Site icon

‘ ધ કાશ્મીર ફાઇલ્સ’ ના દિગ્દર્શક વિવેક અગ્નિહોત્રી એ કરી મોટી જાહેરાત: ફિલ્મ ની કમાણી નો પૈસો આ કામ માં કરશે ખર્ચ; જાણો વિગત

News Continuous Bureau | Mumbai

'ધ કાશ્મીર ફાઇલ્સ' તાજેતરમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સતત કમાણી કરી રહી છે. ફિલ્મમાં ભજવવામાં આવેલા તમામ પાત્રોએ પોતાના પાત્રોને ન્યાય આપ્યો છે. આ ફિલ્મને લઈને સોશિયલ મીડિયા પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે.આ બધા સમાચાર ની વચ્ચે ફિલ્મ ના દિગ્દર્શક વિવેક અગ્નિહોત્રી એ એક મહત્વ પૂર્ણ જાહેરાત કરી છે. 

Join Our WhatsApp Community

વિવેક અગ્નિહોત્રી એ જણાવ્યું કે ‘મેં  અને મારી ટીમે આ ફિલ્મ નું નિર્માણ શુરુ થતા પહેલાજ નિર્ણય કર્યો હતો કે આ ફિલ્મ ની કમાણી નો  એક પણ પૈસો  કોઈ પોતાના ઉપયોગ માટે ખર્ચ નહિ કરે. જો આ પૈસાનો અમે ઉપયોગ કરીએ તો એ વિસ્થાપિત પંડિતોના લોહીના સોદા જેવું ગણાશે. દિર્ગ્દર્શકે વધુ માં જણાવ્યું કે અમે એ રાજ્યો ના આભારી છીએ કે જેમને આ ફિલ્મ ને ટેક્સ ફ્રી કરી છે.અમારી આ વાત ને પ્રત્યેક વિસ્થાપિત પંડિત સુધી પહોંચાડવામાં આવે એમ અગ્નિહોત્રી એ જણાવ્યું હતું.

આ સમાચાર પણ વાંચો: આ કારણથી સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યો છે શાહરૂખ ખાન, ફરહાન અખ્તર સાથે જોડાયેલું છે કનેક્શન

તમને જણાવી દઈએ કે વિવેક અગ્નિહોત્રી ને વાય કેટેગરી ની સુરક્ષા પુરી પાડવામાં આવી છે. કાશ્મીર વિદ્રોહ દરમિયાન કાશ્મીરી પંડિતોની હિજરત પર આધારિત, આ ફિલ્મ પ્રેક્ષકોને થિયેટરોમાં પાછા લાવી રહી છે. મિથુન ચક્રવર્તી, અનુપમ ખેર, દર્શન કુમાર અને પલ્લવી જોશી અભિનીત આ ફિલ્મ 100 કરોડ રૂપિયાને પાર કરી ગઈ છે.

Anupamaa Twist: ‘અનુપમા’માં મોટો ધમાકો,ગૌતમ-માહીના થયા ધામધૂમથી લગ્ન, જ્યારે રાજાએ પરીને લઈને લીધો આવો નિર્ણય
Zareen Khan Funeral: સંજય ખાનની પત્નીની વિદાય,મુસ્લિમ ઝરીન ખાનને હિંદુ રિવાજથી કેમ અપાઈ અંતિમ વિદાય? જાણો કારણ
Mahhi Vij: હોસ્પિટલ માંથી માહી વીજ એ આપ્યું પોતાનું હેલ્થ અપડેટ, વિડીયો શેર કરી કહી આવી
The Family Man 3 Trailer Out: ‘ધ ફેમિલી મેન 3’નું ટ્રેલર રિલીઝ થતાં ધમાકો! શ્રીકાંત તિવારી હવે છે ‘મોસ્ટ વોન્ટેડ’, જયદીપ અહલાવતની એન્ટ્રીથી ગેમ ચેન્જ!
Exit mobile version