News Continuous Bureau | Mumbai
Aamir khan: બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાનને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે અભિનેતા જલ્દી જ મુંબઈ છોડી ને બીજા શહેર માં જશે.રિપોર્ટ માં એવું કહેવામાં આવી રહ્યું છે કે આમિર ખાન આગામી બે મહિનામાં ચેન્નાઈ શિફ્ટ થઈ જશે. અભિનેતાના મુંબઈથી ચેન્નાઈ શિફ્ટ થવાનું સૌથી મોટું કારણ તેની માતા ઝીનત હુસૈન છે.
મુંબઈ છોડી ચેન્નાઇ શિફ્ટ થશે આમિર ખાન
આમિર ખાનની નજીકના એક સૂત્રએ મીડિયાને કહ્યું હતું કે, ‘આમિર ની માતા ચેન્નાઇ માં રહે છે.ત્યાં તેનો ઈલાજ ચાલી રહ્યો છે.. આવી સ્થિતિમાં આમિર પોતાનો બધો સમય તેની માતા સાથે વિતાવવા માંગે છે. આ કારણોસર તે હવે ચેન્નાઈ શિફ્ટ થવાનું વિચારી રહ્યો છે.આમિર ખાન ચેન્નાઈમાં હોસ્પિટલ પાસેની એક હોટલમાં રોકાશે જ્યાં તેની માતાની સારવાર ચાલી રહી છે.’ આ સમાચાર સામે આવ્યા બાદ આમિર ખાન ના ચાહકો વિચારી રહ્યા છે કે જો આમિર ખાન મુંબઈ છોડી દેશે તો તેની ફિલ્મોનું શું થશે. હાલમાં આ મામલે અભિનેતા તરફથી કોઈ નિવેદન બહાર આવ્યું નથી.
આ સમાચાર પણ વાંચોઃ Aamir khan and fatima sana shaikh: ડેટિંગ ની અફવા ની વચ્ચે ફરી સાથે આવ્યા આમિર ખાન અને ફાતિમા સના શેખ, આ ફિલ્મ માટે કરશે સાથે કામ
આમિર ખાન નું વર્ક ફ્રન્ટ
આમિર ખાન ના વર્ક ફ્રન્ટ ની વાત કરીએ તો હાલમાં જ અભિનેતા એ તેની ફિલ્મ સિતારે જમીન પર ની જાહેરાત કરી હતી. આ સિવાય તેના પ્રોડક્શન હેઠળ ઘણી ફિલ્મો બનવા જઈ રહી છે. જેમાંથી એક ફિલ્મ માં ફાતિમ સના શેખ ને સાઈન કરવામાં આવી છે.