News Continuous Bureau | Mumbai
બોલિવૂડ એક્ટર (Bollywood actor) આમિર ખાનની (Aamir Khan) દીકરી ઈરા ખાને (Ira Khan) તેના બોયફ્રેન્ડ નુપુર શિખરે (Nupur Shikhare) સાથે સગાઈ કરી લીધી છે. ઈરા અવારનવાર પોતાના સંબંધોને લઈને ચર્ચામાં રહે છે. હાલમાં જ તેણે પરિવાર અને મિત્રોની હાજરીમાં નૂપુર શિખરે સાથે સગાઈ (engagement) કરી છે. બંનેની સગાઈના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. આમિર ખાન (Aamir khan) પણ તેની પુત્રીની સગાઈમાં ઘણો ખુશ જોવા મળ્યો હતો. આ ખાસ અવસર પર તેણે જોરદાર ડાન્સ પણ કર્યો હતો. જેનો વીડિયો પણ હવે વાયરલ થઈ રહ્યો છે. આમિરની આવી સ્ટાઈલ જોઈને દરેકને આશ્ચર્ય થઇ રહ્યું છે.
દીકરી ઈરાની સગાઈમાં આમિરે સફેદ કુર્તા પાયજામા પહેર્યો હતો. આ ખાસ અવસર પર પાપારાઝી (Paparazzi) પણ પહોંચ્યા હતા. જ્યાં તેણે આમિરની સાથે અન્ય સ્ટાર્સને પણ પોતાના કેમેરામાં કેદ કરી લીધા હતા. જે વીડિયો સામે આવ્યો છે તેમાં આમિર ખુશીથી ડાન્સ (aamir khan dance) કરતો જોવા મળી રહ્યો છે.આ વીડિયો જોઈને આમિરને ઓળખવો મુશ્કેલ છે. આમિરનો આ લુક અને સ્ટાઈલ એકદમ અલગ છે. આમિરના લેટેસ્ટ લુકથી (latest look) યુઝર્સ ખૂબ જ આશ્ચર્યમાં છે. હવે તેઓ અલગ-અલગ રીતે કોમેન્ટ કરીને પોતાનો જવાબ આપી રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો: અરે વાહ શું વાત છે… મુંબઈમાં માત્ર 9 રૂપિયામાં 5 રાઉન્ડ બસની મુસાફરી, બસ ‘આ’ થશે શરત
તમને જણાવી દઈએ કે ઈરાના બોયફ્રેન્ડ નુપુરે તેને થોડા સમય પહેલા પ્રપોઝ (propose) કર્યું હતું. જે બાદ તેઓએ પોતાના સંબંધોમાં આગળ વધવાનું નક્કી કર્યું અને સગાઈ કરી લીધી. આ દરમિયાન ઈરાએ રેડ ગાઉન અને નુપુરે બ્લેક સૂટ પહેર્યો હતો.
