News Continuous Bureau | Mumbai
આ દિવસોમાં ઘણી મોટી ફિલ્મો અને વેબ સિરીઝને(Movies and web series) લઈને જબરદસ્ત ચર્ચાઓ થઈ રહી છે. ઘણાનું શૂટિંગ ચાલી રહ્યું છે અને ઘણા રિલીઝ માટે તૈયાર છે. તે જ સમયે, તાજેતરમાં, અભિનેત્રી સુષ્મિતા સેનની(Actress Sushmita Sen) આગામી વેબ સિરીઝ 'તાલી'(Taali) જબરદસ્ત હેડલાઇન્સમાં આવી છે. સુષ્મિતા આ સિરીઝમાં ટ્રાન્સજેન્ડરની ભૂમિકામાં(transgender role) જોવા મળશે. હાલમાં જ આ સિરીઝનો સુષ્મિતાનો ધમાકેદાર ફર્સ્ટ લૂક રિલીઝ કરવામાં(first look release) આવ્યો છે. આ લુક ફેન્સને ખૂબ જ પ્રભાવિત કરી રહ્યો છે. દરેક વ્યક્તિ સુષ્મિતા ના આ લૂક ના દીવાના થઇ ગયા છે.
સુષ્મિતા સેને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ(Instagram account) પર આગામી વેબ સિરીઝનો પહેલો લુક શેર કર્યો છે. આ લુકમાં સુષ્મિતાએ કપાળ પર મોટી બિંદી લગાવી છે. ઘેરા કલર્સ અને ભપકાદાર મેકઅપમાં જોવા મળી રહી છે. આ તસવીરમાં સુષ્મિતા તાળી પાડતી જોવા મળી રહી છે. તેણે એક હાથમાં બંગડી પહેરી છે અને ડાબા હાથમાં કાંડા ઘડિયાળ પહેરી છે.સુષ્મિતાએ સીરિઝમાંથી તેનો પહેલો લુક શેર કરતી વખતે એક રસપ્રદ કેપ્શન પણ આપ્યું છે. તેણે લખ્યું- 'હું તાળીઓ વગાડીશ નહીં વગાવડાવીશ. શ્રી ગૌરી સાવંત(Shri Gauri Sawant) તરીકે મારો પહેલો લુક… હું એક સુંદર વ્યક્તિને પડદા પર બતાવવા જઈ રહી છું અને હું તેની વાર્તા દુનિયા સમક્ષ લાવવા જઈ રહી છું… મારા માટે આ ખૂબ જ ગર્વની વાત છે.’
આ સમાચાર પણ વાંચો : પુષ્પા 2માં થઇ શકે છે બોલિવૂડ ના આ અભિનેતા ની એન્ટ્રી-રોલ જાણીને ચોંકી જશો તમે
સુષ્મિતાનો આ લુક રિયલ લાઈફ ટ્રાન્સજેન્ડર મહિલા(Real Life Transgender Women) શ્રીગૌરી સાવંતથી પ્રેરિત છે. 'તાલી' સિરીઝમાં સુષ્મિતા શ્રી ગૌરી સાવંતની વાર્તા કહેતી જોવા મળશે. તે જ સમયે, સુષ્મિતાનો આ લુક ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. દરેક લોકો સુષ્મિતાના વખાણ કરતા જોવા મળે છે. તે જ સમયે, તેના આ લુકએ સિરીઝને લઈને ચાહકોની ઉત્સુકતા વધારી દીધી છે.