News Continuous Bureau | Mumbai
A R Rahman lawyer video: એ આર રહેમાન તેના છૂટાછેડા ને લઈને ચર્ચામાં છે. બોલિવૂડ માંથી કોઈના કોઈ સેલેબ્રીટી ના છૂટાછેડાના સમાચાર સામે આવતા રહે છે. છેલ્લા ઘણા સમય થી અભિષેક અને ઐશ્વર્યા ના છૂટાછેડા ના સમાચાર ચાલી રહ્યા છે તેવામાં એ આર રહેમાને પણ તેના 29 વર્ષ ના લગ્નજીવન નો અંત લાવવાનું નક્કી કર્યું છે.સંગીતકાર ના આ સમાચારે લોકો ને આશ્ચર્યમાં મુક્યા છે. હવે આ બધાની વચ્ચે સંગીતકાર ની વકીલ નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં તે બોલિવૂડ માં વધતા છૂટાછેડા વિશે વાત કરતી જોવા મળી રહી છે.
એ આર રહેમાન ની વકીલ નો વિડીયો થયો વાયરલ
બોલિવૂડ ના વધતા છૂટાછેડા નું કારણ આપતા વકીલે જણાવ્યું કે, ‘તેમનું જીવન સામાન્ય લોકો કરતાં તદ્દન અલગ છે. તે માને છે કે ઘણી વખત લગ્ન વિશ્વાસઘાતને કારણે નહીં પણ કંટાળાને કારણે પણ તૂટી જાય છે. લોકો તેમના લગ્નજીવનમાં દરેક વસ્તુનો અનુભવ કરે છે, જેના કારણે તેઓ કંટાળી જાય છે અને કંટાળાને ટાળવા માટે બીજા લગ્ન તરફ આગળ વધે છે.’
Vandana Shah, one of India’s top divorce lawyer talks about celebrity marriages. Any guesses about the South Indian film star she is referring to?
byu/Moviebuff1233 inBollyBlindsNGossip
પોતાની વાત ને આગળ વધારતા વકીલે જણાવ્યું કે, ‘મને લાગે છે કે આ લોકો એકદમ અલગ પ્રકાર ની સેક્સુઅલ લાઈફ જીવે છે, જે સામાન્ય રીતે સામે નથી આવતી. તેમની જાતીય ઈચ્છાઓ સામાન્ય લોકો કરતા વધુ હોય છે. સમય પસાર કરવો કે બીજા પાર્ટનર સાથે સંબંધ બાંધવો એ સાવ સામાન્ય બાબત છે, પરંતુ વન નાઈટ સ્ટેન્ડ જેવી બાબતો તેમને બહુ પરેશાન કરતી નથી. હું બોલિવૂડ સાથે જોડાયેલી નથી, પરંતુ મારી સામે જે કેસ આવે છે તેના આધારે હું આ કહી રહી છું.’
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)