News Continuous Bureau | Mumbai
Prabhas: સાઉથ સિનેમા નો સુપરસ્ટાર પ્રભાસ આ દિવસોમાં પોતાની આગામી ફિલ્મ ‘સાલાર’ને લઈને ચર્ચામાં છે. પ્રશાંત નીલ દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં પ્રભાસની સાથે અભિનેત્રી શ્રુતિ હાસન અને પૃથ્વીરાજ સુકુમારન જેવા કલાકારો પણ મુખ્ય ભૂમિકામાં છે. ‘સાલાર’ 22 ડિસેમ્બરે રિલીઝ થશે. આજ દિવસે શાહરુખ ખાન ની ફિલ્મ ‘ડંકી’ પણ રિલીઝ થઇ રહી છે. ‘સાલાર’ ની રિલીઝ પહેલા પ્રભાસનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં એક મહિલા ફેન સુપરસ્ટારને થપ્પડ મારતી જોવા મળી રહી છે. પ્રભાસ એરપોર્ટ પર જોવા મળ્યો હતો, જે દરમિયાન તેની સાથે આ ઘટના બની હતી. જોકે કહેવામાં આવી રહ્યું છે કે આ વીડિયો જૂનો છે
પ્રભાસ ને થપ્પડ મારતો વિડીયો થયો વાયરલ
રિપોર્ટ્સનું માનીએ તો પ્રભાસનો આ વીડિયો વર્ષ 2019નો છે. પ્રભાસ જ્યારે એરપોર્ટથી બહાર આવી રહ્યો હતો ત્યારે ચાહકોની ભીડે તેને ઘેરી લીધો હતો. આ દરમિયાન કેટલાક ફેન્સ સેલ્ફી લેવા પ્રભાસ તરફ દોડ્યા હતા. અભિનેતાએ તેના તમામ ચાહકો સાથે પોઝ આપ્યો હતો. વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે પ્રભાસ પાસે એક છોકરી આવે છે, વીડિયોમાં યુવતી ખૂબ જ ખુશ દેખાઈ રહી છે. છોકરીએ પહેલા પ્રભાસ સાથે ફોટો પડાવ્યો અને પછી જતા પહેલા તે અભિનેતાના ગાલ પર થપ્પડ મારી.આ ઘટના બાદ પ્રભાસ તેના ગાલ પર હાથ ફેરવતો જોવા મળે છે. આ દરમિયાન યુવતી ઘણી ખુશ જોવા મળી રહી છે.
View this post on Instagram
સાલાર માં જોવા મળશે પ્રભાસ
નિર્દેશક પ્રશાંત નીલ દ્વારા નિર્દેશિત ફિલ્મ સાલાર માં પ્રભાસ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ઉપરાંત આ ફિલ્મ માં શ્રુતિ હાસન અને પૃથ્વીરાજ સુકુમારન જેવા કલાકારો પણ મુખ્ય ભૂમિકામાં છે. અભિનેતા પ્રભાસની ફિલ્મ ‘સાલાર ‘આ વર્ષે 22 ડિસેમ્બરે રિલીઝ થશે. તેમજ આ જ દિવસે શાહરુખ કાહ્ન ની ફિલ્મ ડંકી પણ રિલીઝ થશે, બોક્સ ઓફિસ પર શાહરૂખ અને પ્રભાસ વચ્ચે જોરદાર ટક્કર જોવા મળશે.તમને જણાવી દઈએ કે, સાલાર ની રિલીઝ ડેટ લંબાવવામાં આવી છે. અગાઉ પ્રભાસની ફિલ્મ સાલાર સપ્ટેમ્બરમાં રિલીઝ થવાની હતી.
આ સમાચાર પણ વાંચો : Boney kapoor on sridevi: શ્રીદેવીના નિધનના 5 વર્ષ બાદ પતિ બોની કપૂરે કર્યો ચોંકાવનારો ખુલાસો, આ કારણે થયું હતું દિગ્ગ્જ અભિનેત્રી નું મૃત્યુ