News Continuous Bureau | Mumbai
શશિ કપૂર(Shashi kapoor) બોલિવૂડ ઈન્ડસ્ટ્રીનું જાણીતું નામ છે. તેણે ઈન્ડસ્ટ્રીને ઘણી શાનદાર ફિલ્મો આપી છે. જેના માટે તેમને આજે પણ યાદ કરવામાં આવે છે. ચાહકો અભિનેતાઓ જેવા બનવાની ઈચ્છા રાખે છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે શશિ કપૂરની માતા રામશર્ણી કપૂર(Ramsarni kapoor) તેમને દુનિયામાં લાવવા માગતી ન હતી. તેના બદલે, તેનાથી છૂટકારો મેળવવા તેણે ઘણી યુક્તિઓ અપનાવી હતી. જેમ કે તે ક્યારેક સાઇકલ (cycle)પરથી પડી જતી, તો ક્યારેક સીડી પરથી. તો શું છે આખો મામલો, આજે અમે તમને આ લેખમાં જણાવીશું.
આ વાતનો ખુલાસો શશી કપૂરે પોતે કર્યો હતો. જેમાં તેણે જણાવ્યું હતું કે, "મારી માતા મને ફ્લોકી કહેતી હતી, કારણ કે મારું આયોજન(unplanned child) નહોતું. તેમને પહેલાથી જ ચાર છોકરાઓ હતા. આવી સ્થિતિમાં મારા માતા અને પિતા હંમેશા એક પુત્રી(daughter) ઈચ્છતા હતા. 1933માં મારી બહેન ઉર્મિલાનો જન્મ થયો હતો. જેનાથી મારા માતા-પિતા ખૂબ જ ખુશ હતા.પરંતુ અચાનક પાંચ વર્ષ પછી મારી માતાને ખબર પડી કે તે વધુ એક બાળકની અપેક્ષા (one more baby expected)રાખી રહી છે, જે તેના માટે ખૂબ જ શરમજનક હતું. તેણે મારાથી છુટકારો મેળવવાનો પૂરો પ્રયાસ કર્યો. તમે જાણતાજ હશો કે પેહલા ના જમાના માં ગર્ભપાત જેવી કોઈ વસ્તુ જ ન હતી. તેણીએ મને કહ્યું કે તે સાયકલ પર પડતી રહી, સીડી પરથી નીચે પડતી રહી, દવા(medicine) લેતી રહી, પરંતુ તમે હઠીલા હતા. તેથી જ હું એક બિનઆયોજિત અભિનેતા, એક બિનઆયોજિત સ્ટાર અને બિનઆયોજિત એક વ્યક્તિ છું. "
આ સમાચાર પણ વાંચો : શ્વેતા તિવારી બાદ હવે ટીવી ની આ અભિનેત્રીએ પતિ અને સાસરિયાઓ પર લગાવ્યો ઘરેલુ હિંસાનો આરોપ-પતિ થી લેશે છૂટાછેડા
તમને જણાવી દઈએ કે શશિ કપૂરે માત્ર 10 વર્ષની ઉંમરે રાજ કપૂરની ફિલ્મ માં ચાઈલ્ડ આર્ટિસ્ટ(child artist) તરીકે ડેબ્યૂ કર્યું હતું. અહીં થી તેમને તેમના કરિયરની શરૂઆત કરી હતી. જે પછી તેણે 1961ની ફિલ્મ 'ધરમપુત્ર' થી ડેબ્યૂ કર્યું. અભિનેતાએ તેની કારકિર્દીમાં ઘણી મોટી ફિલ્મોમાં કામ કર્યું. જે દર્શકોને ખૂબ પસંદ આવી હતી. જો કે વર્ષ 2017માં શશિ કપૂરે આ દુનિયાને અલવિદા(Shashi kapoor death) કહી દીધું.