Site icon

ઇન્ટરવ્યુ દરમિયાન એવું તે શું થયું કે રડી પડ્યો આમિર ખાન? થોડા સમય માટે ઇન્ટરવ્યૂ માંથી બહાર નીકળી ગયો અભિનેતા, જાણો શું છે મામલો

આમિર ખાને હાલમાં જ એક ઇન્ટરવ્યૂ આપ્યો હતો જેમાં તેને પોતાના સંઘર્ષના દિવસોને યાદ કર્યા હતા. અને પોતાની વાતચીત દરમિયાન તે ભાવુક થઇ ગયો હતો અને રડી પડી હતો ત્યારબાદ તે થોડી વાર માટે ઇન્ટરવ્યૂ માંથી બહાર નીકળી ગયો હતો.

aamir khan cried remembering his father struggle and their family financial crisis

ઇન્ટરવ્યુ દરમિયાન એવું તે શું થયું કે રડી પડ્યો આમિર ખાન? થોડા સમય માટે ઇન્ટરવ્યૂ માંથી બહાર નીકળી ગયો અભિનેતા, જાણો શું છે મામલો

News Continuous Bureau | Mumbai

બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાને ( aamir khan ) હિન્દી સિનેમામાં ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે. આજે તેઓ ભારતીય સિનેમાના સૌથી મોટા સ્ટાર્સમાંના એક છે. આમિરને તેની ફિલ્મોના કારણે માત્ર દેશમાં જ નહીં વિદેશમાં પણ સન્માન મળ્યું છે. પરંતુ હાલમાં જ મીડિયા સાથેની વાતચીત દરમિયાન કંઈક એવું બન્યું કે આમિર ખૂબ જ ભાવુક થઈ ગયો અને થોડીવાર માટે રડવા ( cried ) લાગ્યો. ઈન્ટરવ્યુમાં આમિર તેના પાછલા જીવન વિશે વાત કરી રહ્યો હતો, આ દરમિયાન તે તેના પિતાના ( father ) સંઘર્ષને ( struggle ) યાદ કરીને ( financial crisis  ) રડવા લાગ્યો હતો.

Join Our WhatsApp Community

યાદ આવ્યા બાળપણ અને આર્થિક તંગી ના દિવસો

આમિર ખાને હાલમાં જ એક ઈન્ટરવ્યુ આપ્યો હતો, આ ઈન્ટરવ્યુમાં તેને ઘણા પ્રકારના સવાલો પૂછવામાં આવ્યા હતા. એક સવાલના જવાબમાં આમિરે પોતાના બાળપણના દિવસો યાદ કરવા માંડ્યા. આમિરે તે દિવસોને યાદ કર્યા જ્યારે તે માત્ર 10 વર્ષનો હતો અને તે સમયે પરિવારની આર્થિક સ્થિતિ ખૂબ જ દયનીય હતી. અભિનેતાએ કહ્યું કે તેના પિતાએ ‘લોકેટ’ નામની ફિલ્મ બનાવવા માટે ઘણા લોકો પાસેથી વ્યાજ પર લોન લીધી હતી. 8 વર્ષથી વધુ સમય વીતી ગયો પણ ફિલ્મ બની શકી નહીં.આમિરે કહ્યું કે, ‘એ સમય હતો જ્યારે કલાકારો એક સાથે ઘણી ફિલ્મો કરતા હતા. જો તમે મોટા ફિલ્મ નિર્દેશક ન હોવ તો કલાકારોનો સમય મેળવવામાં સમસ્યા રહેતી હતી.

આ સમાચાર પણ વાંચો:  Income Tax News : ઘરમાં કેટલી રોકડ રાખી શકશો? જાણો વિગત અહીં, નહીં તો 137 ટકા ટેક્સ ભરવો પડશે

ઇન્ટરવ્યૂ દરમિયાન ભાવુક થયો આમિર ખાન

વાતચીતને આગળ વધારતા આમિરે કહ્યું- ‘ફિલ્મ ન બનવાને કારણે તેનો પરિવાર સંપૂર્ણ રીતે રસ્તા પર આવી ગયો હતો’. આમિર કહે છે, ‘અમને અબ્બાજાનને જોઈને ઘણી તકલીફ પડતી હતી, કારણ કે તે ખૂબ જ સરળ વ્યક્તિ હતા’. તે જણાવે છે કે, ‘તેના પિતાની કેટલીક ફિલ્મોમાં કામ કર્યું હતું, પરંતુ તેમની પાસે ક્યારેય પૈસા નહોતા. તેને મુશ્કેલીમાં જોવું દુઃખદાયક હતું કારણ કે તેને એવા લોકોના ફોન આવતા હતા જેમની પાસેથી તેણે પૈસા લીધા હતા. ફોન પર એમનો ઝઘડો થતો હતો કે શું કરું, મારી પાસે પૈસા નથી. મારી ફિલ્મ અટકી ગઈ છે, મને મારા કલાકારોને ડેટ્સ આપો, મારે શું કરવું જોઈએ. ભૂતકાળની આ વાતો સંભળાવતા આમિર એટલો ભાવુક થઈ ગયો હતો કે તેણે ઈન્ટરવ્યુમાંથી થોડા સમય માટે જ નીકળી જવું પડ્યું હતું.

 3 આમિર પોતાને પરફેક્શનિસ્ટ નથી માનતો

ઈન્ટરવ્યુ દરમિયાન જ્યારે આમિરને મિસ્ટર પરફેક્શનિસ્ટ હોવા અંગે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેણે સ્વાભાવિક રીતે કહ્યું- ‘લોકો વિચારે છે કે હું પરફેક્ટ છું, હું દરેક નિર્ણય વિચારીને લઉં છું, પરંતુ આ બધુ જ બકવાસ છે. પહેલા હું વિચારીને નિર્ણય લેતો હતો, હવે હું ફક્ત મારા દિલની વાત સાંભળું છું. આમિરે આગળ કહ્યું કે, ‘હું હવે દરેક બાબતમાં તર્ક નથી શોધતો, મેં તર્ક સાથે ચાલવાનું બંધ કરી દીધું છે, હવે હું મારા દિલ પ્રમાણે ચાલું છું’.

Rajkummar Rao Father: રાજકુમાર રાવ અને પત્રલેખા બન્યા પેરેન્ટ્સ, ચોથી વર્ષગાંઠ પર મળી સૌથી મોટી ભેટ!
Karan Kundrra and Tejasswi Prakash: શું ખરેખર આવતા વર્ષે લગ્ન ના બંધન માં બંધાશે તેજસ્વી પ્રકાશ અને કરણ કુન્દ્રા? અભિનેત્રી એ કર્યો ખુલાસો!
Shah Rukh Khan King: શાહરુખ ખાનનો ફિલ્મ ‘કિંગ’નો નવો લુક વાયરલ, ફેન્સ થયા દીવાના
Karisma Kapoor: કરીશ્મા કપૂરની દીકરી સમૈરાએ કોર્ટમાં કેમ કહ્યું – ‘ટ્યુશન ફી બાકી’? જાણો ૩૦,૦૦૦ કરોડના વિવાદની વિગતો
Exit mobile version