ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો.
મુંબઈ, 26 એપ્રિલ 2021.
તારા સુતારિયાએ બહુ ઓછી ફિલ્મો કરીને બોલીવુડમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. આજે તે એક મોટા સ્ટાર તરીકે ગણાય છે. અભિનેત્રી તારા સુતારિયા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. અવાર નવાર તે સોશિયલ મીડિયા પર ફોટો અને વિડીયો શેર કરતી રહે છે.
તાજેતરમાં અભિનેત્રીએ માલદિવ્સમાં વેકેશનની મજા માણતી થ્રો બેક તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં અભિનેત્રી સ્વિમિંગ પૂલમાં વચ્ચો-વચ્ચ જોવા મળી રહી છે. આ તસવીરોમાં અભિનેત્રી એ વ્હાઇટ કલરનું સ્વિમસૂટ પહેર્યું છે. આ ફોટો શેર કરતા અભિનેત્રીએ લખ્યું છે કે, “જલપરીની જેમ જ”.
તારા સુતરિયા બોલીવૂડમાં કારકિર્દી શરૂઆત કરણ જોહરની 'સ્ટુડન્ટસ ઓફ ધ ઇયર ટુ' થી કરી હતી. તારા સુતારિયાએ બોલિવૂડમાં આવ્યા પહેલા ટેલિવિઝન ની દુનિયામાં પોતાની આગવી ઓળખ ઉભી કરી હતી.બાળ કલાકાર તરીકે તારાએ કામ કર્યું હતું.
શું ભારતનું વેક્સિન સંકટ ટળશે? આ દેશ ભારતમાં ૮૫ કરોડ રસી બનાવશે.