Site icon

મુંબઈ ના ભારે વરસાદ ની અસર પડી આ સિરિયલના શૂટિંગ પર-સેટ પર ભરાયા પાણી-બે દિવસ થી છે બંધ છે કામકાજ

News Continuous Bureau | Mumbai 

હાલ ના દિવસોમાં મુંબઈમાં (mumbai heavy rain) સહિત અન્ય રાજ્યોમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે.તદુપરાંત હવામાન વિભાગે આગામી 3 દિવસ મુંબઈમાં(Mumbai) ભારે થી અતિભારે વરસાદ ની આગાહી કરી છે.એવા માં એવાં સમાચાર આવી રહ્યા છે કે, મુંબઈમાં ભારે વરસાદના કારણે ટીવી ની લોકપ્રિય સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’નું શૂટિંગ (TMKOC) બે દિવસથી બંધ છે. સિરિયલ સાથે સંકળાયેલા સૂત્રો એ જણાવ્યા અનુસાર મુંબાઈમાં પડી રહેલા ભારે વરસાદના કારણે સિરિયલના સેટમાં(serial set) પાણી ભરાયા છે. જેથી શૂટિંગ(shooting) કરવું શક્ય મુશ્કેલ હતું.એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે જો આજે પણ ભારે વરસાદ આવશે તો શૂટિંગ બંધ રાખવું પડી શકે છે. જોકે, મેકર્સ દ્વારા આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. 

Join Our WhatsApp Community

આ શો છેલ્લા 14 વર્ષ થી  મનોરંજન કરી રહ્યો છે. આ શો ના દરેક પાત્રો એ લોકો ના દિલ માં ખાસ જગ્યા બનાવી છે.શો માં જેઠાલાલ અને બબીતાજી (Jethalal and Babita)ની કેમેસ્ટ્રી લોકો ને ખૂબ પસંદ આવે છે.છેલ્લા કેટલાક સમય થી આ શો સમાચારો માં બનેલો છે. આ શો ના અનેક મેમ્બરો (cast)એ શો ને અલવિદા કહ્યું છે. થોડા સમય પહેલા એવા સમાચાર આવ્યા હતા કે, શો માં દયાબેન ની વાપસી થઇ રહી છે. અને દયાબેન ના પાત્ર માટે રાખી વિજન (Rakhi Vijan)નો સંપર્ક કરવામાં આવ્યો છે પરંતુ આ સમાચાર પણ પાયા વિહોણા સાબિત થયા.હવે શો ના નિર્માતા અસિત મોદી(Asit Modi) એ એક વિડીયો શેર કરીને શો ના નવા નટુ કાકા નો પરિચય કરાવ્યો હતો. જેનું પાત્ર કિરણ ભટ્ટ ભજવી રહ્યા છે. 

આ સમાચાર પણ વાંચો : તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ના ચાહકો માટે સારા સમાચાર- શો માં થઇ નવા નટુ કાકા ની એન્ટ્રી-ઘનશ્યામ નાયકના જૂના મિત્ર હવે સંભાળશે જેઠાલાલની દુકાન

દિશા વકાણી ઉપરાંત નેહા મેહતા, નિધિ ભાનુશાલી, ગુરુચરણ સિંહ અને ભવ્ય ગાંધી શો ને અલવિદા કહ્યું છે. જો કે દરેક જણનું શો છોડવા નું કારણ અલગ હતું. થોડા સમય પહેલા મહેતા સાહેબ એટલે કે શૈલેશ લોઢા(Shailesh Lodha) એ પણ શોને અલવિદા કહ્યું છે. શૈલેશ લગભગ 14 વર્ષથી ટીમનો ભાગ હતો.હવે જોવાનું એ રહેશે કે શું શો માં દયાભાભી ની વાપસી થશે? તેમજ શું કિરણ ભટ્ટ નટુ કાકા ના પાત્ર ને ન્યાય આપી શકશે અને દર્શકો આ નવા નટુ કાકા ને સ્વીકારી શકશે?

KRK Arrested in Oshiwara Firing Case: ઓશિવારા ફાયરિંગ કેસમાં KRK ની ધરપકડ! પોલીસને આપ્યું એવું બહાનું કે અધિકારીઓ પણ માથું ખંજવાળતા રહી ગયા; જાણો શું છે મામલો.
Taarak Mehta Ka Ooltah Chashmah: શું ગોકુલધામમાં પાછો ફરશે જૂનો ચહેરો? શોમાં રી-એન્ટ્રીના સમાચારો પર કલાકારનું મોટું નિવેદન; જાણીને ફેન્સ થયા ગદગદ
Border 2 Box Office Collection : બોર્ડર 2’ એ પહેલા જ દિવસે મચાવી ધૂમ! 30 કરોડના કલેક્શન સાથે રણવીર સિંહની ‘ધુરંધર’ ને પછાડી; બનાવ્યો નવો રેકોર્ડ
Abhishek Bachchan Emotional: લગ્નેતર સંબંધો પરની ફિલ્મ જોઈ ધ્રુસકે ને ધ્રુસકે રડ્યો અભિષેક બચ્ચન, કરણ જોહરે વર્ષો પછી શેર કર્યો આ કિસ્સો
Exit mobile version