Site icon News Continuous Bureau | Mumbai

Aamir Khan Wedding। આમિર ખાને સત્તાવાર રીતે કન્ફર્મ કર્યા ત્રીજા લગ્ન, ગૌરી સ્પ્રેટ સાથે આ તારીખે લેશે સાત ફેરા

Aamir Khan Wedding। ૬૧ વર્ષના બોલિવૂડ સુપરસ્ટાર આમિર ખાન ત્રીજી વખત ઘર વસાવવા તૈયાર, બેંગલુરુની ગૌરી સાથે લાંબા સમયથી લિવઇનમાં રહેતા હોવાનો કર્યો સ્વીકાર.

Aamir Khan Wedding। આમિર ખાને સત્તાવાર રીતે કન્ફર્મ કર્યા ત્રીજા લગ્ન, ગૌરી સ્પ્રેટ સાથે આ તારીખે લેશે સાત ફેરા

Aamir Khan Wedding। આમિર ખાને સત્તાવાર રીતે કન્ફર્મ કર્યા ત્રીજા લગ્ન, ગૌરી સ્પ્રેટ સાથે આ તારીખે લેશે સાત ફેરા

News Continuous Bureau | Mumbai

Aamir Khan Wedding। બોલિવૂડના ‘મિસ્ટર પરફેક્શનિસ્ટ’ તરીકે જાણીતા સુપરસ્ટાર આમિર ખાને પોતાના અંગત જીવનને લઈને ચાલી રહેલી તમામ અટકળો અને અફવાઓ પર આખરે વિરામ લગાવી દીધો છે. સૂત્રોના હવાલાથી આવેલા લગ્નના સમાચારોથી સોશિયલ મીડિયા પર ભારે હલચલ મચી ગઈ હતી, જેની પર હવે ખુદ આમિર ખાને સત્તાવાર મહોર લગાવી દીધી છે. ૬૧ વર્ષના આમિર ખાને પુષ્ટિ કરી છે કે તેઓ પોતાની લોન્ગ ટાઇમ પાર્ટનર અને ગર્લફ્રેન્ડ ગૌરી સ્પ્રેટસાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. આમિરે લગ્નની ચોક્કસ તારીખ જાહેર કરતા જણાવ્યું છે કે તેઓ આગામી ૫ જુલાઈ ૨૦૨૬ ના રોજ ગૌરી સાથે સાત ફેરા લેશે.

Join Our WhatsApp Channel

અમેરિકાથી આમિર ખાને આપી સત્તાવાર પુષ્ટિ

હાલમાં અમેરિકાના પ્રવાસે ગયેલા આમિર ખાને એક મેગેઝિન સાથેની ખાસ વાતચીત દરમિયાન પોતાના લગ્નના સમાચાર સ્વીકાર્યા છે. તેમણે જણાવ્યું કે, “હું અત્યારે અમેરિકામાં છું અને ટ્રાવેલિંગ કરી રહ્યો છું. મીડિયામાં મારા લગ્નને લઈને જે સમાચાર અને તારીખ ચાલી રહ્યા છે તે તદ્દન સાચા છે. અમારા લગ્ન ૫ જુલાઈએ જ થવાના છે.” ઉલ્લેખનીય છે કે, આ અગાઉ માર્ચ ૨૦૨૫ માં પોતાના ૬૦મા જન્મદિવસની ભવ્ય ઉજવણી દરમિયાન આમિર ખાને પ્રથમ વખત મીડિયા સામે ગૌરી સ્પ્રેટનો સત્તાવાર પરિચય કરાવ્યો હતો અને પોતાના સંબંધોને ઓફિશિયલ કર્યા હતા.

“દિલથી તો હું પહેલા જ લગ્ન કરી ચૂક્યો છું” – લિવ-ઇન રિલેશનશિપ બાદ લીધો મોટો નિર્ણય

ગૌરી સ્પ્રેટ મૂળ કર્ણાટકના બેંગલુરુની વતની છે અને તે પોતાનું વેલનેસ બ્યુટી સેલોન ચલાવે છે. પોતાના સંબંધો વિશે વાત કરતાં આમિરે અગાઉ કહ્યું હતું કે અમારા માટે લગ્ન કોઈ મોટો મુદ્દો નથી, કારણ કે અમે બંનેએ મુંબઈમાં એક નવું ઘર ખરીદ્યું છે જ્યાં અમે લાંબા સમયથી લિવ-ઇન રિલેશનશિપમાં ખુશી-ખુશી સાથે રહીએ છીએ. હવે આગામી પગલા અંગે તેમણે ઉમેર્યું કે, “અમે બંને હવે અમારા સંબંધોને નેક્સ્ટ લેવલ પર લઈ જવા માટે સંપૂર્ણ તૈયાર છીએ. હું આ સંબંધમાં અત્યંત શાંતિ અનુભવી રહ્યો છું. ગૌરી અને હું એકબીજા પ્રત્યે સમર્પિત છીએ. દિલથી તો હું પહેલા જ તેની સાથે લગ્ન કરી ચૂક્યો છું, તેથી હવે આ બંધનને કાનૂની અને ઔપચારિક રૂપ આપવું એ એક સહજ અને સામાન્ય પગલું છે.”

રીના દત્તા અને કિરણ રાવ સાથે થઈ ચૂક્યા છે છૂટાછેડા

ઉલ્લેખનીય છે કે, આમિર ખાનના જીવનના આ ત્રીજા લગ્ન હશે. આ પૂર્વે તેના પ્રથમ લગ્ન રીના દત્તા (Reena Dutta) સાથે થયા હતા, જેમનાથી તેમને બે બાળકો જુનૈદ ખાન અને આયરા ખાન છે. રીના સાથે છૂટાછેડા લીધા બાદ આમિર ખાને ફિલ્મ ડાયરેક્ટર કિરણ રાવ સાથે બીજા લગ્ન કર્યા હતા, જેમનાથી તેમને એક પુત્ર આઝાદ ખાન છે. વર્ષ ૨૦૨૧ માં કિરણ રાવ સાથે પણ તેમના ઓફિશિયલ ડિવોર્સ (છૂટાછેડા) થઈ ગયા હતા. જો કે, બોલિવૂડમાં આમિર ખાન પોતાની બંને પૂર્વ પત્નીઓ સાથે અત્યંત પરિપક્વ અને મધુર સંબંધો જાળવી રાખવા માટે જાણીતા છે અને તેઓ અવારનવાર ફેમિલી ફંક્શન્સમાં સાથે જોવા મળે છે.

👉 આ સમાચાર વાચો:
TV TRP Week 21।ટીવી જગતમાં મોટો ભૂકંપ! ‘અનુપમા’નું પત્તું કપાયું, જાણો કયો શો બન્યો નંબર૧ અને કોની હાલત થઈ ખરાબ

Mirzapur The Movie Review વેબ સિરીઝ કરતાં પણ વધુ દમદાર! ‘મિર્ઝાપુર ધ મૂવી’ જોઈને દર્શકો થયા ખુશખુશાલ; જાણો કેવો છે રિવ્યૂ?
Love And War Shooting Wrap રણબીરઆલિયાવિકીની બહુચર્ચિત ફિલ્મનું શૂટિંગ પૂર્ણ! જાણો ક્યારે સિનેમાઘરોમાં રિલીઝ થશે ‘લવ એન્ડ વોર’?
Mirzapur The Movie Advance Booking ‘મિર્ઝાપુર ધ મૂવી’ ની એડવાન્સ બુકિંગમાં તબાહી, વેચાઈ ગઈ 1 લાખથી વધુ ટિકિટ્સ, જાણો શાનદાર કલેક્શન
Hanuman Ansh Worldwide Release હવે દુનિયાભરમાં ચમત્કાર કરશે ‘હનુમાન અંશ’, જાણો કયા દિવસે થશે વર્લ્ડવાઇડ રિલીઝ
Exit mobile version