News Continuous Bureau | Mumbai
Aamir khan: બોલિવૂડમાં મિસ્ટર પરફેક્શનિસ્ટ તરીકે પ્રખ્યાત અભિનેતા આમિર ખાન ટૂંક સમયમાં મોટા પડદા પર કમબેક કરવા જઈ રહ્યો છે. તાજેતરમાં સુપરસ્ટારે જાહેરાત કરી કે તે ‘સિતારે જમીન પર’ નામની આગામી ફીચર ફિલ્મમાં અભિનય કરશે. આ ઉપરાંત તેણે એમ પણ કહ્યું કે તે તેનું નિર્માણ પણ કરશે.
આમિર ખાન ની નવી ફિલ્મ સિતારે જમીન પર ની વાર્તા
એક ઈન્ટરવ્યુમાં આમિર ખાને ફિલ્મ સાથે જોડાયેલી રસપ્રદ માહિતી શેર કરી છે. તેણે કહ્યું, “હું આ ફિલ્મ સિતારે જમીન પર પ્રોડ્યુસ કરી રહ્યો છું, અને તેમાં અભિનય પણ કરી રહ્યો છું. અમે તારે જમીન પરની થીમ સાથે દસ પગલાં આગળ જઈ રહ્યા છીએ. તે ફિલ્મે તમને રડાવ્યા, સિતારે જમીન પર. અમે તમને હસાવીશું. પ્રથમ ફિલ્મમાં, મેં દર્શિલના પાત્રને મદદ કરી હતી, પરંતુ આ ફિલ્મમાં, નવ જુદા જુદા લોકો તેમની સંબંધિત સમસ્યાઓમાં મને મદદ કરશે.” આમિરે આપેલી માહિતી પરથી લાગે છે કે સિતારે જમીન પર કોમેડી-ડ્રામા હોઈ શકે છે.
આમિર ખાને કરી હતી તેની નવી ફિલ્મ ની જાહેરાત
આ પહેલા આમિર ખાને તેના પ્રોડક્શન હાઉસ દ્વારા સપોર્ટેડ ફિલ્મ લાહોરની જાહેરાત કરી હતી. અભિનેતા સની દેઓલ સાથે આ ફિલ્મ બનાવી રહ્યા છે. આમિરે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા જણાવ્યું હતું કે, “હું એક ફિલ્મ પ્રોડ્યુસ કરી રહ્યો છું જેનું નિર્દેશન રાજકુમાર સંતોષી કરશે. ફિલ્મનું નામ છે ‘લાહોર’ અને ફિલ્મમાં સની દેઓલ મુખ્ય હીરો હશે.’
આ સમાચાર પણ વાંચો : Nitin gadkari biopic: કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી ના જીવન પર આધારિત ફિલ્મ ની થઇ જાહેરાત, આ દિવસે મોટા પડદા પર રિલીઝ થશે ફિલ્મ
