Site icon

‘શોલે’ અને સુપર ફ્લૉપ? માન્યામાં નહીં આવે પણ ફિલ્મ ક્રિટિક જમાતે આ દાવો કર્યો હતો, આખરે પૈસા બાબતે ડખો થયો, પછી શું થયું? જાણો રસપ્રદ વાત અહીં

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    

મુંબઈ, 7 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Community

મંગળવાર

ભારતીય સિનેમાના ઇતિહાસમાં ‘શોલે’નું એક અલગ નામ છે. વર્ષ 1975માં બનેલી આ ફિલ્મ ભારતની સૌથી સફળ ફિલ્મોમાંની એક છે. એમાં હેમા માલિની, અમિતાભ બચ્ચન, ધર્મેન્દ્ર, અમજદ ખાન, જયા બચ્ચન અને અન્ય ઘણા મહાન કલાકારો હતા. રમેશ સિપ્પી દ્વારા નિર્દેશિત આ ફિલ્મ તેની સિલ્વર જ્યુબિલી પૂર્ણ કરનાર પ્રથમ ફિલ્મ હતી. આ ફિલ્મ સતત 25 અઠવાડિયાં સુધી એક થિયેટરમાં ચાલી હતી, પરંતુ તમે ભાગ્યે જ જાણો છો કે આ ફિલ્મને શરૂઆતમાં વિવેચકોએ ફ્લૉપ ગણાવી હતી. ફિલ્મવિવેચકોના લેખો વાંચ્યા પછી, ફિલ્મના લેખકો સલીમ ખાન અને જાવેદ અખ્તરે એક જાહેરાત પ્રકાશિત કરી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે આ ફિલ્મ એક કરોડથી વધુનો બિઝનેસ કરશે. પાછળથી ફિલ્મે બમણી કમાણી કરી.

એક અંગ્રેજી વેબસાઇટના જૂના રિપૉર્ટ અનુસાર એક ઇન્ટરવ્યૂમાં ‘શોલે’ના કૉ-રાઇટર સલીમ ખાને જણાવ્યું હતું કે વિશ્લેષકો દ્વારા ફિલ્મને ફ્લૉપ કહેવામાં આવી હતી. તેમણે કહ્યું હતું, "હા, એ સાચું છે કે જ્યારે ફિલ્મ રિલીઝ થઈ ત્યારે બૉલિવુડના ટ્રેડ પંડિતોએ ફિલ્મ બંધ કરી દીધી હતી. ફિલ્મના ફ્લૉપ થવાનાં કારણોની તપાસ કરતા શ્રેણીબદ્ધ લેખો મૅગેઝિનમાં પણ પ્રકાશિત થયા હતા." 
નકારાત્મક સમીક્ષાઓ છતાં સલીમ ખાન અને જાવેદ અખ્તરને ફિલ્મ ‘શોલે’માં વિશ્વાસ હતો. તેમણે આગળ ઉમેર્યું, "પરંતુ જાવેદસાહેબ અને મને ફિલ્મની સફળતા અંગે એટલો વિશ્વાસ હતો કે નકારાત્મક અહેવાલોના જવાબમાં અમે તમામ સામયિકોમાં સંપૂર્ણ પાનાની જાહેરાત પ્રકાશિત કરી હતી કે ફિલ્મ ભારતના દરેક ક્ષેત્રમાં એક કરોડનો વેપાર કરશે. "
સલીમ ખાને સ્વીકાર્યું કે એ ખોટો હતો અને કહ્યું, "વાસ્તવમાં અમારી આગાહી પણ ખોટી હતી, કારણ કે ફિલ્મે એક કરોડનો બિઝનેસ કર્યો ન હતો, પણ તેણે ભારતના દરેક ક્ષેત્રમાં બે કરોડથી વધુનો બિઝનેસ કર્યો હતો." 

રાકેશ રોશનને માંદગીને કારણે ટાલ પડી નથી, જાણો તેમના માથા પર એક પણ વાળ ન હોવા પાછળનું સાચું કારણ

વેબસાઇટ અનુસાર ‘શોલે’એ કુલ 15 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આજની ટિકિટની કિંમતોને જોવામાં આવે તો ફિલ્મે 160 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી હતી. રમેશ સિપ્પી દ્વારા નિર્દેશિત આ ફિલ્મ હજુ પણ યુવાન અને વૃદ્ધ સમાન રીતે તેની અદ્ભુત વાર્તા, સંવાદો, ગીતો અને પ્રદર્શન માટે જુએ છે.   

Aishwarya and Abhishek: ન્યૂયોર્કની ગલીઓમાં હાથમાં હાથ નાખી ફરતા જોવા મળ્યા અભિષેક-ઐશ્વર્યા! દીકરી વગરના આ ‘ક્વોલિટી ટાઈમ’ ની તસવીરોએ ઈન્ટરનેટ પર લગાવી આગ
Dhurandhar Box Office: બોક્સ ઓફિસ પર ‘ધુરંધર’નો દબદબો: 47મા દિવસે પણ નવી ફિલ્મોને આપી રહી છે ટક્કર, રણવીર સિંહની ફિલ્મનું કલેક્શન અધધ આટલા કરોડને પાર.
Border 2 Advance Booking: થિયેટરોમાં ગુંજશે હિન્દુસ્તાન ઝિંદાબાદ! ‘બોર્ડર 2’ ના એડવાન્સ બુકિંગે મચાવ્યો હડકંપ; રિલીઝ પહેલા જ ફિલ્મે કરી કરોડોની કમાણી
TRP Week 1, 2026: રેટિંગમાં પાછળ પડી ‘અનુપમા’, શું હવે રુપાલી ગાંગુલીનો જાદુ ઓસરી રહ્યો છે? જાણો કઈ સીરિયલે મારી બાજી અને કોણ છે નંબર-1
Exit mobile version