News Continuous Bureau | Mumbai
Aamir khan: આમિર ખાન ની દીકરી ઇરા એ તેના બોયફ્રેન્ડ નૂપુર શિખરે સાથે ઉદયપુર માં શાહી અંદાજ માં લગ્ન કરી લીધા છે. આ ભવ્ય લગ્ન ના ઘણા ફોટો અને વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. પરંતુ હવે આમિર ખાન નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયો ઇરા અને નૂપુર ની સંગીત સેરેમની નો છે જેમાં આમિર ખાન તેના ગીત મસ્તી કી પાઠશાલા પર હુકઅપ સ્ટેપ કરી રહ્યો છે.
આમિર ખાન નો ડાન્સ વિડીયો થયો વાયરલ
ઇરા અને નૂપુર ની સંગીત સેરેમની નો અંદર નો વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં આમિર ખાન તેની દીકરી ઇરા ખાન અને અન્ય મહેમાનો સાથે તેના ગીત મસ્તી કી પાઠશાલા પર ડાન્સ કરી રહ્યો છે.ત્યારબાદ ડીજે ડીજે આમિર ખાનનું ગીત ‘પાપા કહેતે હૈં’ વગાડે છે. આ સાંભળીને આમિર તેની પાસે દોડે છે અને તેને ગળે લગાવતો જોવા મળે છે.
આમિર ખાન ના આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.
આ સમાચાર પણ વાંચો : 12th fail: 12 મી ફેલ માં પોતાના પાત્ર શ્રદ્ધા ને મળી રહેલા પ્રેમ બદલ મેધા શંકરે આ રીતે માન્યો ચાહકો નો આભાર,વિડીયો શેર કરી કહી આ વાત