કપિલ શર્માના આશીર્વાદ લીધા અક્ષયકુમારે? ઇન્સ્ટાગ્રામ પર ફોટો શૅર કરી કપિલે લખ્યું : નવી ફિલ્મ ‘બેલ બૉટમ’ માટે આશીર્વાદ લઈ રહેલા સુપ્રસિદ્ધ ફિલ્મ અભિનેતા શ્રી અક્ષયકુમાર

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો                                                                                  

મુંબઈ, 10 ઑગસ્ટ, 2021

મંગળવાર

ધ કપિલ શર્માશો ટીવી પર ફરી શરૂ થવાનો છે. આ શોનો પહેલો ગેસ્ટ બૉલિવુડ ઍક્ટર અક્ષયકુમાર છે. દરમિયાન કપિલે અક્ષયકુમાર સાથેનો એક ફોટો શૅર કર્યો છે, જેમાં અક્ષયકુમાર કપિલના પગને સ્પર્શ કરતો જોવા મળી રહ્યો છે. આ ફોટા પર ફેન્સે મજેદાર કમેન્ટ્સ કરી હતી. હવે ઑક્ટરે પણ આના પર પોતાની પ્રતિક્રિયા આપી છે. કપિલ શર્માએ તેના ઇન્સ્ટાગ્રામ પર ફોટો શૅર કરીને લખ્યું હતું કે સુપ્રસિદ્ધ ફિલ્મ અભિનેતા શ્રી અક્ષયકુમાર તેની નવી ફિલ્મ બેલ બૉટમને માટે આશીર્વાદ લઈ રહેલા.’ આ ફોટાની કમેન્ટ સેક્શનમાં અક્ષયકુમારે કપિલની મજાક ઉડાડતાં લખ્યું આશીર્વાદ પછી શ્રી અક્ષયકુમાર શ્રી કપિલ શર્માના  દિમાગને તેના ઘૂંટણમાં શોધી રહેલા.આ કમેન્ટ પર ફેન્સ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

ગોલ્ડન બૉય નીરજ ચોપરા ઉપર બાયોપિક બનાવવાની ચર્ચા જોરમાં, નીરજને કયો બૉલિવુડ ઍક્ટર પસંદ છે પોતાના પાત્ર માટે; જાણો વિગત

વધુમાં જણાવવાનું કે કપિલ અને અક્ષય એકબીજાની પોસ્ટ ઉપર કમેન્ટ કરતા જ રહે છે.

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *