાકેશ બાપટની કેમેસ્ટ્રી જોઈને ચાહકોને લાગવા માંડ્યું હતું કે જલ્દી બંને લગ્ન કરી લેશે. થોડા સમય પહેલા રાકેશ બાપટ શમિતા શેટ્ટી અને તેની માતા સાથે ડિનર પર પહોંચ્યા હતા. આવી સ્થિતિમાં અચાનક શમિતા શેટ્ટી અને રાકેશ બાપટના બ્રેકઅપ ના સમાચાર આવ્યા, ચાહકો બ્રેકઅપના સમાચાર પચાવી શક્યા ન હતા. પરંતુ મામલો આગળ વધે તે પહેલા બંનેએ આ મામલે બધુ સ્પષ્ટ કરી દીધું છે.

SS Rajamouli : ‘વારાણસી’ ટીઝર ઇવેન્ટમાં હનુમાનજી પર રાજામૌલીના નિવેદનથી વિવાદ, પોલીસ સુધી પહોંચી ફરિયાદ
Richest Bollywood Family: કપૂર-બચ્ચનનું પત્તું કપાયું! બોલીવુડનો આ પરિવાર છે સૌથી અમીર, તેમની સંપત્તિનો આંકડો જાણીને તમે ચોંકી જશો!
Dhurandhar Trailer: ‘ધુરંધર’ના ટ્રેલરમાં રણવીર સિંહનો ધમાકો, અર્જુન રામપાલનો જોવા મળ્યો ખૂંખાર લુક
Anupamaa: અનુપમાએ મુંબઈમાં મુક્યો પગ, હવે સ્ટોરીમાં શું થશે? ફેન્સ માટે જબરદસ્ત સસ્પેન્સ
Exit mobile version