Site icon

કંગના રનૌતના શો લોક-અપ માં વોર્ડન બનીને પહુંચી આ અભિનેત્રી, હવે કોના પર થશે જેહરીલો વાર

News Continuous Bureau | Mumbai

કંગના રનૌતનો (Kangana Ranaut)રિયાલિટી શો (Reality show) લોક અપ (Lock-Upp) ધીમે ધીમે ફિનાલે તરફ આગળ વધી રહ્યો છે. જેમ જેમ ફિનાલે (finale) નજીક આવે છે તેમ આ શોમાં જોરદાર ધમાલ જોવા મળી રહી છે. તાજેતરમાં, લોક-અપમાંથી પૂનમ પાંડેનું (Poonam Pandey) પાંદડું કપાઈ ગયું છે અને હવે દરેક વ્યક્તિ એ જાણવા માટે ઉત્સુક છે કે કંગના રનૌત વિજેતાની ટ્રોફી ક્યા સ્પર્ધકને આપશે? દરમિયાન, નિર્માતાઓએ લોક અપનો ધમાકેદાર પ્રોમો (Lock-upp promo) રિલીઝ કર્યો છે, જેમાં ટીવી અભિનેત્રી તેજસ્વી પ્રકાશ જોવા મળે છે. પ્રોમો સાથે એ વાત સામે આવી છે કે લોક અપની વોર્ડન બીજું કોઈ નહીં પણ નાગિન 6 (Naagin-6) ની અભિનેત્રી હશે.

Join Our WhatsApp Community

લોક અપનો નવો પ્રોમો (Lock-upp news promo) જોયા પછી, તમે કંગના રનૌતના શોમાં આવતા નવા ટ્વિસ્ટને જોવા માટે ઉત્સુક હશો. પ્રોમોમાં બતાવવામાં આવ્યું છે કે તેજસ્વી પ્રકાશ (Tejaswi prakash) લોક અપની અંદર સ્ટાઇલિશ અંદાજમાં એન્ટ્રી લે છે. આ પછી, તે એક પછી એક શોમાં વર્તમાન સ્પર્ધકોના નામ લે છે અને કહે છે કે હવે કોના પર થશે જેહરીલો વાર? આ પ્રોમો પરથી સ્પષ્ટ થાય છે કે તેજસ્વી પ્રકાશની એન્ટ્રી (Tejaswi Prakash entry)સાથે લોક-અપ માં કોઈ નું તો એલિમિનેશન(elimination) જરૂર થવાનું છે. 

આ સમાચાર પણ વાંચો: ઈદ ના અવસર પર જોવા મળ્યું સલમાન ખાન અને શહનાઝ ગિલ નું બોન્ડિંગ, વિડીયો જોઈ ચાહકોએ આપી આવી પ્રતિક્રિયા; જુઓ વિડીયો

તાજેતરમાં લોક અપના (Lock-upp)સેટની બહાર એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં એક અભિનેત્રીની ઝલક જોવા મળી હતી. વીડિયો (video)જોયા બાદ લોકો અનુમાન લગાવી રહ્યા હતા કે કંગના રનૌતના શોમાં રૂબિના દિલાઇક (Rubina Dilaik) વોર્ડન બનશે અથવા શહેનાઝ ગિલ (Shehnaz Gill). લોક અપના નવા પ્રોમો સાથે એ વાત સામે આવી છે કે લોક અપનો વોર્ડન બીજું કોઈ નહીં પણ બિગ બોસ 15ની વિજેતા (Big boss 15 winner) તેજસ્વી પ્રકાશ છે.

Anupamaa Twist: ‘અનુપમા’માં મોટો ધમાકો,ગૌતમ-માહીના થયા ધામધૂમથી લગ્ન, જ્યારે રાજાએ પરીને લઈને લીધો આવો નિર્ણય
Zareen Khan Funeral: સંજય ખાનની પત્નીની વિદાય,મુસ્લિમ ઝરીન ખાનને હિંદુ રિવાજથી કેમ અપાઈ અંતિમ વિદાય? જાણો કારણ
Mahhi Vij: હોસ્પિટલ માંથી માહી વીજ એ આપ્યું પોતાનું હેલ્થ અપડેટ, વિડીયો શેર કરી કહી આવી
The Family Man 3 Trailer Out: ‘ધ ફેમિલી મેન 3’નું ટ્રેલર રિલીઝ થતાં ધમાકો! શ્રીકાંત તિવારી હવે છે ‘મોસ્ટ વોન્ટેડ’, જયદીપ અહલાવતની એન્ટ્રીથી ગેમ ચેન્જ!
Exit mobile version