ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 05 માર્ચ 2022
શનિવાર
બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચનની ફિલ્મ 'ઝુંડ' રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મને દર્શકોથી લઈને સમીક્ષકોનો ઘણો પ્રેમ મળી રહ્યો છે. ફિલ્મના પ્રાઈવેટ સ્ક્રિનિંગમાં પણ આમિર ખાનના આંસુ છલકાયા હતા.અમિતાભ બચ્ચનની 'ઝુંડ'એ મિસ્ટર પરફેક્શનિસ્ટને ઈમોશનલ કરી દીધા હતા. પરંતુ શું તમે જાણો છો કે આ ફિલ્મ માં કામ કરવા માટે આમિર ખાને જ અમિતાભ બચ્ચનને રાજી કર્યા હતા.
નાગરાજ મંજુલે નિર્દેશિત 'ઝુંડ'માં અમિતાભ બચ્ચન મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે. જ્યારે આમિર ખાને આ ફિલ્મની સ્ક્રિપ્ટ સાંભળી ત્યારે તેના મગજમાં સૌથી પહેલા અમિતાભ બચ્ચનનું નામ આવ્યું. આમિર ખાનને વિશ્વાસ હતો કે જો અમિતાભ બચ્ચન અને નાગરાજ મંજુલે આ ફિલ્મ માટે સાથે કામ કરશે તો ફિલ્મ જબરદસ્ત બની જશે.તમને જણાવી દઈએ કે અમિતાભે એક ઈન્ટરવ્યુમાં પણ આ વાતનો ઉલ્લેખ કર્યો હતો . તેણે કહ્યું હતું કે "મને યાદ છે કે જ્યારે મેં આમીર સાથે આ અંગે ચર્ચા કરી ત્યારે તેણે મને કહ્યું કે મારે આ ફિલ્મ કરવી જોઈએ અને તમે જાણો છો કે જ્યારે આમિર કોઈ વાતને સમર્થન આપે છે ત્યારે શું થાય છે”. તાજેતરમાં, આમિર ખાને આ ફિલ્મ નું સ્પેશિયલ સ્ક્રીનિંગ જોયું હતું, જ્યાં તે પોતાની જાતને લાગણીશીલ થવાથી રોકી શક્યો નહીં અને તેની આંખોમાંથી આંસુ વહી ગયા હતા.
અમિતાભ બચ્ચન છેલ્લે ઇમરાન હાશ્મી સાથે ફિલ્મ ‘ચેહરે’ માં જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં રિયા ચક્રવર્તી પણ લીડ રોલમાં જોવા મળી હતી. 'ઝુંડ' વિશે વાત કરીએ તો, અમિતાભ બચ્ચન ફિલ્મમાં પ્રોફેસરની ભૂમિકા ભજવી રહ્યા છે, જે રસ્તાના બાળકોની ફૂટબોલ ટીમ બનાવવા માંગે છે. જેના માટે તેઓ ખૂબ મહેનત કરે છે. આ ફિલ્મની વાર્તા એનજીઓ સ્લમ સોકરના સ્થાપક વિજય બારસેના જીવન પર આધારિત છે.