Site icon

દિશા પટની સાથેના બ્રેકઅપ પછી બોલિવૂડની આ અભિનેત્રી માટે ધડકે છે ટાઈગર શ્રોફ નું દિલ-પુરી દુનિયા સામે વ્યક્ત કરી પોતાની લાગણી

 News Continuous Bureau | Mumbai

એક્શન હીરો તરીકે જાણીતો એક્ટર ટાઈગર શ્રોફ(Tiger shroff) લાંબા સમયથી દિશા પટની સાથે રિલેશનશિપમાં(Disha Patani relationship) હતો. જોકે હવે બંનેનું બ્રેકઅપ(breakup) થઈ ગયું છે. આ પછી ચાહકોને એ જાણવામાં રસ છે કે દિશા સાથેના બ્રેકઅપ બાદ હવે ટાઈગર કોને ડેટ(Tiger shroff date) કરી રહ્યો છે? હાલમાં જ ટાઈગર આ મામલે વાત કરતો જોવા મળ્યો હતો. તેણે પોતાને સિંગલ ગણાવ્યો અને તે કોના તરફ આકર્ષાય છે તે વિશે પણ વાત કરી.

Join Our WhatsApp Community

તમને જણાવી દઈએ કે ટાઈગર શ્રોફ કરણ જોહરના ચેટ શો 'કોફી વિથ કરણ 7'(Koffee with Karan)ના તાજેતરના એપિસોડમાં ઘણા રસપ્રદ ખુલાસા કરતા જોવા મળશે. તેણે કૃતિ સેનન સાથે શોમાં ભાગ લીધો છે. આ દરમિયાન ટાઇગરે એમ પણ કહ્યું કે તે આ દિવસોમાં તેના સિંગલ સ્ટેટસનો(single status) આનંદ માણી રહ્યો છે. જો કે તેણે પોતાના માટે નવા પાર્ટનર(new partner) ની શોધ શરૂ કરી દીધી છે. ટાઈગર શ્રોફે વાત વાત માં એ પણ ઈશારો કર્યો હતો કે તેને અભિનેત્રી શ્રદ્ધા કપૂર પર  ક્રશ(cush on Shraddha kapoor) છે.કરણ જોહરના શોમાં ટાઈગર શ્રોફ તેની લવ લાઈફ(love life) વિશે ઘણા રસપ્રદ ખુલાસા કરતો જોવા મળશે. તેણે શો દરમિયાન માત્ર તેની રિલેશનશિપ સ્ટેટસની સ્પષ્ટતા કરી નથી, પરંતુ તે પણ જાહેર કર્યું છે કે તે બોલિવૂડ અભિનેત્રી શ્રદ્ધા કપૂરને પસંદ કરે છે અને તેનાથી આકર્ષાય છે. ટાઈગરે કહ્યું- 'હું સિંગલ છું. મને લાગે છે. હું કોઈને શોધી રહ્યો છું. અભિનેતાએ આગળ કહ્યું, 'હું હંમેશાથી શ્રદ્ધા કપૂર તરફ આકર્ષિત રહ્યો છું. મને લાગે છે કે તે અદ્ભુત છે.'

આ સમાચાર પણ વાંચો : ફરી પ્રેમમાં પડી સૈફ અલી ખાનની દીકરી સારા અલી ખાન-આ વખતે બોલિવૂડ સ્ટાર નહિ પરંતુ ક્રિકેટર ને ડેટ કરી રહી હોવાની છે ચર્ચા

ટાઈગરે એ પણ સ્પષ્ટ કર્યું કે તેના અને દિશાના રસ્તા(breakup) અલગ થઈ ગયા છે. ટાઈગર શ્રોફના કામની વાત કરીએ તો તે ટૂંક સમયમાં જ ફિલ્મ 'ગણપત'માં જોવા મળશે. આ ફિલ્મમાં તે કૃતિ સેનન સાથે લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન(Amitabh bachchan cameo) પણ કેમિયો કરતા જોવા મળશે.આ સિવાય અક્ષય કુમાર સાથેની તેની ફિલ્મ 'છોટે મિયાં બડે મિયાં'ની પણ જાહેરાત કરવામાં આવી છે. જોવાનું એ રહેશે કે ટાઇગર આવનારી ફિલ્મોમાં શું કમાલ કરી શકે છે.

 

Katrina Kaif and Vicky Kaushal: કેટરીના કૈફ અને વિક્કી કૌશલ બન્યા માતા-પિતા, હોસ્પિટલ એ આપ્યું માતા અને દીકરા નું સ્વાસ્થ્ય અપડેટ
Somy Ali on Salman khan: સોમી અલી એ સલમાન ખાન પર ફરી લગાવ્યો ગંભીર આરોપ, વિડીયો શેર કરી કહી આવી વાત
Shraddha Kapoor: શ્રદ્ધા કપૂર બની ‘જૂડી હોપ્સ’નો અવાજ,બોલિવૂડની ‘ક્યૂટ ગર્લ’ નું ડિઝની વર્લ્ડમાં ધમાકેદાર ડેબ્યુ!
Shahrukh khan King: શાહરૂખ ખાનની ‘કિંગ’માં હશે 15 દિગ્ગજ અભિનેતાઓ! જાણો કોણ કોણ જોડાશે?
Exit mobile version