આમિર ખાન અને ફાતિમા સના શેખ જલ્દી કરશે લગ્ન? બોલિવૂડ અભિનેતા નો દાવો

આમિર ખાન અને ફાતિમા સના શેખની ડેટિંગની અફવાઓ વચ્ચે બોલિવૂડ એક્ટર કમાલ આર ખાને દાવો કર્યો છે કે આમિર અને ફાતિમા ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહ્યા છે.

by Zalak Parikh
aamir khan and fatima sana sheikh is going to get married kamaal r khan revealed

News Continuous Bureau | Mumbai

બોલિવૂડ એક્ટર આમિર ખાન આ દિવસોમાં ‘દંગલ’ એક્ટ્રેસ ફાતિમા સના શેખ સાથેના લિંકઅપની અફવાઓને કારણે ચર્ચામાં છે. વાસ્તવમાં, તાજેતરમાં આમિર ખાન અને ફાતિમાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં આ બંને સ્ટાર્સ સાથે પિંકલબોલ રમતા જોવા મળી રહ્યા છે. આ વીડિયો સામે આવ્યા બાદ ચાહકો અનુમાન લગાવી રહ્યા છે કે આમિર અને ફાતિમા એકબીજાને ડેટ કરી રહ્યાં છે. જોકે, અત્યાર સુધી ફાતિમા કે આમિરે તેમના સંબંધો પર કોઈ મૌન તોડ્યું નથી. પરંતુ હવે કમાલ આર ખાને આમિર અને સનાના સંબંધો પર ટ્વીટ કર્યું છે.

 

View this post on Instagram

 

A post shared by @nohaali182023

કમાલ ખાને કર્યું ટ્વીટ 

સેલ્ફ ક્લેમ્ડ ક્રિટીક અને અભિનેતા કમાલ આર ખાને ટ્વિટ કર્યું કે આમિર ખાન અને ફાતિમા સના શેખ ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. તેણે લખ્યું, “બ્રેકિંગ ન્યૂઝ- આમિર ખાન તેની દીકરીની ઉંમરની ફાતિમા સના શેખ સાથે બહુ જલ્દી લગ્ન કરવા જઈ રહ્યો છે. આમિર દંગલના સમયથી સનાને ડેટ કરી રહ્યો છે.” કમાલ આર ખાનના આ ટ્વીટ પર લોકો ઘણી કોમેન્ટ કરી રહ્યા છે અને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે અભિનેતા આમિર ખાન પણ તેની બીજી પત્ની કિરણ રાવથી અલગ થઈ ગયો છે. ગયા વર્ષે કિરણ અને આમિરે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા ચાહકોને કહ્યું હતું કે તેઓ અલગ થઈ રહ્યા છે. પરંતુ તે બંને પોતાના પુત્ર આઝાદનો ઉછેર સાથે કરશે. અલગ થયા પછી પણ આમિર અને કિરણ ઘણીવાર સાથે જોવા મળે છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More