Site icon

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં આ મહત્વ ના પાત્ર ની થવા જઈ રહી છે વાપસી-જૂનો જ કલાકાર ફરી આવશે નજર

News Continuous Bureau | Mumbai

છેલ્લા 14 વર્ષમાં ઘણા કલાકારોએ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ને(TMKOC) અલવિદા કહી દીધું છે. આ શોને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે અને દરેક પાત્ર દર્શકોના દિલમાં એક ખાસ સ્થાન ધરાવે છે. આ જ કારણ છે કે ચાહકો પણ તેની વાપસીની(come back) ઘણી માંગ કરે છે. એક અન્ય પાત્ર છે જે લાંબા સમયથી શોમાં ગાયબ છે. અમે દયાબેનની વાત નથી કરી રહ્યા, પરંતુ તેમના પ્રિય ટપ્પુની વાત કરી રહ્યા છીએ જે ઘણા મહિનાઓથી શોમાંથી ગાયબ છે. હાલમાં રાજ અનડકટ(Raj Anadkat) ઘણા વર્ષોથી આ પાત્ર ભજવી રહ્યો છે.

Join Our WhatsApp Community

આ દિવસોમાં સમાચારો જોરમાં છે કે રાજ અનડકટે મોટા પડદા પર પણ પ્રભુત્વ જમાવવા માટે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છોડી દીધો છે. એવા પણ સમાચાર સામે આવ્યા છે કે તે રણવીર સિંહ(Ranveer Singh) સાથે એક પ્રોજેક્ટમાં જોવા મળી શકે છે. આ સિવાય રાજ ​​અનડકટનો મ્યુઝિક વિડિયો(music video) પણ તાજેતરમાં જ રિલીઝ થયો હતો. એટલે કે શો છોડ્યા બાદ પણ રાજ અનડકટ ખૂબ ચર્ચામાં રહે છે.રાજ અનડકટના શો છોડ્યા બાદ હવે સમાચાર આવી રહ્યા છે કે ભવ્ય ગાંધી (Bhavya Gandhi)ફરીથી શોમાં પરત ફરી શકે છે.

આ સમાચાર પણ વાંચો : અમિતાભ બચ્ચન પછી આ અભિનેતા બની શકે છે કૌન બનેગા કરોડપતિ નો નવો હોસ્ટ-બિગ બી એ આપ્યો સંકેત

વાસ્તવમાં, ભવ્ય ગાંધીએ શરૂઆત થી આ શોમાં ટપ્પુનો રોલ(Tappu role) નિભાવ્યો હતો. તેણે આ પાત્રને આઇકોનિક બનાવ્યું અને તે ખૂબ પ્રખ્યાત બન્યું પરંતુ ઘણા વર્ષો પહેલા તેણે આ શોને અલવિદા કહ્યું અને હવે તે માત્ર ગુજરાતી સિનેમામાં (Gujarati film)જ કામ કરી રહ્યો છે. થોડા સમય પહેલા ભવ્ય એ  તેના પિતાને પણ કોરોનાના(Corona) સમયમાં ગુમાવ્યા હતા. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે શોમાં તેની વાપસી ફરી ટપ્પુના રોલમાં થવાની છે. હવે જોવું એ રહ્યું કે શું ભવ્ય ગાંધી ટપ્પુ તરીકે શો માં વાપસી કરશે કે ફરી ચાહકો ના હાથ નિરાશા જ લાગવાની છે. 

Jugnuma Premiere: ‘જગનુમા’ના પ્રીમિયર પર જયદીપ, અનુરાગ અને વિજયે મનોજ બાજપેયી સાથે કર્યું એવું વર્તન કે બધા હસી પડ્યા, જુઓ વિડીયો
Kurukshetra: ઓટીટી પર ધમાકો કરશે ‘કુરુક્ષેત્ર’, જાણો ક્યારે અને કયા પ્લેટફોર્મ પર રિલીઝ થશે એનિમેટેડ સિરીઝ
Anupama: ‘અનુપમા’ના અનુજ વિશે રાજન શાહીએ કહી એવી વાત કે ગૌરવ ખન્નાના ફેન્સે મચાવ્યો હંગામો
Sanjay Dutt: અભિનેતા ની સાથે સાથે એક સફળ બિઝનેસ મેન પણ છે સંજય દત્ત, વિસ્કી બ્રાન્ડ પછી હવે આ ક્ષેત્ર માં સંજુ બાબા નો ધમાકેદાર પ્રવેશ
Exit mobile version