Site icon

ઝહીર ઈકબાલ સાથેના લગ્ન પર સોનાક્ષી સિંહાએ તોડ્યું મૌન- વીડિયો શેર કરી આપી આવી પ્રતિક્રિયા

News Continuous Bureau | Mumbai

આ દિવસોમાં બોલિવૂડ અભિનેત્રી સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલના લગ્નના સમાચારને (Sonakshi Sinha Zahir Iqbal wedding rumor)લઈને બજાર ખૂબ જ ગરમ છે. સોશિયલ મીડિયા પર ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે કે શું બંને ખરેખર ડેટિંગ કરી રહ્યા છે? શું બંને લગ્ન માટે તૈયાર છે? અથવા તે માત્ર મિત્રતા છે. હવે આ વિશે ચોક્કસ કંઈપણ કહેવું ઘણું મુશ્કેલ છે, પરંતુ આ દરમિયાન સોનાક્ષી સિંહાએ એક વીડિયો(Sonakshi sinha video) શેર કર્યો છે. આ વીડિયોમાં સોનાક્ષી કહી રહી છે કે તેના લગ્ન પાછળ મીડિયાનો હાથ છે, જ્યારે તેણે તેનું કારણ પણ જણાવ્યું છે.

Join Our WhatsApp Community

સોનાક્ષી સિંહાએ ઇન્સ્ટાગ્રામ પર લિપસિંક વીડિયો(leap sink video) શેર કર્યો છે. આ વીડિયોમાં સોનાક્ષીએ તેમના લગ્નના સમાચાર પર  પ્રતિક્રિયા આપી છે. વીડિયોમાં ઉપર લખવામાં આવ્યું છે કે, 'હું મીડિયાને(Media) પૂછું છું – તમે મારા લગ્ન ની પાછળ કેમ પડ્યા  છો?' જેના પર સોનાક્ષી મીડિયાને લિપ સિંક આપે છે અને કહે છે- 'હું ખૂબ જ ખુશ અનુભવું છું.' ઘણા સેલેબ્સે આ વીડિયો પર પ્રતિક્રિયા આપી છે, જેમાં એક નામ ઝહીર ઈકબાલ (Zahir Iqbal)નું પણ છે તેને , હસવાવાળી ઈમોજી (Smiley emoji)કમેન્ટ કરી છે.

તમને જણાવી દઈએ કે સોનાક્ષી સિંહાએ હાલમાં જ પોતાનો જન્મદિવસ સેલિબ્રેટ(sonakshi sinha birthday celebration) કર્યો હતો. જન્મદિવસના ખાસ અવસર પર ઝહીરે સોનાક્ષી સિંહાનો એક વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. વીડિયોમાં સોનાક્ષી સિન્હા ફ્લાઈટમાં(flight) નાસ્તાની મજા લેતી જોવા મળી રહી છે. વીડિયોમાં સોનાક્ષી સાથે ઝહીર ઈકબાલ(Zaheer iqbal) પણ જોવા મળી રહ્યો છે. વીડિયો શેર કરતા ઝહીર ઈકબાલે કેપ્શન આપ્યું છે, 'હેપ્પી બર્થ ડે સોંજ…મને ન મારવા બદલ આભાર. હું તને પ્રેમ કરું છું..આવું ઘણું બધું ભોજન, ફ્લાઈટ્સ, પ્રેમ અને ખુશીઓ મળે.'

 

આ સમાચાર પણ વાંચો : પિતાની એક શરત ના કારણે આજ સુધી નથી થયા એકતા કપૂરના લગ્ન-ટીવી ક્વીન બનવા માટે કરવી પડી હતી મહેનત

Aryan Khan: જાણો કેમ કેમેરા સામે હસતો નથી આર્યન ખાન? રાઘવ જુયાલે કર્યો શાહરુખ ખાન ના દીકરા ને લઈને ખુલાસો
Anupama spoiler : ‘અનુપમા’માં ગણપતિ વિસર્જનના એપિસોડમાં થશે ધમાકો, તોષૂ, ગૌતમ અને રાહીનો થશે હિસાબ
Nafisa Ali: અભિનેત્રી નફીસા અલીને ફરીથી થયું કેન્સર, સ્ટેજ 4 કેન્સર માટે શરૂ થશે કીમોથેરાપી
Jolly LLB 3: અક્ષય કુમારની ‘જોલી એલએલબી 3’ પર ચાલી સેન્સર બોર્ડની કાતર, ફિલ્મ માં થયા આટલા મોટા ફેરફાર
Exit mobile version