News Continuous Bureau | Mumbai
Aamir Khan Gouri Spratt Marriage Clarification બોલિવૂડના ‘મિસ્ટર પરફેક્શનિસ્ટ’ તરીકે ઓળખાતા અભિનેતા આમિર ખાને (Aamir Khan) ૬૧ વર્ષની વયે ગૌરી સ્પ્રેટ (Gouri Spratt) સાથે કરેલા ત્રીજા લગ્ન અત્યારે ભારે ચર્ચા અને વિવાદના કેન્દ્રમાં છે. બજરંગ દળ સહિતના કેટલાક હિન્દુ સંગઠનો દ્વારા આમિર પર ‘લવ જેહાદ’ (Love Jihad) ના આક્ષેપો કરવામાં આવ્યા છે અને વિરોધ પ્રદર્શનો પણ યોજાયા છે. આ તમામ ટ્રોલિંગ અને વિવાદો વચ્ચે હવે અભિનેતા આમિર ખાને મૌન તોડતા ટ્રોલર્સને જડબાતોડ જવાબ આપ્યો છે અને લગ્ન પાછળનું સત્ય જાહેર કર્યું છે.
Aamir Khan Gouri Spratt Marriage Clarification – “અમારો પરિવાર તમામ ધર્મોનું સન્માન કરે છે, લગ્ન માટે કોઈએ ધર્મ બદલ્યો નથી”
એક જાણીતા અંગ્રેજી સમાચાર માધ્યમ સાથેની ખાસ વાતચીતમાં આમિરે સ્પષ્ટતા કરી કે, “મારો પરિવાર ખુબ જ મિલનસાર છે અને અમે તમામ ધર્મોને સાથે લઈને ચાલીએ છીએ. મારી બંને સગી બહેનોના લગ્ન હિન્દુ યુવકો સાથે થયા છે. મારી દીકરી આયરાના લગ્ન પણ હિન્દુ પરિવારમાં થયા છે. મારા પિતરાઈ ભાઈ મન્સૂરે એક ખ્રિસ્તી મહિલા સાથે લગ્ન કર્યા છે. મેં જે પણ લગ્ન કર્યા છે તે સિવિલ મેરેજ (કોર્ટ મેરેજ) કાયદા હેઠળ થયા છે, તેથી રીના, કિરણ કે ગૌરી – કોઈએ પણ લગ્ન કરવા માટે પોતાનો ધર્મ બદલ્યો નથી. મારી પત્ની ગૌરી હિન્દુ નથી, પરંતુ તે ખ્રિસ્તી છે અને તે પોતાના ધર્મનું ચુસ્તપણે પાલન પણ કરતી નથી. જેમ સમય જઈ રહ્યો છે તેમ જિંદગી વધુ રસપ્રદ બની રહી છે.”
Aamir Khan Gouri Spratt Marriage Clarification – મુંબઈના પાલી હિલમાં ૧૦૦ કરોડના મલ્ટી-જનરેશનલ સ્કાયવિલાની અફવાઓનો કર્યો પર્દાફાશ
ત્રીજા લગ્ન સિવાય આમિર ખાન મુંબઈના પોશ વિસ્તાર બાંદ્રા વેસ્ટના પાલી હિલ ખાતે આશરે ૧૦૦ કરોડની કિંમતનું આલીશાન લક્ઝરી ‘સ્કાયવિલા’ (Skyvilla) બનાવી રહ્યો હોવાની અફવાઓ પણ સોશિયલ મીડિયા પર જોરશોરથી ચાલી રહી હતી. આ અંગે ખુલાસો કરતા આમિરે જણાવ્યું કે, “અમારું જે જૂનું એપાર્ટમેન્ટ કોમ્પ્લેક્સ છે તેનું રિડેવલપમેન્ટ (પુનઃવિકાસ) થઈ રહ્યું છે, જેવી રીતે આખા મુંબઈમાં જૂની સોસાયટીઓનું થઈ રહ્યું છે. આ અમારી હાઉસિંગ સોસાયટીના તમામ ૨૪ સભ્યોનો સામૂહિક નિર્ણય છે. આ બિલ્ડિંગના રિડેવલપમેન્ટમાં એક બિલ્ડર પણ સામેલ છે જેણે અગાઉથી જ સોસાયટીમાં મોટા પ્રમાણમાં ફ્લેટ ખરીદ્યા હોવાથી મોટો હિસ્સો તેની પાસે છે. તેથી તેને એક નવું વ્યક્તિગત ઘર ગણી શકાય નહીં.”
Aamir Khan Gouri Spratt Marriage Clarification – આમિર ખાનનું અંગત જીવન: અગાઉના લગ્નો અને ગૌરી સ્પ્રેટ સાથેનો પરિવાર
અત્રે ઉલ્લેખનીય છે કે, આમિર ખાનના પ્રથમ લગ્ન રીના દત્તા (Reena Dutta) સાથે થયા હતા, જેનાથી તેમને પુત્ર જુનૈદ અને પુત્રી આયરા છે. ત્યારબાદ તેમના બીજા લગ્ન જાણીતા ફિલ્મ નિર્દેશક કિરણ રાવ (Kiran Rao) સાથે થયા હતા, જેમનાથી તેમને પુત્ર આઝાદ છે. આ બંને પત્નીઓ સાથે પરસ્પર સંમતિથી છૂટાછેડા લીધા બાદ ગત ૫ જુલાઈએ આમિરે અત્યંત નજીકના મિત્રો અને પરિવારજનોની હાજરીમાં બિઝનેસવુમન ગૌરી સ્પ્રેટ સાથે ત્રીજી વખત લગ્ન કર્યા છે. ગૌરીના પણ આ બીજા લગ્ન છે અને તેના પ્રથમ લગ્નથી તેને સાત વર્ષનો એક પુત્ર પણ છે, જે હવે આમિરના પરિવારનો હિસ્સો છે.