Site icon

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ને અલવિદા કહ્યા બાદ અભિનેતા શૈલેષ લોઢા આ નવા શોમાં કોમેડી કરતા મળશે જોવા; જાણો વિગત

News Continuous Bureau | Mumbai

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (Tarak mehta ka oolta chashma)શો છેલ્લા 14 વર્ષથી લોકો નું મનોરંજન કરી રહ્યું છે. આ શો ના દરેક કલાકાર લોકોના દિલ માં વાસી ગયા છે.હાલ માં જ એવા સમાચાર આવ્યા હતા કે, તારક મહેતાની મુખ્ય ભૂમિકા ભજવનાર અભિનેતા શૈલેષ લોઢાએ (Shailesh Lodha quit the show)આ શોને અલવિદા કહી દીધું છે. તેમજ છેલ્લા 1 મહિનાથી શૈલેષે આ શો માટે શૂટિંગ કર્યું નથી અને હવે એવા અહેવાલ છે કે શૈલેષે શોમાં પાછા નહીં આવવાનું મન બનાવી લીધું છે. હવે નવા સમાચાર એ છે કે શૈલેશે નવા શોનું શૂટિંગ પણ શરૂ કરી દીધું છે. શૈલેષ લોઢા ફરી એકવાર ટીવી પર દર્શકોને હસાવતા જોવા મળશે. પરંતુ SAB ટીવી પર નહિ શેમારુ ટીવી (Shemaroo TV) પર. શૈલેષ લોઢા હવે આ ચેનલ સાથે જોડાયા છે. 

Join Our WhatsApp Community

તારક મહેતાનું પાત્ર ભજવનાર અભિનેતા શૈલેષ લોઢા (Shailesh Lodha) એક કવિ પણ છે. તેઓ  એક નવા શોમાં જોવા મળવાના છે, જેના માટે તેણે શૂટિંગ પણ શરૂ કરી દીધું છે. શો સાથે સંબંધિત સૂત્રો પાસેથી પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર, આ શો એક કોમેડી કવિ સંમેલન (Kavi sammelan)હશે, જેને શૈલેષ લોઢા હોસ્ટ (Shailesh Lodha host)કરતા જોવા મળશે. શૈલેષનો આ નવો શો શેમારૂ ટીવી પર પ્રસારિત થશે. આ શોમાં દેશના જાણીતા કવિઓ ભાગ લેશે. જો કે આ શોનું નામ શું હશે, તે હજુ જાહેર કરવામાં આવ્યું નથી, પરંતુ આ શો જૂનમાં શેમારુ ટીવી પર ટેલિકાસ્ટ (telecast)થશે.

આ સમાચાર પણ વાંચો: શું ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ માંથી થઇ રહી છે વધુ એક કલાકાર ની વિદાય? આ અભિનેતા ના શો છોડવાના સમાચાર આવ્યા સામે

તમને જણાવી દઈએ કે,શૈલેષ લોઢા 'તારક મહેતા…'ના (TMKOC contract)નિર્માતાઓ દ્વારા આપવામાં આવેલા તેના કોન્ટ્રાક્ટથી ખુશ ન હતા અને આ જ કારણ છે કે તેણે શો છોડવાનો નિર્ણય કર્યો. થોડા સમય પહેલા તારક મહેતાની પત્ની અંજલિ મહેતાનું પાત્ર ભજવનાર અભિનેત્રી નેહા મહેતા, સોઢી બનેલા ગુરચરણ સિંહ, દયા બેન બનેલા દિશા વાકાણીએ આ શોથી દૂરી બનાવી લીધી છે.હવે તેમાં તારક મેહતા બનેલા શૈલેષ લોઢા નું પણ નામ સામેલ થઇ ગયું છે. 

 

Katrina Kaif and Vicky Kaushal: કેટરીના કૈફ અને વિક્કી કૌશલ બન્યા માતા-પિતા, હોસ્પિટલ એ આપ્યું માતા અને દીકરા નું સ્વાસ્થ્ય અપડેટ
Somy Ali on Salman khan: સોમી અલી એ સલમાન ખાન પર ફરી લગાવ્યો ગંભીર આરોપ, વિડીયો શેર કરી કહી આવી વાત
Shraddha Kapoor: શ્રદ્ધા કપૂર બની ‘જૂડી હોપ્સ’નો અવાજ,બોલિવૂડની ‘ક્યૂટ ગર્લ’ નું ડિઝની વર્લ્ડમાં ધમાકેદાર ડેબ્યુ!
Shahrukh khan King: શાહરૂખ ખાનની ‘કિંગ’માં હશે 15 દિગ્ગજ અભિનેતાઓ! જાણો કોણ કોણ જોડાશે?
Exit mobile version