Site icon

બોલિવૂડના આ સુપરસ્ટાર્સે નકલી નામથી જીત્યા ચાહકોના દિલ-જાણો શું છે તેમના અસલી નામ

News Continuous Bureau | Mumbai

બોલિવૂડમાં હીરો બનવા માટે સ્ટાર્સ ના જાણે શું શું કરતા હોય છે. કેટલીકવાર તેઓ તેમના શરીરને સંપૂર્ણપણે બદલી નાખે છે, કેટલીકવાર તેઓ વાળ ન હોવા પર નકલી વાળ પણ લગાવે છે. આજે આ ખાસ અહેવાલમાં અમે તમને એવા સ્ટાર્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમણે ફિલ્મોમાં(film industry) આવતા પહેલા પોતાના નામ બદલી નાખ્યા હતા. આ લિસ્ટમાં ઘણા એવા સ્ટાર્સ છે, જેઓ આજે બોલિવૂડનું મોટું નામ છે. તો ચાલો જાણીએ કે આ બોલિવૂડ સ્ટાર્સના અસલી નામ શું છે, જે તેમણે દુનિયાથી છુપાવ્યા છે.

Join Our WhatsApp Community

1. અમિતાભ બચ્ચન

નામ બદલવાની આ યાદીમાં બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)પણ સામેલ છે. તેમનું સાચું નામ ઈન્કિલાબ શ્રીવાસ્તવ છે.

2. અજય દેવગણ

અજય એક્શન કોરિયોગ્રાફર વીરુ દેવગનનો(veeru Devgan) પુત્ર છે. તેનું સાચું નામ અજય નહીં પણ વિશાલ વીરુ દેવગન છે. જે તેણે પાછળથી બદલી નાખ્યું.

3. ગોવિંદા

બોલિવૂડ સ્ટાર ગોવિંદાનું (Govinda real name)સાચું નામ ગોવિંદ અરુણ આહુજા છે. પરંતુ આપણે તેને માત્ર ગોવિંદાના નામથી જ ઓળખીએ છીએ.

4. જ્હોન અબ્રાહમ

બોલિવૂડ સ્ટાર જોન અબ્રાહમનું (John Abraham)અસલી નામ ફરહાન અબ્રાહમ હતું. પરંતુ અભિનેતાએ ફિલ્મો માટે પોતાનું નામ બદલવું પડ્યું.

5. રિતિક રોશન

આ યાદીમાં રિતિક રોશનનું (Hritik Roshan)નામ પણ સામેલ છે. તેનું સાચું નામ રિતિક નાગરથ છે.

6. સૈફ અલી ખાન

કરીના કપૂરના પતિ અને બોલિવૂડ સ્ટાર સૈફ અલી ખાનનું(Saif ali khna) સાચું નામ સાજિદ અલી ખાન છે.

7. મિથુન ચક્રવર્તી

બોલિવૂડના ડાન્સિંગ હીરો(bollywood dancing star) મિથુન ચક્રવર્તીનું અસલી નામ ગૌરાંગ ચક્રવર્તી હતું. પરંતુ તેણે બોલીવુડનો હીરો બનવા પોતાનું નામ બદલી નાખ્યું.

8. સલમાન ખાન

સલમાન ખાનનું(Salman Khan) સાચું નામ અબ્દુલ રાશિદ ખાન છે. તેણે હીરો બનવા માટે પોતાનું નામ બદલીને તેનું સ્ક્રીન નામ સલમાન ખાન પસંદ કર્યું.

9. સની દેઓલ

બોલિવૂડ ફિલ્મ સ્ટાર સની દેઓલનું(sunny Deol) સાચું નામ અજય સિંહ દેઓલ છે. જે ભાગ્યે જ તેના કોઈ ચાહકોને ખબર હશે.

આ સમાચાર પણ વાંચો : હાલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં દયાબેન અને તારક મહેતાની નહીં થાય એન્ટ્રી-નિર્માતાએ કહી આ વાત

Hrithik Roshan birthday special: પહેલી કમાણી માત્ર 100, આજે વર્ષે કમાય છે કરોડો! જાણો કેવી રીતે ઋતિક રોશને ઉભું કર્યું 3100 કરોડનું સામ્રાજ્ય
The Raja Saab: ‘ધ રાજા સાબ’ ના રિલીઝ દિવસે થિયેટરમાં જોવા મળ્યો અજીબ નજારો, પ્રભાસના ફેન્સ મગર લઈને પહોંચ્યા!જાણો વાયરલ વિડીયો ની હકીકત
The Raja Saab Movie Review: પ્રભાસનો સ્ટાઈલિશ લુક પણ નબળી વાર્તાને બચાવી શક્યો નહીં, દર્શકોની ધીરજની આકરી કસોટી કરતી ફિલ્મ
The Raja Saab Cast Fees: પ્રભાસનો મોટો ધડાકો! ‘રાજા સાબ’ માટે વસૂલી એટલી ફી કે બોલિવૂડના ખાન પણ રહી ગયા પાછળ, આંકડો જાણીને ચોંકી જશો
Exit mobile version