Site icon

સુશાંતના મિત્ર સિદ્ધાર્થ પીઠાણીની જામીન અરજી બીજી વખત ફગાવી દેવામાં આવી, જાણો શું છે કારણ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    

મુંબઈ, 13 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Community

શુક્રવાર

બૉલિવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ બાદ નાર્કોટિક કન્ટ્રોલ બ્યુરો (NCB) ડ્રગ એંગલની તપાસ કરી રહી છે, જેમાં ઘણા લોકોનાં નામ સામે આવ્યાં છે. આ કેસમાં સુશાંતના મિત્ર અને ફ્લૅટમેટ સિદ્ધાર્થ પીઠાણીની 29 મેના રોજ હૈદરાબાદથી ધરપકડ કરવામાં આવી હતી, ત્યાર બાદ તેની જામીન અરજી બે વખત ફગાવી દેવામાં આવી છે. સિદ્ધાર્થ પીઠાણીના વકીલ તારક સૈયદે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે નાર્કોટિક ડ્રગ્સ ઍન્ડ  સાઇકોટ્રોપિક સબસ્ટેન્સિસ (NDPS) કોર્ટ દ્વારા તેની જામીન અરજી ફગાવી દેવામાં આવી છે. NCBના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેના જણાવ્યા અનુસાર કોર્ટે જામીન નામંજૂર કર્યા છે, કારણ કે તેમને એમાં કોઈ યોગ્યતા દેખાતી નથી.

‘અનુપમા’ના આવનારા એપિસોડમાં રસપ્રદ વળાંક : પારિતોષને લાફો કેમ મારે છે વનરાજ? પારિતોષ અને કિંજલ જતાં જોઈને અનુપમા રડવા લાગી

મે મહિનામાં ધરપકડ કરાયેલા સિદ્ધાર્થ પીઠાણીને 25 જૂને લગ્ન માટે બહાર આવવાની મંજૂરી આપવામાં આવી હતી, ત્યાર બાદ તેણે પોતે 2 જુલાઈએ કોર્ટ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. ત્યારથી તેના દ્વારા દાખલ કરવામાં આવેલી બે જામીન અરજી ફગાવી દેવામાં આવી છે. સિદ્ધાર્થ પર સુશાંતને ડ્રગ્સ ખરીદવામાં મદદ કરવાનો આરોપ છે, ત્યાર બાદ તેની NDPS ઍક્ટની કલમ 27-A હેઠળ ધરપકડ કરવામાં આવી હતી.

Jugnuma Premiere: ‘જગનુમા’ના પ્રીમિયર પર જયદીપ, અનુરાગ અને વિજયે મનોજ બાજપેયી સાથે કર્યું એવું વર્તન કે બધા હસી પડ્યા, જુઓ વિડીયો
Kurukshetra: ઓટીટી પર ધમાકો કરશે ‘કુરુક્ષેત્ર’, જાણો ક્યારે અને કયા પ્લેટફોર્મ પર રિલીઝ થશે એનિમેટેડ સિરીઝ
Anupama: ‘અનુપમા’ના અનુજ વિશે રાજન શાહીએ કહી એવી વાત કે ગૌરવ ખન્નાના ફેન્સે મચાવ્યો હંગામો
Sanjay Dutt: અભિનેતા ની સાથે સાથે એક સફળ બિઝનેસ મેન પણ છે સંજય દત્ત, વિસ્કી બ્રાન્ડ પછી હવે આ ક્ષેત્ર માં સંજુ બાબા નો ધમાકેદાર પ્રવેશ
Exit mobile version