Site icon News Continuous Bureau | Mumbai

Randeep Hooda Baby Girl: રણદીપ હુડ્ડાના ઘરે લક્ષ્મી પધારી! પિતાના બર્થડે પર દીકરીનો જન્મ થતા અભિનેતા થયો ભાવુક; સોશિયલ મીડિયા પર વાયરલ થઈ તસવીર

Randeep Hooda Baby Girl: રણદીપ અને લિન લૈશરામ લગ્નના બે વર્ષ બાદ બન્યા માતા-પિતા, દાદાની ગોદમાં જોવા મળી નાની પરી; સોશિયલ મીડિયા પર ફેન્સ અને સેલેબ્સે પાઠવી શુભેચ્છા

Randeep Hooda and Lin Laishram Welcome a Baby Girl; Actor Shares First Glimpse on Father’s Birthday

Randeep Hooda and Lin Laishram Welcome a Baby Girl; Actor Shares First Glimpse on Father’s Birthday

News Continuous Bureau | Mumbai

Randeep Hooda Baby Girl: બોલિવૂડના દમદાર અભિનેતા રણદીપ હુડ્ડા માટે 10 માર્ચ નો દિવસ બેવડી ખુશીઓ લઈને આવ્યો છે. રણદીપ અને તેની પત્ની લિન લૈશરામ ના ઘરે નાની પરીનું આગમન થયું છે. રણદીપે સોશિયલ મીડિયા પર પોતાની પુત્રીની પહેલી ઝલક શેર કરીને ચાહકોને આ ખુશખબરી આપી છે. ખાસ વાત એ છે કે, આજે એટલે કે 10 માર્ચના રોજ રણદીપના પિતાનો પણ જન્મદિવસ છે, તેથી દાદાને તેમના જન્મદિવસ પર જ પૌત્રીની અમૂલ્ય ભેટ મળી છે.રણદીપે ઇન્સ્ટાગ્રામ પર બે ફોટા શેર કર્યા છે. એક ફોટામાં રણદીપના પિતા તેમની નવજાત પૌત્રીને ગોદમાં લઈને બેઠા છે, જ્યારે બીજા ફોટામાં નાની બાળકીના કોમળ હાથ જોવા મળી રહ્યા છે. રણદીપે પોતાની પોસ્ટમાં લખ્યું, “દાદાજી અને પૌત્રીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.” રણદીપ અને લિનના લગ્ન વર્ષ 2023માં થયા હતા અને હવે લગ્નના બે વર્ષ બાદ તેમના ઘરે પારણું બંધાયું છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Falguni Pathak Sukhbir Dance: એકસાથે ઝૂમ્યા!’દાંડિયા ક્વીન’ અને ‘ભાંગડા કિંગ’, જેઠાલાલની આઈકોનિક ટ્યુન પર ફાલ્ગુની પાઠક-સુખબીરનો ડાન્સ વીડિયો વાયરલ

પત્ની લિન લૈશરામનો માન્યો આભાર

પોતાની ભાવુક પોસ્ટમાં રણદીપે પત્ની લિનનો આભાર માનતા લખ્યું, “લિન, મને પિતા બનાવવા અને આપણી નાની બાળકીને આ દુનિયામાં લાવવા બદલ તારો આભાર. આ બાળકી આપણું જીવન છે અને આજીવન અમારો પ્રેમ રહેશે.” રણદીપે આ ક્ષણને પોતાના પિતા સાથેના સંબંધોની એક નવી અને ઊંડી શરૂઆત ગણાવી છે. આ સમાચાર વાયરલ થતા જ બોલિવૂડ સેલેબ્સ દર્શન કુમાર અને સયાની ગુપ્તા સહિત અનેક કલાકારોએ કપલને અભિનંદન પાઠવ્યા છે.


બાળકીના જન્મના થોડા સમય પહેલા જ રણદીપ અને લિને તેમનું સુંદર મેટરનિટી ફોટોશૂટ શેર કર્યું હતું, જેમાં બંને એકબીજાના પ્રેમમાં ડૂબેલા જોવા મળ્યા હતા. રણદીપ અવારનવાર સોશિયલ મીડિયા પર પત્ની સાથેના ફોટા શેર કરતો રહે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Narayani Shastri TV Industry Drug Abuse Claims ટીવી જગતમાં નશાનો કાળો કારોબાર? ટીવી ઈન્ડસ્ટ્રીની આ જાણીતી અભિનેત્રીએ પાર્ટીઓમાં ડ્રગ્સના ભારે બજેટનો કર્યો પર્દાફાશ
Ramayana Trailer Postponed Namit Malhotra રામાયણનું ટ્રેલર થયું મોકૂફ પ્રોડ્યુસર નમિત મલ્હોત્રાએ કરી જાહેરાત, વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન વચ્ચે લીધો નિર્ણય?
Adarsh Baal Vidyalaya Web Series Review ‘આદર્શ બાલ વિદ્યાલય’ રિવ્યૂ, શાળાઓના વાતાવરણ અને માનવ સંબંધોની આસપાસ વણાયેલી વાર્તા, જાણો કેવી છે આ નવી વેબ સિરીઝ
Deepika Chikhalia On Sai Pallavi Sita Role ‘રામાયણ’માં સાઈ પલ્લવી નિભાવશે સીતાનું પાત્ર રામાનંદ સાગરના ‘સીતા’ દીપિકા ચિખલિયાએ આપી પ્રતિક્રિયા
Exit mobile version