ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
20 ડિસેમ્બર 2020
વર્ષ 2020 ખતમ થવાના આરે છે. કોરોના વાયરસને કારણે, લોકોને આ વર્ષે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે. આની અસર ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ જોવા મળી છે. 2020 નું વર્ષ ફિલ્મ ઉદ્યોગ માટે દુ ખ સ્વપ્ન જેવું રહ્યું છે. એક તરફ, ઉદ્યોગનો વ્યવસાય મધ્યમાં અટકી ગયો, અને બીજી તરફ ભારતીય ફિલ્મ જગતે અનેક કલાકારોનેઘણા મોટા સ્ટાર્સ વર્ષ દરમિયાન ગુમાવ્યાં છે.
#નિમ્મી
બોલીવુડની પ્રખ્યાત અભિનેત્રી નિમ્મીએ 88 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. તેમણે તા. 26 માર્ચે આ દુનિયાને અલવિદા કહ્યુ હતું. તેઓ ઘણા મહિનાઓથી બીમાર હતા. મુંબઈની હોસ્પિટલમાં સરલા નર્સિંગ હોમમાં અંતિમ શ્વાસ લીધા હતા.

#ઇરફાન ખાન
અભિનેતા ઇરફાન ખાનનું 29એપ્રિલના રોજ અવસાન થયું હતું. ઇરફાન ખાને 54 વર્ષની વયે . ઇરફાન લાંબા સમયથી બીમાર હતા અને ભૂતકાળમાં તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. વર્ષ 2018માં જ તેમણે કેન્સર વિશે જાણકારી આપી હતી.

#ઋષિ કપૂર
લિજેન્ડરી એક્ટર ઋષિ કપૂરનું 30 એપ્રિલના રોજ અવસાન થયું હતું. ઋષિ કપૂરને મુંબઈની એક હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઋષિ કપૂર 67 ની વયે વર્ષ અંતિમ શ્વાસ લીધા હતા અને કેન્સર ગ્રસ્ત હતા.

#વાજિદ ખાન
પ્રખ્યાત સંગીતકાર વાજિદ ખાને 1 જૂને વિશ્વને અલવિદા કહ્યું હતું. અહેવાલ મુજબ, વાજિદ ખાન કિડનીની બિમારીથી પીડાઈ રહ્યો હતો અને તેની હાલત વધુ બગડતાં તેને મુંબઈની એક હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. થોડા મહિના પહેલા, તેની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી હતી. પરંતુ તેની તબિયત સારી નહોતી.

#બાસુ ચેટરજી
દિગ્ગજ ફિલ્મ નિર્માતા અને પટકથા લેખક બાસુ ચેટરજીનું 4 જૂને અવસાન થયું હતું. તેણે મુંબઈમાં અંતિમ શ્વાસ લીધા. તેમણે છોટી સી બાત, રજનીગંધા, એક રૂકા હુઆ ફેસલા અને ચમેલી કી શાદી જેવી ફિલ્મોનું નિર્દેશન કર્યું હતું.

#યોગેશ ગૌર
પ્રખ્યાત ગીતકાર યોગેશ ગૌરે પણ ચાલુ વર્ષે વિશ્વને અલવિદા કહ્યું હતું. યોગેશ ગૌરનું 29મી મેના રોજ અવસાન થયું હતું. યોગેશે ઋષિકેશ મુખર્જી, બાસુ ચેટર્જી સાથેની કારકિર્દીમાં એક મહાન કાર્ય કર્યું હતું.

#સુશાંત સિંહ રાજપૂત
સુશાંત સિંહ રાજપૂત 14 જૂને તેમના મુંબઈના ફ્લેટમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. તેણે ફાંસી લગાવીને પોતાનો જીવ આપ્યો. તેની આત્મહત્યાથી બધા ચોંકી ગયા હતા. એવું કહેવામાં આવતું હતું કે સુશાંત લાંબા સમયથી ડિપ્રેશનથી પીડિત હતો. હાલ સુશાંસ સિંહને ન્યાય મળે તે માટે તપાસ ચાલી રહી છે અને કેટલાક લોકો માની રહ્યા છે કે સુશાંતસિહે આત્મહત્યા નહી પણ તેની હત્યા કરવામાં આવી છે. સુશાંતની મૃત્યુ બાદ હજુ પણ તેના ચાહકોમાં લાગણી અને નારાજગી છે. તમામ લોકો ઈચ્છી રહ્યા છે તે સુશાંતને ન્યાય મળે. કેટલાક ચાહકો આજે પણ માનવા તૈયાર નથી કે સુશાંત હવે આ દુનિયામાં નથી.

#સરોજ ખાન
સરોજ ખાનનું તા. 3 જુલાઇએ કાર્ડિયાક એરેસ્ટને કારણે નિધન થયું હતું. સરોજ ખાને અનેક ફિલ્મોમાં ડાન્સ માસ્ટર તરીકે કામગીરી કરી હતી. તેમણે ઈન્ડસ્ટ્રીને એકથી એક ચઢિયાતા ગીત આપ્યા છે.

#જગદીપ
સુરમા ભોપાલી તરીકે જાણીતા દિગ્ગજ અભિનેતા અને બોલિવૂડના હાસ્ય કલાકાર જગદીપે જુલાઈમાં દુનિયાને અલવિદા કહ્યું હતું. તે 81 વર્ષનો હતો. તેમનું અસલી નામ સૈયદ ઇશ્તિયાક અહેમદ જાફરી હતું. તેનો જન્મ 29 માર્ચ 1939 ના રોજ થયો હતો. જગદીપે 400 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું.

#કુમકુમ
લિજેન્ડરી એક્ટ્રેસ કુમકુમનું 28 જુલાઈના રોજ અવસાન થયું હતું. આ અભિનેત્રી 86 વર્ષની હતી. તેમણે મધર ઈન્ડિયા, કોહિનૂર, એક સપેરા એક લૂટેરા અને નયા દૌર જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું.

#સમીર શર્મા
ટીવી એક્ટર સમીર શર્માએ ઓગસ્ટ મહિનામાં આત્મહત્યા કરી હતી. તે 44 વર્ષનો હતો. તેણે કયુંકી કી સાસ ભી કભી બહુ થી, ગીત, યે રિશ્તે હૈ પ્યાર કે માં સિરિયલમાં કામ છે.

#એસપી બાલાસુબ્રમણ્યમ
'દીદી તેરા દીવાના દીવાના' જેવા ગીતો ગાતા હિન્દી ઉદ્યોગમાં હિટ બનેલા દિગ્ગજ ગાયક એસપી બાલાસુબ્રમણ્યમનું 25 સપ્ટેમ્બરના રોજ અવસાન થયું હતું. તે 74 વર્ષના હતા.

#ફરાઝ ખાન
અભિનેતા ફરાઝ ખાનનું તા. 4 નવેમ્બરના રોજ અવસાન થયું હતું. તેઓ ૪૬ વર્ષના હતા. લાંબા સમયથી બિમાર અભિનેતાએ બેંગલુરુની એક હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા.

#દિવ્યા ભટનાગર
ટીવી એક્ટ્રેસ દિવ્યા ભટનાગરનું તા. 7 ડિસેમ્બરે અવસાન થયું હતું. ટીવી એક્ટ્રેસ દિવ્યા ભટનાગરનું 7 ડિસેમ્બરે અવસાન થયું હતું. દિવ્યા કોરોના વાયરસનો શિકાર બની હતી. જે બાદ તેને ગોરેગાંવની એસઆરવી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

#વીજે ચિત્રા
દક્ષિણની પ્રખ્યાત અભિનેત્રી અને વી.જે.ચિત્રા ગત 9 ડિસેમ્બરે એક હોટલના રૂમમાં મૃત હાલતમાં મળી આવી હતી.



Leave a Reply