પીએમ મોદીએ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ના કર્યા વખાણ, નિર્દેશક વિવેક અગ્નિહોત્રીએ આ રીતે વ્યક્ત કર્યો તેમનો આભાર

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ' આ દિવસોમાં ટ્રેન્ડમાં છે. દરેક જગ્યાએ આ ફિલ્મની ચર્ચા છે. અનુપમ ખેર સ્ટારર ફિલ્મ ધ કશ્મીર ફાઇલ્સને ખૂબ સારા રિવ્યુ મળી રહ્યા છે. વિવેક અગ્નિહોત્રીના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મના દરેક લોકો વખાણ કરી રહ્યા છે. માત્ર જનતા જ નહીં પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ આ ફિલ્મ પસંદ આવી છે. તે ફિલ્મની ટીમને મળ્યા  અને તેમને અભિનંદન પણ પાઠવ્યા. 

 

ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ'ના નિર્માતા અભિષેક અગ્રવાલે તેમના ટ્વિટર હેન્ડલ પર પીએમ મોદી સાથેની તેમની મુલાકાતની કેટલીક તસવીરો પોસ્ટ કરી છે. આ પછી લોકો તે ફોટાને જોરદાર શેર કરી રહ્યા છે. આ બેઠકે 'ધ કાશ્મીર ફાઇલ્સ'ના નિર્માતાઓને ગૌરવ અપાવ્યું હતું. સાથે જ ફિલ્મના નિર્દેશક વિવેક રંજન અગ્નિહોત્રીએ પણ આ પોસ્ટને રીટ્વીટ કરી છે.આ તસવીરો શેર કરતાં ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ લખ્યું: ‘હું ખૂબ જ ખુશ છું કે અભિષેકે ભારતનું આ પડકારજનક સત્ય બતાવવાની હિંમત કરી છે. યુએસએમાં #TheKashmirFilesનું સ્ક્રીનીંગ નરેન્દ્ર મોદીના નેતૃત્વ પ્રત્યે વિશ્વના વલણને બદલવામાં ફાયદાકારક સાબિત થયું.તેમજ અભિષેકે લખ્યું, 'આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને મળવું ખૂબ જ સારું લાગ્યું. જે વાતે મીટિંગને વધુ ખાસ બનાવી તે તેમના શબ્દો હતા, જે તેમણે 'ધ કાશ્મીર ફાઇલ્સ' માટે બોલ્યા હતા. આ ફિલ્મનું નિર્માણ કરવા બદલ અમને ગર્વ છે. આભાર મોદીજી.’

આ સમાચાર પણ વાંચો : કેન્સર ને માત આપ્યા બાદ ગુજરાત ના સાળંગપુર હનુમાનજીના દર્શનાર્થે આવ્યા બોલિવુડ એક્ટર અને ડિરેક્ટર મહેશ માંજરેકર, સંતોના લીધા આશીર્વાદ; જુઓ ફોટોગ્રાફ્સ

તમને જણાવી દઈએ કે, 'ધ કશ્મીર ફાઇલ્સ' પણ કમાણીના મામલામાં શાનદાર દેખાવ કરી રહી છે. ફિલ્મ બીજા દિવસે લગભગ 139.44 ટકાની વૃદ્ધિ સાથે દેખાઈ હતી. ટ્રેડ એનાલિસ્ટ ની માહિતી અનુસાર, 'ધ કાશ્મીર ફાઇલ્સ'એ ફિલ્મના પહેલા દિવસે લગભગ 3.55 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું જયારે કે શનિવારે 8.50 કરોડ એકત્ર થયા હતા.લોકોએ ફિલ્મને સારો પ્રતિસાદ આપ્યો છે. આશા છે કે આગામી દિવસોમાં ફિલ્મને વર્ડ ઓફ માઉથનો ફાયદો મળશે.

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment