Site icon News Continuous Bureau | Mumbai

Aamir Khan: ‘સિતારે જમીન પર’ ને લઈને આમિર ખાને દર્શકો ને કરી ખાસ અપીલ,જાણો અભિનેતા એ શું કહ્યું

Aamir Khan: આમિર ખાને ફિલ્મ ‘સિતારે જમીન પર’ ના પ્રમોશન દરમિયાન દર્શકોને પાયરેટેડ વર્ઝનથી દૂર રહેવા અને કલાકારોના શ્રમ ને સન્માન કરવા કહ્યું

Aamir Khan Appeals to Avoid Piracy Ahead of Sitaare Zameen Par Release

Aamir Khan Appeals to Avoid Piracy Ahead of Sitaare Zameen Par Release

News Continuous Bureau | Mumbai

Aamir Khan: બોલીવૂડ અભિનેતા આમિર ખાન હાલમાં પોતાની આગામી ફિલ્મ ‘સિતારે જમીન પર’ ના પ્રમોશનમાં વ્યસ્ત છે. તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં તેણે દર્શકોને પાયરેસી થી દૂર રહેવાની અપીલ કરી હતી. આમિરે જણાવ્યું કે પાયરેટેડ ફિલ્મ જોવી એ પણ ચોરી સમાન છે અને એથી ફિલ્મ ઉદ્યોગને મોટું નુકસાન થાય છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Ramayana Cast: રણબીર કપૂર ની રામાયણ માં થઇ વિવેક ઓબેરોય ની એન્ટ્રી! ફિલ્મ ભજવશે આ મહત્વની ભૂમિકા

ફિલ્મ ઉદ્યોગને થાય છે મોટું આર્થિક નુકસાન

આમિર ખાને જણાવ્યું કે જ્યારે લોકો પાયરેટેડ ફિલ્મો જુએ છે ત્યારે તેઓ જાણે અજાણે ફિલ્મના નિર્માતાઓ અને કલાકારોના મહેનત પર પાણી ફેરવે છે. તેણે કહ્યું કે, “ઘણા લોકોને એ ખબર નથી પડતી કે પાયરેસી થી કેટલું નુકસાન થાય છે. જો તમે ચોરીને ખોટું માનો છો તો પાયરેટેડ ફિલ્મ જોવી પણ ખોટું છે.” આમિર ખાનના પ્રોડક્શન હાઉસ હેઠળ બનેલી અને આર.એસ. પ્રસન્ના દ્વારા દિગ્દર્શિત ફિલ્મ  ‘સિતારે જમીન પર’ 20 જૂન, 2025ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.


આમિરે પુષ્ટિ આપી છે કે તેમની 91 વર્ષીય માતા ઝીનત ખાન અને બહેન નીખત ખાન પણ ફિલ્મમાં જોવા મળશે. તેમ છતાં, આમિરે સ્પષ્ટ કર્યું કે તેમની માતા માત્ર એક ગીતમાં દેખાશે. આ માહિતીથી દર્શકોમાં ઉત્સાહ વધી ગયો છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Rajinikanth Jailer 2 Storms US Box Office ટિકિટ બારીઓ પર ભારે ધસારો ‘જેલર 2’ ના તોફાન સામે હોલિવૂડ પણ સ્તબ્ધ! યુએસ માર્કેટમાં શો હાઉસફુલ
Janhvi Kapoor Deepfake AI Video ઘૃણાસ્પદ, શરમજનક અને અત્યંત હલકી હરકત’ જ્હાનવી કપૂરના ડીપફેક AI વીડિયો પર ભડક્યા જુનિયર NTR, લીગલ એક્શનની આપી ચેતવણી
Allu Arjun Starrer Raaka Female Rumours અલ્લુ અર્જુનની આગામી ફિલ્મ ‘રાકા’માં નેગેટિવ રોલમાં દેખાશે આ અભિનેત્રી? કાસ્ટિંગને લઈને મોટો ખુલાસો
Salman Khan Film Maatrubhumi સેન્સર અને સરકારી અડચણો દૂર, સલમાન ખાન અભિનીત ‘માતૃભૂમિ’ ટૂંક સમયમાં સિનેમાઘરોમાં રિલીઝ થશે
Exit mobile version