Site icon News Continuous Bureau | Mumbai

શું રાજનીતિમાં પ્રવેશ કરશે બોલિવૂડની પંગા ક્વીન કંગના રનૌત- અભિનેત્રીએ આપ્યો આ જવાબ

News Continuous Bureau | Mumbai

બોલિવૂડની પંગા ક્વીન કંગના રનૌત(Kangana Ranaut) પોતાની વાત બિન્દાસ પણે રાખવા માટે જાણીતી છે. જોકે તેને ઘણી વખત પોતાના નિવેદનોના કારણે ટ્રોલ(Trolls) પણ થવું પડે છે. કંગના રાજનીતિક મામલે પણ અવારનવાર પોતાની વાત રાખે છે. આ જ કારણ છે કે ઘણા લોકોને લાગે છે કે તે રાજનીતિ(Politics) ના મેદાનમાં ઉતરી શકે છે. દરમિયાન એક ખાનગી ટીવી ચેનલ સાથે કંગનાએ ખાસ વાતચીત કરી હતી. આ દરમિયાન અભિનેત્રીને રાજનીતિમાં એન્ટ્રી કરવાને લઇને સવાલ કર્યો હતો.

Join Our WhatsApp Channel

બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતે હવે તેના દિલની વાત કહી દીધી છે. એક ટીવી ચેનલના કાર્યક્રમમાં તેણે જે કંઈ પણ કહ્યું તેનાથી સ્પષ્ટ સંકેત મળી રહ્યાં છે કે રાજનીતિમાં આવવા તૈયાર છે અને ભાજપ(BJP)ની ટિકિટ પર હિમાચલ વિધાનસભા(HImachal Pradesh Assembly polls) ની ચૂંટણી પણ લડવા માંગે છે. 

આ સમાચાર પણ વાંચો : ગજબ કેવાય- અહીં કોર્ટની અંદર જ બાખડી પડ્યા બે મહિલા વકીલ- છુટા હાથે મારામારી- ખેંચ્યા એકબીજાના વાળ- જુઓ વીડિયો

ચેનલના કાર્યક્રમમાં પહોંચેલી કંગનાએ વાતચીતમાં વડાપ્રધાન મોદી(PM Modi) ના વખાણ કર્યા તો તેમણે રાહુલ ગાંધી(Rahul Gnandhi) અને અરવિંદ કેજરીવાલ પર કટાક્ષ કર્યો. તેમણે કહ્યું કે, પીએમ નરેન્દ્ર મોદી જેવા મહાન વ્યક્તિ ઇતિહાસમાં એક જ વાર આવે છે. રાજકારણમાં જોડાવાના સવાલ પર અભિનેત્રીએ કહ્યું, જે પ્રકારની પરિસ્થિતિ છે, સરકાર ઇચ્છે છે કે હું તેમાં ભાગ લઉં, હું તે કરીશ અને હું મારી ભાગીદારી માટે તૈયાર છું. કંગનાએ વધુમાં કહ્યું કે મેં કહ્યું તેમ, હિમાચલ પ્રદેશના લોકો મને સેવા કરવાની તક આપે તો તે મારુ સૌભાગ્ય ગણાશે. 

Naseeruddin Shah Targets BJP નસીરુદ્દીન શાહનું વિવાદાસ્પદ નિવેદન; કહ્યું ‘ગર્વ સાથે કહું છું કે હું દિમાગી નક્સલ છું’, કેન્દ્ર સરકાર સામે સાધ્યું નિશાન
Celebrity First Karwa Chauth રશ્મિકાવિજયથી લઈને નૂપુરસ્ટેબિન સુધી લગ્ન બાદ આ સેલિબ્રિટી કપલ્સ મનાવશે પહેલો કરવા ચોથ
Kartik Aaryan In Operation Sindoor ‘ઓપરેશન સિંદૂર’માં કાર્તિક આર્યનની એન્ટ્રી? ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રી સાથે લીડ રોલ માટે હાથ મિલાવ્યા
KBC Ramayana Special Episode સાઈ પલ્લવીએ ડૉક્ટરી છોડીને એક્ટિંગ કેમ પસંદ કરી? રણબીર કપૂરનો રમુજી જવાબ સાંભળી અમિતાભ બચ્ચન પણ હસી પડ્યા
Exit mobile version