Site icon

Aamir khan and fatima sana shaikh: ડેટિંગ ની અફવા ની વચ્ચે ફરી સાથે આવ્યા આમિર ખાન અને ફાતિમા સના શેખ, આ ફિલ્મ માટે કરશે સાથે કામ

Aamir khan and fatima sana shaikh: ફાતિમા સના શેખે બોલિવૂડ ના મિસ્ટર પરફેક્ટનિસ્ટ આમિર ખાન સાથે ફિલ્મ 'દંગલ'માં સ્ક્રીન શેર કરી હતી. આ ફિલ્મ સુપરહિટ સાબિત થઈ હત. હવે એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે ફાતિમા ફરી એક વખત આમિર ખાન સાથે ફિલ્મ કરવા જઈ રહી છે.

aamir khan and fatima sana shaikh will work together again

aamir khan and fatima sana shaikh will work together again

News Continuous Bureau | Mumbai

Aamir khan and fatima sana shaikh: લાલ સિંહ ચઢ્ઢા ફ્લોપ થયા બાદ આમિર ખાને કામ માંથી થોડો બ્રેક લીધો હતો.હવે આમિર ખાન ઘણા મોટા પ્રોજેક્ટ લઈને આવી રહ્યો છે. તાજેતરમાં જ અભિનેતાએ તેની આગામી ફિલ્મ સિતારે જમીન પરની જાહેરાત કરી હતી. થોડા દિવસો પહેલા અભિનેતા એ ખુલાસો કર્યો હતો કે તે અભિનયની સાથે સાથે તેની આગામી ફિલ્મનું નિર્માણ કરવાની તૈયારી કરી રહ્યો છે. આ ફિલ્મ સિવાય આમિરની પાસે ઘણી ફિલ્મો છે. પ્રોડ્યુસર તરીકે આમિરે એક નવો પ્રોજેક્ટ લૉક કર્યો છે. અહેવાલ છે કે, તે તેની ‘દંગલ’ની કો-સ્ટાર ફાતિમા સના શેખ સાથે પાછો કામ કરી રહ્યો છે.

Join Our WhatsApp Community

 

આમિર ખાન સાથે કામ કરશે ફાતિમા સના શેખ 

રિપોર્ટ અનુસાર, આમિર ખાને તેના આગામી પ્રોડક્શન પ્રોજેક્ટ માટે ફાતિમા સના શેખને સાઈન કરી છે. આ ફિલ્મ હળવી કોમેડી ડ્રામા હોવાનું કહેવાય છે. ફાતિમા લીડ રોલ પ્લે કરવા જઈ રહી છે.ફાતિમા સાથે ફિલ્મમાં ઘણા કલાકારો જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન અદ્વૈત ચંદન કરશે, જેમણે આમિરની સિક્રેટ સુપરસ્ટાર અને લાલ સિંહ ચઢ્ઢાનું નિર્દેશન કર્યું હતું. ફાતિમા સ્ટારર આ ફિલ્મ ક્રિસમસ 2024 દરમિયાન સિનેમાઘરોમાં રિલીઝ કરવાનું લક્ષ્ય છે. આમિર પડદા પાછળ ફિલ્મનું નિર્માણ કરશે. હાલમાં ફિલ્મનું ટાઈટલ ફાઈનલ થયું નથી.

આ સમાચાર પણ વાંચોઃ National film award: નેશનલ એવોર્ડ લેવા ગયેલા કરણ જોહર ને જોઈ ને વિવેક અગ્નિહોત્રી એ આપ્યું એવું રિએક્શન કે થઇ ગયો ટ્રોલ, વાયરલ થયો વિડીયો

આમિર ખાન અને ફાતિમા સના શેખ ના અફેર ના સમાચાર 

તમને જણાવી દઈએ કે આમિર ખાન અને ફાતિમા સના શેખ વચ્ચે ડેટિંગની અફવાઓ ઘણા સમયથી ચાલી રહી છે. જો કે, બંનેએ ક્યારેય આ અફવાઓ પર ખુલ્લેઆમ સ્પષ્ટતા કરી નથી. આવી સ્થિતિમાં, આ અફવાઓ પછી, આમિર ખાન અને ફાતિમા વચ્ચે સાથે કામ કરવું ચાહકો માટે ઉત્સાહથી ભરેલું હશે.

SS Rajamouli : ‘વારાણસી’ ટીઝર ઇવેન્ટમાં હનુમાનજી પર રાજામૌલીના નિવેદનથી વિવાદ, પોલીસ સુધી પહોંચી ફરિયાદ
Richest Bollywood Family: કપૂર-બચ્ચનનું પત્તું કપાયું! બોલીવુડનો આ પરિવાર છે સૌથી અમીર, તેમની સંપત્તિનો આંકડો જાણીને તમે ચોંકી જશો!
Dhurandhar Trailer: ‘ધુરંધર’ના ટ્રેલરમાં રણવીર સિંહનો ધમાકો, અર્જુન રામપાલનો જોવા મળ્યો ખૂંખાર લુક
Anupamaa: અનુપમાએ મુંબઈમાં મુક્યો પગ, હવે સ્ટોરીમાં શું થશે? ફેન્સ માટે જબરદસ્ત સસ્પેન્સ
Exit mobile version