Site icon

કેમ 51 વર્ષની ઉંમરે પણ સિંગલ છે તબ્બુ – એક્ટ્રેસે તેની હાલત માટે બોલિવૂડના આ દિગ્ગજ કલાકાર ને ઠેરવ્યો જવાબદાર

News Continuous Bureau | Mumbai

અજય દેવગણ અને તબ્બુની મિત્રતા(Ajay Devgan Tabu friendship) વિશે તો બધા જાણે છે અને એ પણ બધાને ખબર છે કે 51 વર્ષની તબ્બુએ હજુ સુધી લગ્ન (marriage)કર્યા નથી. જો કે અભિનેત્રીએ આ માટે તેના ખાસ મિત્ર અજયને જવાબદાર ઠેરવ્યો છે. તે કહે છે કે અજય દેવગણે તેને લગ્ન કરવા દીધા ન હતા. એક વાતચીતમાં તબ્બુએ અજય સાથેની તેની મિત્રતા વિશે ખુલીને વાત કરી હતી.

Join Our WhatsApp Community

તબ્બુએ એક અંગ્રેજી ન્યૂઝ વેબસાઈટ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, "અજય મારા પિતરાઈ ભાઈ સમીર આર્યનો પાડોશી અને મિત્ર હતો, જે મારી ખૂબ નજીક હતો. આ અમારા સંબંધોનો પાયો છે. જ્યારે હું નાની હતી  ત્યારે સમીર અને અજય મારી જાસૂસી કરતા હતા. તેઓ મારી પાછળ આવતા હતા અને જો તેઓ મને કોઈ છોકરા સાથે વાત કરતા જોતા  તો તેઓ તેને પીટવા ની ધમકી આપતા હતા. તેઓ મોટા ગુંડા હતા અને જો હું આજે સિંગલ(single) છું તો તે ફક્ત અજયના કારણે જ છે. હું આશા રાખું છું કે તે તેના માટે પસ્તાવો થશે.."આ દરમિયાન તબ્બુએ ખુલાસો કર્યો હતો કે તેણે અજય દેવગનને વધુ સારો જીવનસાથી(life partner) શોધવાની જવાબદારી સોંપી છે. તેણી કહે છે, "જો કોઈ પર હું વિશ્વાસ(trust) કરી શકું તો તે અજય છે. તે એક બાળક જેવો છે અને અત્યાર સુધી ખૂબ જ રક્ષણાત્મક છે. જ્યારે તે આસપાસ હોય ત્યારે સેટ પરનું વાતાવરણ હળવું હોય છે. અમે બિનશરતી રીતે એક અનોખો સંબંધ શેર કરીએ છીએ. અને અનહદ સ્નેહ વહેંચીએ છીએ."

આ સમાચાર પણ વાંચો : જ્યારે ગુસ્સામાં અમરીશ પુરીએ સેટ પર બધાની સામે ગોવિંદાને મારી હતી થપ્પડ-જાણો શું હતું કારણ

તબ્બુએ અગાઉ એક વાતચીતમાં કહ્યું હતું કે અજય દેવગણ તેને ક્યારેય લગ્ન કરીને સેટલ થવા માટે નહીં કહે. તેણે કહ્યું, "તેઓ મને સારી રીતે જાણે છે. તેઓ જાણે છે કે મારા માટે શું સારું છે" આ દરમિયાન જ્યારે અજયને પૂછવામાં આવ્યું કે તબ્બુ માટે શું યોગ્ય છે તો તેણે કહ્યું કે અમે તેના માટે બરાબર છીએ. અજયે એમ પણ કહ્યું કે તે નાનપણથી આ રીતે જીવે છે. જ્યારે ઈન્ટરવ્યુ લેનારે તબ્બુને પૂછ્યું કે તે કેમ સેટલ(settle) નથી થયા તો તેણે કહ્યું, "અમે તેમના પરિવારમાં સ્થાયી થયા છીએ, મિત્રોનો પરિવાર અમારો પરિવાર(family) છે."અજય દેવગણ અને તબ્બુએ 'વિજયપથ', 'હકીકત', 'તક્ષક', 'દ્રશ્યમ' અને 'ગોલમાલ અગેન' જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. તેઓ છેલ્લે 2019માં રિલીઝ થયેલી 'દે દે પ્યાર દે'માં સાથે જોવા મળ્યા હતા. તેની આગામી ફિલ્મ 'દ્રશ્યમ 2' (Drishyam 2)છે, જે 18 નવેમ્બર 2022ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

 

Rajkummar Rao Father: રાજકુમાર રાવ અને પત્રલેખા બન્યા પેરેન્ટ્સ, ચોથી વર્ષગાંઠ પર મળી સૌથી મોટી ભેટ!
Karan Kundrra and Tejasswi Prakash: શું ખરેખર આવતા વર્ષે લગ્ન ના બંધન માં બંધાશે તેજસ્વી પ્રકાશ અને કરણ કુન્દ્રા? અભિનેત્રી એ કર્યો ખુલાસો!
Shah Rukh Khan King: શાહરુખ ખાનનો ફિલ્મ ‘કિંગ’નો નવો લુક વાયરલ, ફેન્સ થયા દીવાના
Karisma Kapoor: કરીશ્મા કપૂરની દીકરી સમૈરાએ કોર્ટમાં કેમ કહ્યું – ‘ટ્યુશન ફી બાકી’? જાણો ૩૦,૦૦૦ કરોડના વિવાદની વિગતો
Exit mobile version