Site icon News Continuous Bureau | Mumbai

TV TRP Week 21।ટીવી જગતમાં મોટો ભૂકંપ! ‘અનુપમા’નું પત્તું કપાયું, જાણો કયો શો બન્યો નંબર૧ અને કોની હાલત થઈ ખરાબ

TV TRP Week 21। બાર્ક ઇન્ડિયા (BARC India) એ વર્ષ ૨૦૨૬ ના ૨૧મા અઠવાડિયાની ટીઆરપી લિસ્ટ જાહેર કરી, ભારતી સિંહના શો ‘લાફ્ટર શેફ ૩’ ની ધમાકેદાર વાપસી.

TV TRP Week 21।ટીવી જગતમાં મોટો ભૂકંપ! ‘અનુપમા’નું પત્તું કપાયું, જાણો કયો શો બન્યો નંબર૧ અને કોની હાલત થઈ ખરાબ

TV TRP Week 21।ટીવી જગતમાં મોટો ભૂકંપ! ‘અનુપમા’નું પત્તું કપાયું, જાણો કયો શો બન્યો નંબર૧ અને કોની હાલત થઈ ખરાબ

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

TV TRP Week 21। ભારતીય ટેલિવિઝન જગતના દર્શકો અને ફેન્સ વચ્ચે પોતાના મનપસંદ ટીવી શોના ટીઆરપી (TRP) રેટિંગને લઈને હંમેશા જોરદાર ક્રેઝ જોવા મળતો હોય છે. દર અઠવાડિયે દર્શકો આતુરતાથી રાહ જોતા હોય છે કે કયો સિરિયલ નંબર૧ ની ખુરશી પર રાજ કરી રહ્યો છે. આ દરમિયાન બાર્ક ઇન્ડિયા દ્વારા વર્ષ ૨૦૨૬ ના ૨૧મા અઠવાડિયાની સત્તાવાર ટીઆરપી લિસ્ટ જાહેર કરી દેવામાં આવી છે. આ અઠવાડિયે પણ ટીવીના સૌથી લોકપ્રિય શૉ ‘અનુપમા’ અને ‘ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી ૨’ ના રેટિંગમાં મોટો ઘટાડો નોંધાયો છે, જ્યારે એકતા કપૂરના સુપરનેચરલ શો ‘નાગિન ૭’ એ ટીઆરપી ચાર્ટમાં લાંબી છલાંગ લગાવી છે.

‘વસુધા’ નંબર-૧ ના સ્થાને યથાવત, બીજા નંબરે ‘તુમ સે તુમ તક’ સિરિયલનો કબ્જો

ટીઆરપી ચાર્ટના સત્તાવાર આંકડાઓ મુજબ, ઝી ટીવીનો પ્રખ્યાત શો ‘વસુધા’ (Vasudha) આ અઠવાડિયે પણ ૧.૯ ની મજબૂત રેટિંગ સાથે પ્રથમ ક્રમે યથાવત રહ્યો છે. ગામડાની એક ચુલબુલી છોકરી અને અમીર બિઝનેસમેનની લવ સ્ટોરી પર આધારિત આ શૉ દર્શકોને ખૂબ પસંદ આવી રહ્યો છે. બીજી તરફ, ટીવી સિરિયલ ‘તુમ સે તુમ તક’ આ અઠવાડિયે ૧.૮ રેટિંગ સાથે બીજા સ્થાને પહોંચી ગઈ છે, જેણે ‘અનુપમા’ જેવા મોટા શૉને પાછળ છોડી દીધો છે. જ્યારે સરગુન મહેતા દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલો શો ‘ગંગા માઈ કી બેટિયાં’ પણ ૧.૮ ની રેટિંગ સાથે ત્રીજા સ્થાને રહ્યો છે.

સ્મૃતિ ઈરાનીની ‘ક્યોંકિ ૨’ ચોથા સ્થાને ખસી, ‘અનુપમા’ નું લિસ્ટમાં ભારે પતન

ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીના સૌથી હાઇ-પ્રોફાઇલ શો ‘ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી ૨’ (Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2) ના રેટિંગમાં આ અઠવાડિયે મોટો ઘટાડો થયો છે. સ્મૃતિ ઈરાની સ્ટારર આ શો અગાઉ પ્રથમ ક્રમેથી ખસીને બીજા, ત્રીજા અને હવે ૨૧મા અઠવાડિયે ૧.૬ ની રેટિંગ સાથે ચોથા સ્થાને આવી ગયો છે. આ સિવાય રૂપાલી ગાંગુલીના ફેમસ શો ‘અનુપમા’ (Anupamaa) ની હાલત આ અઠવાડિયે વધુ ખરાબ થઈ છે અને તે સીધો પાંચમા ક્રમે ધકેલાઈ ગયો છે, જેને માત્ર ૧.૫ ની રેટિંગ મળી છે. જો કે, એકતા કપૂરના શો ‘નાગિન ૭’ (Naagin 7) એ જોરદાર વાપસી કરીને ૧૦મા સ્થાનેથી સીધી છઠ્ઠા સ્થાને છલાંગ લગાવી છે. પ્રિયંકા ચાહર ચૌધરી અને ઈશા સિંહ સ્ટારર આ શોને ૧.૫ ની રેટિંગ મળી છે.

ભારતી સિંહના ‘લાફ્ટર શેફ ૩’ ની ટોપ-૧૦ માં એન્ટ્રી, ‘તારક મહેતા’ આઠમા ક્રમે

કોમેડિયન ભારતી સિંહ અને શેફ હરપાલ સિંહનો ફેમસ કુકિંગ રિયાલિટી શો ‘લાફ્ટર શેફ ૩’ (Laughter Chefs 3) છેલ્લા કેટલાક અઠવાડિયાથી લિસ્ટમાંથી ગાયબ હતો, પરંતુ આ વખતે શાનદાર વાપસી સાથે તે સીધો સાતમા ક્રમે પહોંચી ગયો છે, જેને ૧.૪ ની રેટિંગ મળી છે. વર્ષોથી દર્શકોને હસાવતો કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ (TMKOC) ૧.૪ રેટિંગ સાથે આઠમા ક્રમે અને ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ ૧.૩ ની રેટિંગ સાથે નવમા ક્રમે રહ્યો છે. જ્યારે એકતા કપૂરની નવી સિરિયલ ‘ક્યોંકિ રિશ્તોં કે ભી રૂપ બદલતે હૈં’ આ અઠવાડિયે પ્રથમ વખત ૧.૩ ની રેટિંગ સાથે ટોપ-૧૦ લિસ્ટમાં સામેલ થવામાં સફળ રહી છે.

👉 આ સમાચાર વાચો:
Cocktail 2।થિયેટરમાં આવતા પહેલાં જ ‘કોકટેલ ૨’ સુપરહિટ! શાહિદકૃતિની ફિલ્મે રિલીઝ પહેલાં કેવી રીતે કરી કરોડોની કમાણી?

Lawrence Bishnoi Gang Radar List લોરેન્સ બિશ્નોઈ ગેંગના રડાર પર આ ૭ મોટા ચહેરા જાણો કોના પર ક્યારે થયો હુમલો અને કોને મળી સીધી ધમકી
Udta Teer Nepal Release Banned આયુષ્માન ખુરાનાની ફિલ્મ ‘ઉડતા તીર’ આ દેશમાં બેન સરકારે રિલીઝની મંજૂરી આપવાનો કર્યો ઈનકાર, દર્શાવ્યું મોટું કારણ
Imran Khan Leave India Notice શું આમિર ખાનના ભત્રીજાને દેશ છોડવો પડશે? અભિનેતા ઇમરાન ખાન સામે ‘ભારત છોડો’ નોટિસ બોમ્બે હાઈકોર્ટ આ તારીખે કરશે સુનાવણી!
Salman Khan Bigg Boss Hosting આ અઠવાડિયે ‘બિગ બોસ’ હોસ્ટ નહીં કરે સલમાન ખાન આ અભિનેતા સંભાળશે ‘વીકેન્ડ કા વાર’ની કમાન…
Exit mobile version