News Continuous Bureau | Mumbai
બોલિવૂડ એક્ટર(Bollywood actor) કાર્તિક આર્યન ફિલ્મ ‘આશિકી 3’ (aashiqui 3) માં જોવા મળશે. આ ફિલ્મની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ ફિલ્મ 1990ની ફિલ્મ ‘આશિકી’ અને 2013માં આવેલી ફિલ્મ ‘આશિકી 2’ નો ત્રીજો ભાગ છે. જો કે આ ફિલ્મમાં કાર્તિકની(Kartik Aryan) સામે લીડ એક્ટ્રેસ કોણ હશે તે હજુ જાહેર કરવામાં આવ્યું નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, લોકપ્રિય ટીવી સ્ટાર જેનિફર વિંગેટ (Jennifer Winget) આશિકી 3 દ્વારા ડેબ્યૂ કરી શકે છે. ટીવી સિરિયલો સિવાય જેનિફર વિંગેટ કેટલીક વેબ સિરીઝમાં પણ જોવા મળી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ ફિલ્મમાં કાર્તિક આર્યન અને જેનિફર વિંગેટ સાથે જોવા મળી શકે છે. જો કે, અભિનેત્રી અને નિર્માતાઓએ આ વિશે કંઈપણ પુષ્ટિ કરી નથી. તમને જણાવી દઈએ કે ‘આશિકી 3’(Aashiqui 3)ને ડાયરેક્ટર અનુરાગ બાસુ ડિરેક્ટ કરી રહ્યા છે. કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે ‘આશિકી 3’ માટે કાર્તિક આર્યન પ્રથમ પસંદગી નહોતી. મેકર્સ આ ફિલ્મમાં સિદ્ધાર્થ મલ્હોત્રા(Sidharth Malhotra) અને આલિયા ભટ્ટને(Alia Bhatt) લઈને આ ફિલ્મ બનાવવા માંગતા હતા. તેમજ, કેટલાક ચાહકોનું કહેવું છે કે તેઓ ‘આશિકી 2’ માં અભિનેત્રી શ્રદ્ધા કપૂરને કાર્તિકની સામે જોવા માંગે છે.
આ સમાચાર પણ વાંચો : થિયેટરોમાં ફ્લોપ થયા બાદ લાલ સિંહ ચઢ્ઢા હવે OTT પર સ્ટ્રીમ થવા માટે છે તૈયાર -જાણો ક્યારે અને કયા પ્લેટફોર્મ પર જોઈ શકાશે ફિલ્મ
કાર્તિક આર્યનના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, અભિનેતા પાસે ઘણા પ્રોજેક્ટ(project) છે. કાર્તિક આર્યન ફિલ્મ ‘શહજાદા’માં જોવા મળશે. આ સિવાય કાર્તિક ફિલ્મ ‘કેપ્ટન ઇન્ડિયા’, ‘ફ્રેડી’માં પણ કામ કરી રહ્યો છે. કાર્તિક ફિલ્મ ‘સત્ય પ્રેમ કી કથા’માં અભિનેત્રી કિયારા અડવાણી (Kiara Advani)સાથે જોવા મળશે.બીજી તરફ જેનિફર વિંગેટની વાત કરીએ તો,અભિનેત્રી ટીવી સિરિયલ ‘બેહદ’ અને ‘બેપનાહ’માં કામ કરી ચુકી છે. આ સિવાય તે ‘સરસ્વતીચંદ્ર’ સિરિયલમાં પણ જોવા મળી છે. જેનિફરે આમિર ખાનની ફિલ્મ ‘અકેલે હમ અકેલે તુમ’માં બાળ કલાકાર (child artist) તરીકે તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. આ પછી તે રાની મુખર્જીની ડેબ્યુ ફિલ્મ ‘રાજા કી આયેગી બારાત’માં પણ જોવા મળી હતી. ટીવીમાં જેનિફરની પહેલી ભૂમિકા સીરીયલ ‘કસૌટી જિંદગી કે’ (kasauti zindagi ki)માં હતી. તેણે આ સિરિયલમાં સ્નેહા બજાજનું પાત્ર ભજવ્યું હતું. ટીવી સિવાય જેનિફરે વેબ સિરીઝ ‘કોડ એમ’ અને ‘કોડ એમ2’માં પણ કામ કર્યું છે.